android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat માં ડિજિટલ એરેસ્ટનો ખતરનાક ખેલ, 50 તોલા સોનું ગીરવે મુકાવવા વૃદ્ધા પર દબાણ
calendar_today January 9, 2026

Surat માં ડિજિટલ એરેસ્ટનો ખતરનાક ખેલ, 50 તોલા સોનું ગીરવે મુકાવવા વૃદ્ધા પર દબાણ

સુરતમાં સાયબર ઠગબાજો દ્વારા વૃદ્ધોને નિશાન બનાવવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધાને મની લોન્ડરિંગ કૌભાંડનો ભય બતાવી ત્રણ દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ' કરવામાં આવ્યા હતા. ઠગબાજોએ તપાસ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી વૃદ્ધાને એવી રીતે ડરાવી દીધા હતા કે તેઓ ઘરની બહાર નીકળવા પણ તૈયાર નહોતા. આટલું જ નહીં, આરોપીઓએ વૃદ્ધા પાસે રહેલું અંદાજે 50 તોલા સોનું ગીરવે મૂકી તેમાંથી લોન લઈ નાણાં ટ્રાન્સફર કરવા માટે સતત દબાણ કર્યું હતું.ડિજિટલ એરેસ્ટનો આતંક સદનસીબે, આ મામલે સમયસર સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક થતાં મોટી જાન-માલની હાનિ ટળી છે અને વૃદ્ધા ઠગબાજોની જાળમાં ફસાતા બચી ગયા છે. ઠગ ટોળકીએ વૃદ્ધાને સતત વીડિયો કોલ પર નજર હેઠળ રાખી માનસિક ટોર્ચર પણ કર્યું હતું. હાલમાં સુરત સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઠગબાજોના લોકેશન ટ્રેસ કરવાની અને ટોળકીના મૂળ સુધી પહોંચવાની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ એજન્સી વીડિયો કોલ દ્વારા આ રીતે ધરપકડ કે તપાસ કરતી નથી, માટે ડર્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરવી. આ પણ વાંચો : Surat માં રોંગમાં આવતા બાઈકને કારણે અકસ્માત!, સીટી બસ નીચે કચડાતા 29 વર્ષીય યુવાનનું કરુણ મોત

Read Full Story arrow_forward
Gir Somnath News : સોમનાથ મંદિરના માધ્યમથી 363 મહિલાઓને વર્ષે રૂ.9 કરોડની મળે છે રોજગારી
calendar_today January 9, 2026

Gir Somnath News : સોમનાથ મંદિરના માધ્યમથી 363 મહિલાઓને વર્ષે રૂ.9 કરોડની મળે છે રોજગારી

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અપનાવવામાં આવેલા માનવકેન્દ્રિત અને સમાજહિતલક્ષી અભિગમથી મહિલાઓને આત્મનિર્ભર બનવાની નવી દિશા મળી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટમાં હાલ કુલ ૯૦૬ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે, જેમાંથી ૨૬૨ મહિલાઓ છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ ટ્રસ્ટની સમાવેશક વિચારધારા અને સમાન અવસરની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મંદિર સંચાલન, સેવાકીય કામગીરી અને દૈનિક વ્યવસ્થામાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી કાર્યપ્રણાલીમાં સંવેદનશીલતા, શિસ્ત અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળે છે. કામગીરીમાં 65 મહિલાઓની ભાગીદારી છે મંદિર પરિસરમાં આવેલું પવિત્ર બિલ્વ વન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંભાળવામાં આવે છે, તે વિશેષ ગૌરવની બાબત છે. અહીં કાર્યરત ૧૬ મહિલાઓ પર્યાવરણ સંરક્ષણ, હરિત સંવર્ધન અને સ્વચ્છતા સાથે મંદિરની પવિત્રતાને જાળવી રાખી રહી છે. આ વ્યવસ્થા મહિલાઓના કુશળ સંચાલન અને જવાબદારીભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે. આ ઉપરાંત, મંદિરના ભોજનાલયમાં ૩૦ મહિલાઓ દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા આપવામાં આવી રહી છે. હજારો શ્રદ્ધાળુઓને પ્રેમ અને સેવાભાવથી ભોજન પીરસતી આ મહિલાઓ મંદિરની માનવસેવી પરંપરાને જીવંત રાખે છે. પ્રસાદ વિતરણ જેવી પવિત્ર અને વિશ્વાસભરેલી કામગીરીમાં ૬૫ મહિલાઓની ભાગીદારી તેમની શિસ્ત, સમર્પણ અને વિશ્વસનીયતાને દર્શાવે છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના માધ્યમથી 363 મહિલાઓને સીધી રોજગારી મળી રહી છે કુલ મળીને સોમનાથ મંદિર ટ્રસ્ટના માધ્યમથી ૩૬૩ મહિલાઓને સીધી રોજગારી મળી રહી છે. આ તમામ મહિલાઓ દ્વારા વર્ષે અંદાજે ૯ કરોડ રૂપિયાની આવક સર્જાઈ રહી છે, જે તેમના આર્થિક સ્વાવલંબન અને જીવનસ્તરમાં થતા સકારાત્મક પરિવર્તનનું સ્પષ્ટ સૂચક છે. આ આવક સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ રીતે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે આધ્યાત્મિક વારસાને સામાજિક જવાબદારી સાથે સુમેળમાં રાખી મહિલા સશક્તિકરણનો એક અનુસરવા યોગ્ય મોડેલ ઉભો કર્યો છે. શ્રદ્ધાના આ પવિત્ર ધામમાંથી આજે આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને સ્વાવલંબનની સુગંધ પ્રસરી રહી છે. આ પણ વાંચો : Rajkot News : રાજકોટ શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક, CCTV ફૂટેજ સામે આવ્યાશેરીમાંથી નીકળતા બાળકો પાછળ દોડે છે કૂતરા

Read Full Story arrow_forward
Surat મનપાની ગંભીર બેદરકારી પર CMની લાલ આંખ, ગટર અને પીવાની પાણીની લાઈન જોડે નાખતા મચ્યો હોબાળો
calendar_today January 9, 2026

Surat મનપાની ગંભીર બેદરકારી પર CMની લાલ આંખ, ગટર અને પીવાની પાણીની લાઈન જોડે નાખતા મચ્યો હોબાળો

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લિંબાયત ઝોનમાં આવેલ સોનિયા નગર વિસ્તારમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે, જેની નોંધ ખુદ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ લેવી પડી છે. અહીં મનપા દ્વારા ગટરની ચેમ્બરની અંદરથી જ પીવાના પાણીની લાઈન પસાર કરવામાં આવી હતી, જેના કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળવાની અને રોગચાળો ફેલાવવાની ગંભીર ભીતિ સર્જાઈ હતી. સ્થાનિક રહીશો લાંબા સમયથી આ ગંદકી અને દુર્ગંધથી પરેશાન હતા, આખરે આ સ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો રાજ્ય સ્તરે પહોંચ્યો હતો.સોશિયલ મીડિયાના પાવર સામે તંત્ર ઝૂક્યું વાયરલ વીડિયોની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સુરત મનપા પાસે ખુલાસો માંગ્યો હતો અને કડક સૂચનાઓ આપી હતી. CMના આદેશ બાદ સફાળા જાગેલા મનપાના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે ગટરની ચેમ્બરમાંથી પાણીની લાઈન અલગ કરવાની કામગીરી હાથ ધરી હતી. તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર એન્જિનિયરો સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ ઉઠી છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, જાણો કયા શહેરમાં કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું...

Read Full Story arrow_forward