android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News : SOG ની મોટી કાર્યવાહી, વર્દી અને ડુપ્લીકેટ ID કાર્ડ સાથે નકલી પોલીસ ઝડપાયો
calendar_today January 20, 2026

Vadodara News : SOG ની મોટી કાર્યવાહી, વર્દી અને ડુપ્લીકેટ ID કાર્ડ સાથે નકલી પોલીસ ઝડપાયો

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પોલીસના નામે તોડ કરનારા એક શખ્સને એસ.ઓ.જી. (SOG)ની ટીમે ઝડપી પાડીને નકલી પોલીસના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એસ.ઓ.જી.ની ટીમને મળેલી બાતમીના આધારે તાંદલજા વિસ્તારમાં આવેલા અલકબીર બંગ્લોઝના મકાન નંબર 3 પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને તે મકાનમાંથી પોલીસની નકલી વર્દી અને એક ડુપ્લીકેટ આઈડી કાર્ડ મળી આવ્યું હતું. ઝડપાયેલો યુવક અસલી પોલીસ હોવાનો ડોળ કરીને નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવી તેમની પાસેથી પૈસા પડાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.ડુપ્લીકેટ ID અને વર્દી જપ્ત તપાસમાં સામે આવ્યું છે કે, આ ભેજાબાજ શખ્સ છેલ્લા 6 થી 7 મહિનાથી આ મકાનમાં ભાડે રહેતો હતો અને પોલીસની ઓળખ આપીને અનેક લોકો સાથે તોડ કરી ચૂક્યો છે. દરોડા દરમિયાન તેના રહેણાંક સ્થળેથી વાંધાજનક મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરામાં નકલી અધિકારીઓ બનીને છેતરપિંડી કરતી ટોળકીઓ સામે પોલીસે લાલઆંખ કરી છે ત્યારે આ મોટી સફળતા મળી છે. હાલમાં એસ.ઓ.જી.ની ટીમે યુવકની અટકાયત કરી તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ અને તેણે અત્યાર સુધી કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : Gandhinagar News : શિક્ષકો માટે મોટા સમાચાર, નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેમને TET પરીક્ષામાંથી મળશે મુક્તિ

Read Full Story arrow_forward
Palanpur માં ફૂડ પોઈઝનિંગનો કહેર, એકલવ્ય મોડલ સ્કૂલના 38 વિદ્યાર્થીઓની તબિયત લથડી
calendar_today January 20, 2026

Palanpur માં ફૂડ પોઈઝનિંગનો કહેર, એકલવ્ય મોડલ સ્કૂલના 38 વિદ્યાર્થીઓની તબિયત લથડી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગત સાંજ આફતરૂપ સાબિત થઈ હતી. શાળામાં પીરસવામાં આવેલું ભોજન આરોગ્યા બાદ એકાએક વિદ્યાર્થીઓને ઉલટી અને પેટમાં દુખાવા જેવી ફૂડ પોઈઝનિંગની અસરો વર્તાવા લાગી હતી. સ્થિતિ ગંભીર જણાતા તાત્કાલિક અસરથી કુલ 38 વિદ્યાર્થીઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું.તંત્ર એલર્ટ સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, હાલમાં તમામ 38 વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર છે અને જોખમ ટળ્યું છે. ગઈકાલે રાતથી જ તેમને સઘન મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી લેબોરેટરી રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેનો આખરી અહેવાલ આવ્યા બાદ અને વિદ્યાર્થીઓની સ્થિતિ સંપૂર્ણ સામાન્ય જણાયા પછી જ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે. આ ઘટના બાદ શાળાના ભોજનની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે અને તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. આ પણ વાંચો : Gandhinagar News : શિક્ષકો માટે મોટા સમાચાર, નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેમને TET પરીક્ષામાંથી મળશે મુક્તિ

Read Full Story arrow_forward
Ahmedabad ના વટવામાં ગેરકાયદે દબાણ દૂર કરાયા, ઘર વિહોણા પરિવારો માટે હાઈટેક આશ્રય ગૃહ તૈયાર
calendar_today January 20, 2026

Ahmedabad ના વટવામાં ગેરકાયદે દબાણ દૂર કરાયા, ઘર વિહોણા પરિવારો માટે હાઈટેક આશ્રય ગૃહ તૈયાર

અમદાવાદના વટવા વિસ્તારમાં વાનર વટ તળાવ પાસે કરવામાં આવેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અસરગ્રસ્તો માટે પ્રશંસનીય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે રહીશોના મકાનો ડિમોલિશનમાં તોડી પાડવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક રાહત આપવા માટે તંત્ર દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા 5 માળના આધુનિક આશ્રય ગૃહમાં ખસેડવામાં આવ્યા છે. આ આશ્રય ગૃહમાં વિસ્થાપિત થયેલા પરિવારોને રહેવા માટે તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેથી તેમને ખુલ્લા આકાશ નીચે રાત ન વિતાવવી પડે.ફાયર સેફટી, ખાણીપીણી સહિત વ્યવસ્થા આ નવીન આશ્રય ગૃહની વિશેષતા એ છે કે તેને સુવ્યવસ્થિત આયોજન સાથે બનાવવામાં આવ્યું છે. પાંચ માળની આ ઇમારતમાં દરેક ફ્લોર પર 3 કોમન રૂમ અને 3 ફેમિલી રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પરિવારો પોતાની પ્રાઈવસી જાળવી શકે. રહેવા ઉપરાંત, અહીં રહેતા લોકો માટે શુદ્ધ પીવાનું પાણી, ખાણીપીણી અને સુરક્ષા માટે ફાયર સેફ્ટીના સાધનોની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રના આ માનવીય અભિગમને કારણે ઘર ગુમાવનારા લોકોને કામચલાઉ ધોરણે મોટી રાહત મળી છે. આ પણ વાંચો : Palanpur માં ફૂડ પોઈઝનિંગનો કહેર, એકલવ્ય મોડલ સ્કૂલના 38 વિદ્યાર્થીઓની તબિયત લથડી

Read Full Story arrow_forward