android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર,  3 માળનું મકાન તોડી પડાયું
calendar_today January 22, 2026

Ahmedabad: બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર, 3 માળનું મકાન તોડી પડાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ કડીમાં આજે શહેરના દક્ષિણ ઝોનમાં આવતા બહેરામપુરા વિસ્તારમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બહેરામપુરાના ફૈઝલનગર પાસે કુખ્યાત આરોપી રફીક વેપારી દ્વારા બનાવવામાં આવેલા ત્રણ માળના ગેરકાયદે મકાન પર તંત્રએ ડિમોલિશનની કામગીરી કરી હતી. મંજૂરી વગર મકાન ઉભું કરી દેવાયું મળતી માહિતી અનુસાર, રફીક વેપારીએ કોઈપણ પ્રકારની મંજૂરી વગર ફૈઝલનગર વિસ્તારમાં આ રહેણાંક મકાન ઊભું કરી દીધું હતું. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ આરોપીને અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હતી અને ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં, આરોપી દ્વારા મનપાની નોટિસને અવગણીને બાંધકામ યથાવત રાખવામાં આવ્યું હતું. આજે સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી આખરે, મનપાના અધિકારીઓએ પોલીસ કાફલાને સાથે રાખીને આજે સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી આરંભી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝરોએ ગણતરીના કલાકોમાં જ આ ત્રણ માળનું મકાન જમીનદોસ્ત કરી નાખ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તંત્રની કડક કાર્યવાહી તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવા ગેરકાયદે બાંધકામો અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણો સામે આકરા પગલાં લેવાનું ચાલુ રહેશે. આ પણ વાંચોઃ Kutch News : અંજાર પોલીસને મળી સફળતા, વકીલના ઘરે ચોરી કરેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા

Read Full Story arrow_forward
Weather Update: છત્રી કાઢીને રાખજો! માવઠું આવે છે, હવામાન વિભાગે કરી આગાહી
calendar_today January 22, 2026

Weather Update: છત્રી કાઢીને રાખજો! માવઠું આવે છે, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી સમયમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને પગલે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. આગાહી બાદ માવઠાને કારણે રાજ્યમાં ત્રેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે બદલાતા વાતાવરણને કારણે રોગચાળો વકરે તેવી શક્યતા છે.આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં તંત્ર દ્વારા 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર આ સરહદી જિલ્લાઓમાં જોવા મળશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. માછીમારોને ચેતવણી અને ઠંડીનો વરતારો દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં ફેરફાર થવાની શક્યતાને જોતા માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, આગામી 24 કલાક બાદ માવઠાની અસર ઓછી થતાની સાથે જ રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધશે. બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા કકડતી ઠંડીનો અનુભવ થશે. ખેતીના પાકને નુકસાનની ભીતિ વણજોઈતા વરસાદને કારણે રવિ પાક જેવા કે જીરૂં, વરિયાળી અને રાયડાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને પોતાનો તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અને માર્કેટ યાર્ડમાં માલ ખુલ્લામાં ન રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. દિવાળી બાદ આવેલા માવઠાના કારણે પહેલાથી જ ખેડૂતો પાક નુકસાની વેઠી ચુક્યા છે. હવે ફરીવાર માવઠાની આગાહીથી જગતના તાતની ચિંચામાં વધારો થયો છે. આ પણ વાંચો - Weather News : ઠંડીને લઈને હવમાન વિભાગની મોટી આગાહી, તાપમાનમાં થશે મોટો ઘટાડો...

Read Full Story arrow_forward
Banaskantha : ડીસામાં 25મીએ રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરાશે
calendar_today January 22, 2026

Banaskantha : ડીસામાં 25મીએ રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરાશે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજ દ્વારા સામાજિક સુધારણા માટે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન અંગે પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી નેતા ગોવાભાઈ રબારીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, આ દિવસે સમાજના નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરવામાં આવશે. 50 હજારથી વધુ સમાજના લોકો ઉમટશે ગોવાભાઈ રબારીના જણાવ્યા મુજબ, આ સંમેલનમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિત પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી 50 હજારથી વધુ સમાજના લોકો ઉમટી પડશે. આ નવા બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાનો છે. અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ નિયમોના પાલનથી સમાજના વાર્ષિક ₹100 કરોડની બચત થશે. આ બચતની રકમનો ઉપયોગ સમાજની નવી પેઢીના શિક્ષણ પાછળ કરવામાં આવશે, જેથી રબારી સમાજ શૈક્ષણિક રીતે વધુ સક્ષમ બને. ધનિક અને ગરીબ વચ્ચેનો ભેદભાવ ઘટશે બંધારણની જરૂરિયાત સમજાવતા તેમણે ઉમેર્યું કે, વર્તમાન સમયમાં દેખાદેખીને કારણે આર્થિક રીતે સધ્ધર લોકો વધુ ખર્ચ કરતા હતા, જેની હરોળમાં સામાન્ય પરિવારો આવી શકતા નહોતા. આ નવી વ્યવસ્થાથી 'એક સમાજ, એક રિવાજ' અમલી બનશે, જેનાથી ધનિક અને ગરીબ વચ્ચેનો ભેદભાવ ઘટશે. સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા માટેનો એક પ્રયાસ ગોવાભાઈએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ શક્તિ પ્રદર્શન કે જાતિવાદ નથી, પરંતુ વડાપ્રધાન મોદીના સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા માટેનો એક પ્રયાસ છે. આ બંધારણમાં કોઈ કઠોર નિયમો નથી, પરંતુ સમાજની પ્રગતિ થાય અને આર્થિક પરિવર્તન આવે તેવા વ્યવહારુ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ Ahmedabad: બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર, 3 માળનું મકાન તોડી પડાયું

Read Full Story arrow_forward