android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ઝુંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ
calendar_today January 8, 2026

Surat News: ઝુંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આંબોલી ગામમાં આવેલા શ્રમજીવીઓના રહેણાંક વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદાજે 50થી વધુ ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ગરીબ શ્રમજીવીઓની જીવનભરની મૂડી સમાન ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે.ચૂલામાંથી તણખલા ઉડતા આગ લાગ્યાનું અનુમાન ઘટનાની મળતી માહિતી અનુસાર, આ આગ લાગવાનું કારણ રસોઈ બનાવવા માટે સળગાવવામાં આવેલા ચૂલામાંથી ઉડેલા તણખલા હોવાનું મનાઈ રહ્યું છે. પવનના કારણે તણખલા ઝુંપડાના સૂકા ઘાસ અને પ્લાસ્ટિક પર પડતા આગ ઝડપથી ફેલાઈ હતી. એક પછી એક એમ લાઈનબંધ 50 જેટલા ઝુંપડાઓ આગની લપેટમાં આવી ગયા હતા. સદનસીબે, આગ લાગતા જ લોકો બહાર દોડી આવતા મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આર્થિક રીતે શ્રમજીવીઓ પાયમાલ થઈ ગયા છે. ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો આગની જાણ થતા જ કામરેજ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં શ્રમજીવીઓના ઘરમાં રહેલું અનાજ, કપડાં અને અન્ય ઘરવખરીનો સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. શ્રમજીવી પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર કડકડતી ઠંડી વચ્ચે પોતાના આશિયાના છીનવાઈ જતા શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. માથે છત ન રહેતા અને ખાવા માટે અનાજ પણ ન બચતા પરિવારોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક આગેવાનો અને તંત્ર દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. આ પણ વાંચો - Surat: જેલમુક્તિ પછી ડ્રગ્સ માફિયાનો ફિલ્મી તમાશો, ફટાકડા ફોડી, કારના કાફલા સાથે ઊજવણી કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Read Full Story arrow_forward
Gir Somnath News : સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો
calendar_today January 8, 2026

Gir Somnath News : સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો

જે અંતર્ગત આજે તા.૮ જાન્યુઆરી સવારે સોમનાથ મહાદેવ સમક્ષ ભવ્ય અને દિવ્ય 72 કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીની ઉપસ્થિતિમાં ગગન ગજાવતા શંખનાદ અને શિવજીને પ્રિય તાલવાદ્ય એવા ડમરૂના નાદ સહિત અખંડ ઓમકારના ગૂંજારવ સાથે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ થયો હતો. 2500 જેટલા ઋષિ કુમારો દ્વારા 72 કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી સહિત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ શંખનાદમાં સહભાગી બની 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ કરાવ્યો હતો. સ્વયંના અંતરનો નાદ એટલે ઓમકાર સ્વમાં તલ્લીન કરી પરમચેતનાને ઉજાગર કરતો નાદ એટલે ઓમકારનાદ...'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા આશરે ૨૫૦૦ જેટલા ઋષિ કુમારો દ્વારા ૭૨ કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે. ઋષિ કુમારોની સાથે ઓમકાર જાપમાં બેસી શિવ ભક્તોને સહભાગી થવા અનુરોધ જેના પ્રથમ સત્રનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિત દેશના શિવાલયોમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઓમકાર જાપનું પઠન કરવામાં આવ્યું હતું. પવિત્ર અગ્નિની સાક્ષીએ શંખનાદ, ડમરુના નાદ અને ઋષિ કુમારો દ્વારા સતત ઉચ્ચારાયેલા પવિત્ર ઓમકારના નાદ થી સમગ્ર વાતાવરણ આધ્યાત્મભર્યું બન્યું હતું. ઋષિકુમારો સાથે આ ઓમકારના પવિત્ર નાદમાં યાત્રાળુઓ પણ ભાવપૂર્વક જોડાયા હતા. મંત્રીઓએ પણ પ્રતિકરુપ શંખ વગાડી ઋષિ કુમારોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત, મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સહિત મહાનુભાવો પણ ઋષિ કુમારોની સાથે ઓમકાર જાપમાં બેસી શિવ ભક્તોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચને લઈ ઉત્સાહ, રોહિત શર્મા, કે.એલ. રાહુલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા

Read Full Story arrow_forward
Vadodara માં કાળમુખા ભારદારી વાહનોનો આતંક, 3 કલાકમાં બીજો અકસ્માત, એરપોર્ટ રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત
calendar_today January 8, 2026

Vadodara માં કાળમુખા ભારદારી વાહનોનો આતંક, 3 કલાકમાં બીજો અકસ્માત, એરપોર્ટ રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત

વડોદરા શહેરમાં છેલ્લા ગણતરીના કલાકોમાં જ બે ગંભીર અકસ્માત સર્જાયા છે. શહેરના એરપોર્ટ રોડ પર થયેલા ત્રીપલ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે.જ્યારે 3 વ્યક્તિને ઇજા પહોંચી છે.ટ્રકના ચાલકે અકસ્માત સર્જયો આ અકસ્માત ટ્રક, બાઈક અને કાર વચ્ચે સર્જાયો હતો. ટ્રકના ચાલકે અકસ્માત સર્જયો હોવાનું જાણવા મળે છે. અકસ્માતમાં અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વડસર રોડ પર પણ વડોદરા મનપાના ડમ્પરે સાયકલચાલકનો જીવ લીધો આજે સવારે શહેરના વડસર રોડ પર પણ વડોદરા મનપાના ડમ્પરે સાયકલચાલકનો જીવ લીધો હતો. વડસર રોડ પર મનપાના ડમ્પરચાલકે અકસ્માત સર્જતા રોડ પસાર કરતા સાયકલચાલક બાબુ સુરતીનું મોત થયું હતું. તે જીઆઇડીસીમાં નોકરી માટે જતા હતા ત્યારે ડમ્પરે તેમને અડફેટમાં લીધા હતા ટ્રાફિક પોલીસનો જાણે ડર જ ના હોય તેમ કાળમુખા ભારદારી વાહનો બેફામ ફરી રહ્યા છે શહેરમાં રોજ સતત અકસ્માતો વધી રહ્યા છે. ટ્રાફિક પોલીસનો જાણે ડર જ ના હોય તેમ કાળમુખા ભારદારી વાહનો બેફામ ફરી રહ્યા છે. ફુલ સ્પીડમાં ચાલી રહેલા ભારદારી વાહનો સામે અંકુશ મેળવાય તેવી માગ લોકો કરી રહ્યા છે. આ પણ વાંચો-----   Surat: જેલમુક્તિ પછી ડ્રગ્સ માફિયાનો ફિલ્મી તમાશો, ફટાકડા ફોડી, કારના કાફલા સાથે ઊજવણી કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Read Full Story arrow_forward