Rajkot : સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, બે વર્ષના બાળકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ વગર સોંપતા વિવાદ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર બનેલી દુઃખદ ઘટનામાં બે વર્ષના બાળકનું સાતમા માળેથી પટકાતા મોત થયું હતું. આ બનાવ બાદ હવે વિવાદ સર્જાયો છે. આરોપ મુજબ બનાવમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે અને બે વર્ષના બાળકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ વગર જ પરિવારને સોંપાયો હતોનવી બનેલી સાઈટ પર ઘટના બની હતી આ ઘટના કાલાવડ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટની સામે નવી બનેલી સાઈટ પર ગત શુક્રવારના રોજ બની હતી. બાળક અચાનક સાતમા માળેથી પટકાયુ હતું પ્રાપ્ત માહિતી અનુસાર,હેતવીબેન માવી સાઈટ પર કામ કરતા હતા, અને રમતા રમતા 2 વર્ષનું બાળક અચાનક સાતમા માળેથી પટકાયુ હતું જેથી તેનું મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ પરિજનોને સોંપી દેવામાં આવ્યો જો કે, અજીબ પરિસ્થિતિમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ પરિજનોને સોંપી દેવામાં આવ્યો, જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અપમૃત્યુના કેસમાં પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતાં, સામાન્ય રીતે અપમૃત્યુના કેસમાં પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત હોય છે.પણ આ કિસ્સામાં સિવિલ હોસ્પિટલના તંત્રએ પીએમ કર્યા વગર જ બાળકનો મૃતદેહ પરિજનોને સોંપ્યો હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસની તપાસ શરુ હાલ પોલીસે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે .આ પણ વાંચો----- Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું
Read Full Story arrow_forward