android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotauadypur:કદવાલ પાસે વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદે બંદૂક સાથે એક ઝડપાયો
calendar_today January 12, 2026

Chhotauadypur:કદવાલ પાસે વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદે બંદૂક સાથે એક ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન એક લાલ કલરની મહિન્દ્રા કોન્ટો સી ગાડીમાંથી ગેરકાયદે હથિયાર મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી એક બારબોરની બંદૂક અને ગાડી મળી કુલ રૂા.1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગત રાત્રે પોલીસની ટીમ કદવાલ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતી. ત્યારે રાતે 1:30 વાગ્યે કદવાલ કસ્બા ફળિયા તરફ્થી એક લાલ કલરની મહિન્દ્રા કોન્ટો સી-8 આવતા પોલીસે તેને અટકાવી હતી. ગાડીની તપાસ કરતા પાછળની સીટ પરથી એક નાળીવાળી બારબોરની બંદૂક મળી આવી હતી. ગાડી ચલાવી રહેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ સોહીલ ઉર્ફે બારોટ હબીબ શેખ (ઉં. 22, રહે. છોટાઉદેપુર, હાલ રહે. દે.બારીયા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જ્યારે બંદૂકનું લાયસન્સ કે પાસ-પરવાનાની માંગ કરી ત્યારે કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. લાંબી પૂછપરછ બાદ આરોપીએ કબૂલાત કરી હતી કે, તેની પાસે આ હથિયાર રાખવાનો કોઈ કાયદેસરનો પરવાનો નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotauadypur:નસવાડી પાલિકા રચવા 6 ગામના સરપંચ, તલાટી, મામ.ની મિટિંગ
calendar_today January 12, 2026

Chhotauadypur:નસવાડી પાલિકા રચવા 6 ગામના સરપંચ, તલાટી, મામ.ની મિટિંગ

નસવાડીને નગર પાલિકાની રચના કરવા માટે આજુબાજુની 6 ગ્રામ પંચાયતો સરપંચ તલાટીઓ સાથે મામલતદારની મિટિંગ યોજાઇ હતી.નસવાડી ગામના વિકાસ માટે નસવાડી નગર પાલિકાની રચના થાય તે માટે વી.ડી.સિસોદિયા નસવાડી મામલતદાર દ્વારા 6 ગ્રામ પંચાયત સરપંચ તલાટી સાથે બેઠક કરી સમજણ અપાઇ હતી. નસવાડી ગામની વસતી 2011ની વસતી પ્રમાણે નવીન નગર પાલિકાની રચના કરવા માટે પૂરતી થતી નથી. જેથી નસવાડી ગામની આજુબાજુના ગામોને નગરપાલિકા વિસ્તારમાં સમાવવો ગ્રામજનોને સમજણ આપવા સરપંચ અને તલાટીઓ સાથે મામલતદારની બેઠક યોજાઈ હતી. જેમાં નસવાડી ગ્રામ પંચાયત, આકોના ગ્રામ પંચાયત, જીતપુરા ગ્રામ પંચાયત, કંડવા ગ્રામ પંચાયત, હરીપુરા (ન)ગ્રામ પંચાયત, આનંદપુરી ગ્રામ પંચાયત આમ આ 6 જેટલી ગ્રામ પંચાયત સરપંચ, તલાટી સાથે મામલતદાર નસવાડી દ્વારા બેઠક યોજાઈ હતી. નગર પાલિકાની રચના કરવા માટે ગ્રામ પંચાયતની આગામી ગ્રામસભામાં સંમતિ ઠરાવ પસાર કરવા નિર્ણય લેવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:ડભોઇ સરકારી દવાખાના રોડ પર બીમાર પડેલી ગાય
calendar_today January 12, 2026

Vadodara:ડભોઇ સરકારી દવાખાના રોડ પર બીમાર પડેલી ગાય

ડભોઇમાં પવિત્ર ગણાતી ગાયની હાલત આજે અત્યંત દયનીય બની છે. શહેરના મુખ્ય વિસ્તાર એવા પોલીસ સ્ટેશન અને સરકારી દવાખાના રોડ પર, રબારી વગા પાસે છેલ્લા ત્રણ દિવસથી એક ગાય ગંભીર બીમારી અને ભૂખ-તરસથી પીડાઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ગાય રસ્તાની વચ્ચે જીવતદાન માટે ટળવળતી હોવા છતાં તંત્ર કે પશુપાલકોના પેટનું પાણી હલતું નથી.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ગાય છેલ્લા ત્રણ દિવસથી એક જ જગ્યાએ પડી રહી છે. તે એટલી બીમાર અને અશક્ત છે. તે જાતે ઊભી પણ થઈ શકતી નથી. રહીશો દ્વારા નજીકમાં આવેલા રબારીવગાના પશુપાલકોને વારંવાર જાણ કરાઇ હતી. કેટલાક લોકો આવીને જોઈ પણ ગયા, પરંતુ પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે ત્યાંથી ચાલતી પકડતા જોવા મળ્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું હોવાથી માલિકે તેને રઝળતી મૂકી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward