android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda News:  ખેડાના મહુધા ખાત્રજ હાઈવે ભ્રષ્ટાચારનો પૂરાવો
calendar_today January 22, 2026

Kheda News: ખેડાના મહુધા ખાત્રજ હાઈવે ભ્રષ્ટાચારનો પૂરાવો

ખેડા જિલ્લામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠી છે. ડાકોર-અમદાવાદ રોડને જોડતા મહત્વના એવા સ્ટેટ હાઈવે 60 પર મહુધાથી ખાત્રજ વચ્ચેના રસ્તાની હાલત અત્યંત બદતર થઈ ગઈ છે. નવા બનેલા રોડને હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી ત્યાં ઠેર-ઠેર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મહુધાથી ખાત્રજ વચ્ચેના આ સ્ટેટ હાઈવે પર અંદાજે 16 ગામોની 24,000 જેટલી વસ્તી નિર્ભર છે. દૂધ ભરવા જતાં પશુપાલકો હોય, અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગ, તમામ લોકો દિવસમાં અનેકવાર આ રોડનો ઉપયોગ કરે છે. વહેલી તકે રોડનું નવું કાર્પેટિંગ કામ કરવામાં આવે. માત્ર એક જ વર્ષમાં રસ્તો તૂટી જતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે.રોડ પર એટલા મસમોટા ખાડા પડ્યા છે કે, વાહનચાલકો રસ્તાની સાઈડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વાહનચાલકો દ્વારા લેવામાં આવતા આ સ્વયંભૂ ડાયવર્ઝનને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓને કારણે અનેક ટૂ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે, સરકારી નાણાંનો વેડફાટ કરીને હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો છે. આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે, આ રોડ બનાવનાર એજન્સી/કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ કરવામાં આવે અને વહેલી તકે રોડનું નવું કાર્પેટિંગ કામ કરવામાં આવે.

Read Full Story arrow_forward
Mehsanaમાં મિશ્ર ઋતુનો માહોલ: ભર શિયાળામાં કમોસમી વરસાદી છાંટા
calendar_today January 22, 2026

Mehsanaમાં મિશ્ર ઋતુનો માહોલ: ભર શિયાળામાં કમોસમી વરસાદી છાંટા

મહેસાણા જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર ગુજરાતના આ મહત્વના જિલ્લામાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. મહેસાણા શહેરમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ કમોસમી વરસાદના છાંટા પડવાનું શરૂ થતા લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે આ સમયે કકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ અચાનક આવેલા આ વરસાદી માહોલને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભર શિયાળામાં વરસાદી માહોલ સર્જાયો શહેરમાં પડેલા આ માવઠાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ઓફિસ જનારા લોકો અને શાળાએ જતા બાળકો માટે સ્થિતિ વિચિત્ર બની હતી. લોકો મજાકમાં અને ચિંતામાં એક જ સવાલ પૂછી રહ્યા છે કે અત્યારે ઘરની બહાર નીકળતી વખતે ઠંડીથી બચવા સ્વેટર-જેકેટ પહેરવું કે વરસાદથી બચવા રેઈનકોટ સાથે રાખવો? ઋતુચક્રના આ બદલાતા મિજાજને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થયું છે. ડબલ ઋતુના કારણે શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદ છાંટાથી લોકોને હાલાકી બીજી તરફ, આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. શિયાળુ પાક જ્યારે તૈયાર થઈ રહ્યો હોય ત્યારે પડતું માવઠું ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વાતાવરણમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલમાં મહેસાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું છે, જેના કારણે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ભેજનું પ્રમાણ વધતા વિચિત્ર અકળામણ પણ અનુભવાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nashik Air Show : એર શોમાં એન્ટ્રી ફીના વિવાદને લઈને IAFએ કરી સ્પષ્ટતા, કહ્યું 'એન્ટ્રી સંપૂર્ણ રીતે ફ્રી છે'
calendar_today January 22, 2026

Nashik Air Show : એર શોમાં એન્ટ્રી ફીના વિવાદને લઈને IAFએ કરી સ્પષ્ટતા, કહ્યું 'એન્ટ્રી સંપૂર્ણ રીતે ફ્રી છે'

મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ભારતીય વાયુસેના તરફથી ભવ્ય એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગંગાપુર ડેમના ઉપર આકાશમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા રોમાંચક યુદ્ધાભ્યાસ રજૂ કરવામાં આવ્યો, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. નાસિકમાં પ્રથમ વખત આવા એર-શોનું મોટાપાયે આયોજન થતા શહેરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.સ્થાનિક સ્તરે અફવાઓ ફેલાઈ એરશો દરમિયાન વાયુસેનાના વિમાનો દ્વારા આકાશમાં કરાયેલા કરતબો અને શૌર્ય પ્રદર્શનોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં આ કાર્યક્રમને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. લોકો દેશની સુરક્ષા વ્યવસ્થાને નજીકથી જોવા મળતાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતા. પરંતુ આ એર-શો બાદ ટિકિટ એન્ટ્રી ફી અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. સ્થાનિક સ્તરે એવી અફવાઓ ફેલાઈ હતી કે એરશોમાં પ્રવેશ માટે ફી લેવામાં આવી રહી છે. આ મામલે ભારતીય વાયુસેનાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની માહિતી સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક છે. વાયુસેનાએ કહ્યું કે નાસિક એર-શો સહિત દેશના વિવિધ ભાગોમાં યોજાતા તમામ એર-શો સંપૂર્ણપણે ફ્રી હોય છે. સાચી માહિતી પર વિશ્વાસ રાખવા IAFની અપીલ વાયુસેનાએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે એર-શોનો હેતુ કોઈપણ રીતે વ્યાવસાયિક નથી. આવા કાર્યક્રમો દ્વારા યુવાનોને પ્રેરણા આપવા, તેમને વાયુસેના અને દેશની રક્ષણ ક્ષમતાઓ સાથે જોડવા તેમજ દેશપ્રેમ, ગૌરવ અને જોડાણની ભાવના વિકસાવવા માટે આ આયોજન કરવામાં આવે છે. વાયુસેનાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાચી માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ પણ કરી છે.આ પણ વાંચો: ભારતે Croatiaને આપી ચેતવણી, કહ્યું ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરાશે

Read Full Story arrow_forward