android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું બનશે વધુ સરળ: હાઈવે 63ને સિક્સ લેન કરવા જમીન સંપાદન તેજ
calendar_today January 19, 2026

Vadodaraથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું બનશે વધુ સરળ: હાઈવે 63ને સિક્સ લેન કરવા જમીન સંપાદન તેજ

વિશ્વના સૌથી ઊંચા સ્મારક 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (SOU) તરફ જતા પ્રવાસીઓ અને વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાથી એકતા નગર (કેવડિયા) સુધીના સ્ટેટ હાઈવે-63ને પહોળો કરવાની મહત્વકાંક્ષી યોજના અંતર્ગત જમીન સંપાદનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.સ્ટેટ હાઇવે 63 પહોળો કરવા જમીન સંપાદનનું કામ શરૂ આ પ્રોજેક્ટ માટે વડોદરા જિલ્લાની 186 હેક્ટર અને નર્મદા જિલ્લાની 116 હેક્ટર મળીને કુલ મોટી માત્રામાં ખાનગી જમીન હસ્તગત કરવામાં આવશે. વડોદરા જિલ્લાના 2 ગામો અને ડભોઇ તાલુકાના 17 ગામોની જમીન આ સંપાદન પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવી છે. આ સમગ્ર 84 કિમી લાંબા હાઈવેને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે: વડોદરાથી ડભોઇ: આ માર્ગને 6 લેન બનાવવામાં આવશે. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી: આ માર્ગને 4 લેન હાઈવેમાં ફેરવવામાં આવશે. ડભોઇથી સ્ટેચ્યુ ઑફ યુનિટી 4 લેન હાઈવે થશે આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ડભોઇ, કેલનપુર અને તિલકવાડા ખાતે નવા બાયપાસ બનાવવામાં આવશે. આ સુધારાથી પ્રવાસીઓનો સમય બચશે અને ડભોઇ જેવા ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા હળવી બનશે. આગામી સમયમાં આ હાઈવે કાર્યરત થતા વડોદરા અને નર્મદા જિલ્લા વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે અને પર્યટનને વધુ વેગ મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: ઉદ્ઘાટન પહેલા જ 'ભ્રષ્ટાચારની ટાંકી' ધરાશાયી, પાણી ભરાતા જ તડકેશ્વર ગામે નિર્માણાધીન ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
calendar_today January 19, 2026

Surat: ઉદ્ઘાટન પહેલા જ 'ભ્રષ્ટાચારની ટાંકી' ધરાશાયી, પાણી ભરાતા જ તડકેશ્વર ગામે નિર્માણાધીન ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી

સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ વિસ્તારમાં આવેલા તડકેશ્વર ગામે એક નિર્માણાધીન પાણીની ટાંકી લોકાર્પણ થાય તે પહેલા જ ધરાશાયી થઈ ગઈ છે. લાખો લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ ટાંકી તૂટી પડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ચકાસણી દરમિયાન જ સર્જાયો અકસ્માતમળતી વિગતો અનુસાર, તડકેશ્વર ગામના દૂધ ડેરી વિસ્તારમાં નવી પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ટાંકીની કુલ ક્ષમતા 11 લાખ લીટર હતી. ટાંકીનું કામ પૂર્ણતાના આરે હતું અને ટૂંક સમયમાં જ તેનું ઉદ્ઘાટન થવાનું હતું. ઉદ્ઘાટન પૂર્વે તેની મજબૂતી ચકાસવા માટે તેમાં પાણી ભરવાની કામગીરી ચાલી રહી હતી. ટાંકીમાં જ્યારે આશરે 7 લાખ લીટર જેટલું પાણી ભરવામાં આવ્યું, ત્યારે જ અચાનક ટાંકી ધડાકાભેર તૂટી પડી હતી.સદનસીબે જાનહાનિ ટળીટાંકી ધરાશાયી થઈ ત્યારે આસપાસના વિસ્તારમાં પાણીના જોરદાર રેલા ફરી વળ્યા હતા. સદનસીબે જે સમયે આ દુર્ઘટના બની ત્યારે ટાંકીની નીચે કે તેની અત્યંત નજીક કોઈ મજૂર કે ગ્રામજન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જો આ ટાંકી લોકાર્પણ પછી અથવા ભરચક વિસ્તારમાં તૂટી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.આ પણ વાંચો: બે કાર વચ્ચેના અકસ્માતે માસૂમનો જીવ લીધો, પિતા સાથે સ્કૂલે જઈ રહેલી 8 વર્ષની બાળકીનું મોત

Read Full Story arrow_forward
Kutch: યુનિવર્સિટીમાં વિદેશી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નેશનલ વર્કશોપનો પ્રારંભ
calendar_today January 19, 2026

Kutch: યુનિવર્સિટીમાં વિદેશી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નેશનલ વર્કશોપનો પ્રારંભ

કચ્છ યુનિવર્સિટી શૈક્ષણિક ક્ષેત્રે સતત નવા આયામો સર કરી રહી છે. તાજેતરમાં ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી ખાતે છ દિવસીય રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપનો મુખ્ય વિષય એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન રાખવામાં આવ્યો છે, જેનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. વૈશ્વિક નિષ્ણાતોનું માર્ગદર્શન આ કાર્યશાળાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે જાપાન, જર્મની, અમેરિકા અને સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશોની પ્રતિષ્ઠિત કંપનીઓના ટેકનિકલ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા છે. આ નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોને વૈશ્વિક સ્તરે વપરાતી આધુનિક મશીનરી વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે. અદ્યતન સાધનોની પ્રાયોગિક તાલીમ વર્કશોપ દરમિયાન સંશોધકોને માત્ર પુસ્તકિય જ્ઞાન જ નહીં, પરંતુ પ્રેક્ટિકલ તાલીમ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં GC-MS, FTIR અને XRD જેવા જટિલ સાધનોનું સંચાલન.HPLC, SEM-EDX જેવી ટેકનોલોજી દ્વારા પદાર્થોનું વિશ્લેષણ.એક જ મશીનરીનો ઉપયોગ અલગ-અલગ સંશોધન ક્ષેત્રોમાં કેવી રીતે કરી શકાય તેની વિશેષ માહિતી આપવામાં આવશે. આયોજનનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના આ પ્રયાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં વપરાતી અત્યાધુનિક પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે. જ્યારે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો પાસેથી પ્રત્યક્ષ શીખે છે, ત્યારે તેમના સંશોધનની ગુણવત્તામાં વધારો થાય છે. આ છ દિવસ દરમિયાન સહભાગીઓને થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને પાસાઓ પર પ્રભુત્વ મેળવવાની તક મળશે, જે ભવિષ્યમાં તેમના કરિયર અને વૈજ્ઞાનિક શોધખોળો માટે પાયાના પથ્થર સમાન સાબિત થશે. આ પણ વાંચોઃ Vadodara: મોટા ફોફળીયામાં સત્તાજંગ, સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તનો ફરી એકવાર ફિયાસ્કો

Read Full Story arrow_forward