android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
UP ATSનો છાંગુર બાબા ધર્માતરણ રેકેટ પર સંકજો, નાગપુરથી ફંડ મેનેજરની કરી ધરપકડ
calendar_today January 17, 2026

UP ATSનો છાંગુર બાબા ધર્માતરણ રેકેટ પર સંકજો, નાગપુરથી ફંડ મેનેજરની કરી ધરપકડ

ઉત્તરપ્રદેશમાં ધર્માતરણ રેકેટની તપાસ કરી રહેલી એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડને છાંગુર બાબાના ખાસ સહયોગી ઈધુ ઈસ્લામની નાગપુરથી ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી સ્થાનિક પોલીસની સાથે મહારાષ્ટ્ર અને યુપી ATSની સંયુક્ત ટીમે કરી છે. ઈધુ ઈસ્લામ ધર્માતરફ નેટવર્કમાં ફંડ અને લોજિસ્ટિક્સ મેનેજ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવતો હતો.ઈધુ ઈસ્લામ ઉત્તરપ્રદેશમાં દાખલ ગંભીર કેસમાં વોન્ટેડ હતો એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઈધુ ઈસ્લામ ઉત્તરપ્રદેશમાં દાખલ ગંભીર કેસમાં વોન્ટેડ હતો. તેની વિરૂદ્ધ ધરપકડ વોરંટ પેન્ડિંગ હતું. ગુપ્ત સુચનાઓના આધાર પર સવારે લગભગ 5 વાગ્યે નાગપુરની પચપાવલી સ્ટેશનના આશી નગરમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું. કોઈ પણ પ્રકારના કાયદો-વ્યવસ્થાની સ્થિતિથી બચવા માટે આ કાર્યવાહી ખુબ જ સાવધાનીથી કરવામાં આવી છે. નાગપુરના આશી નગરની એક સંકરી ગલીમાં પોલીસની ટીમે કોઈ વિરોધ વગર આરોપીને કસ્ટડીમાં લઈ લીધો. ઈધુ ઈસ્લામ છેલ્લા કેટલાક વર્ષોથી ધરપકડથી બચી રહ્યો હતો. તેની તપાસ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી અને તાજેત્તરમાં ઈનપુટ મળ્યા બાદ તેને પકડવામાં સફળતા મળી છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે છંગુર બાબાના નાગપુરમાં અગાઉથી જ મજબૂત સંપર્ક હતા. ગેર-મુસ્લિમ સમુદાયોના લોકોને નિશાનો બનાવવામાં આવ્યા ત્યારબાદ તેને ધર્માતરણ અને અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓ સાથે જોડાયેલું એક સંગઠિત નેટવર્ક ઉભું કર્યું. પોલીસનો આરોપ છે કે આ નેટવર્ક દ્વારા હિન્દુ અને અન્ય ગેર-મુસ્લિમ સમુદાયોના લોકોને નિશાનો બનાવવામાં આવ્યા. આરોપ છે કે ગરીબ મજૂરો, વિધવાઓ અને કમજોર વર્ગના લોકોને આર્થિક પ્રલોભન આપીને કે લગ્નના ષડયંત્રમાં ફસાવીને ધર્માતરણ માટે મજબૂર કરવામાં આવ્યા. છાંગુર બાબાને ગયા વર્ષે 5 જુલાઈએ યુપીના બલરામપુર જિલ્લાના માધપુર ગામથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં લખનઉંના ગોમતીનગરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 121A, 153A, 417, 420 અને ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ કાયદા હેઠળ કેસ દાખલ કરાયો છે. ઈડી સમગ્ર નેટવર્કમાં મની લોન્ડ્રિંગના એન્ગલથી પણ તપાસ કરી રહી છે.     આ પણ વાંચો: SEBIની મોટી કાર્યવાહી, 12 સંસ્થાઓ પર 5 વર્ષ સુધી ટ્રેડિંગ કરવા માટે મુક્યો પ્રતિબંધ

Read Full Story arrow_forward
Gandhinagar: કમલમ ખાતે ભાજપની હાઈપ્રોફાઈલ બેઠક, SIR અંતર્ગત થયેલી કામગીરીની વિધાનસભા વાઈઝ સમીક્ષા કરાઈ
calendar_today January 17, 2026

Gandhinagar: કમલમ ખાતે ભાજપની હાઈપ્રોફાઈલ બેઠક, SIR અંતર્ગત થયેલી કામગીરીની વિધાનસભા વાઈઝ સમીક્ષા કરાઈ

ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય મથક કમલમ'ખાતે આજે સંગઠનની એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં SIR ની કામગીરીના લેખાજોખા લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતૃત્વની ઉપસ્થિતિ એ સૂચવે છે કે આગામી સમય માટે ભાજપ સંગઠન સ્તરે કોઈ મોટું આયોજન કરી રહ્યું છે.રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિઆ બેઠકમાં ખાસ કરીને રાષ્ટ્રીય સ્તરના નેતાઓની હાજરી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને SIR કામગીરીના રાષ્ટ્રીય સંયોજક ઓમ પ્રકાશ ધનખડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પ્રદેશ ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં સમગ્ર બેઠકનું સંચાલન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગુજરાત ભાજપના ત્રણેય મહામંત્રીઓ પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા.વિધાનસભા વાઈઝ કામગીરીની સમીક્ષાબેઠકનો મુખ્ય એજન્ડા SIR ની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો હતો. જેમાં નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. દરેક વિધાનસભા મતવિસ્તારમાં SIR અંતર્ગત જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. વિધાનસભા વાઈઝ કયા ક્ષેત્રોમાં સંગઠન મજબૂત છે અને ક્યાં વધુ કામ કરવાની જરૂર છે તે અંગે ચર્ચા થઈ. જમીની સ્તરે લોકો સુધી યોજનાઓ કેટલી પહોંચી છે તેના લેખાજોખા લેવાયા.આગામી રણનીતિ પર ભારરાષ્ટ્રીય મહામંત્રી ઓ.પી. ધનખડે SIR ની કામગીરીને વધુ સચોટ અને ગતિશીલ બનાવવા માટે સૂચનો આપ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તમામ પદાધિકારીઓને વિધાનસભા સ્તરે બાકી રહેલી કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો.આ પણ વાંચો: અંબાજીના ભાટવાસમાં મોબાઈલ ટાવરમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી રહીશોમાં ફફડાટ

Read Full Story arrow_forward
Rajula નાગરિક બેન્કમાં સત્તા પરિવર્તન: પ્રમુખ તરીકે વિજયભાઈ કોટીલા અને ઉપપ્રમુખ પદે કશ્યપ શેઠની બિનહરીફ વરણી
calendar_today January 17, 2026

Rajula નાગરિક બેન્કમાં સત્તા પરિવર્તન: પ્રમુખ તરીકે વિજયભાઈ કોટીલા અને ઉપપ્રમુખ પદે કશ્યપ શેઠની બિનહરીફ વરણી

અમરેલી જિલ્લાની સહકારી ક્ષેત્રની મહત્વની ગણાતી રાજુલા નાગરિક બેન્કના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે સંપન્ન થઈ હતી. બેન્કની આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષનો દબદબો જળવાઈ રહ્યો હતો અને બંને મુખ્ય હોદ્દાઓ પર બિનહરીફ વરણી કરવામાં આવી છે.પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઇ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે વિજયભાઈ કોટીલા અને ઉપપ્રમુખ તરીકે કશ્યપ શેઠના નામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી. અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાતા ચૂંટણી અધિકારી દ્વારા આ બંને મહાનુભાવોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. રાજુલા શહેરની આ પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાના સુકાની તરીકે અનુભવી નેતાઓ આવતા બેન્કના ગ્રાહકો અને સભાસદોમાં ખુશીની લહેર જોવા મળી છે. વિજય કોટીલા પ્રમુખ, કશ્યપ શેઠ ઉપપ્રમુખ બન્યા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને રાજુલા શહેરના વેપારી મંડળ અને સ્થાનિક આગેવાનોએ ઉમળકાભેર વધાવી લીધી હતી. વરણી બાદ આયોજિત એક કાર્યક્રમમાં વેપારીઓએ ફૂલહાર અને સાલ ઓઢાડી બંનેનું ભવ્ય સન્માન કર્યું હતું. વિજયભાઈ કોટીલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, તેઓ બેન્કની પ્રગતિ અને ગ્રાહકોના હિતમાં પારદર્શક વહીવટ કરવા માટે કટિબદ્ધ રહેશે. આ વરણીથી રાજુલાના સહકારી માળખામાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward