android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: પાટનગર નર્કનગર કેમ બન્યું: પાટનગર યોજના અને પાણી પુરવઠા બોર્ડ કેમ ચૂપ
calendar_today January 7, 2026

Gandhinagar: પાટનગર નર્કનગર કેમ બન્યું: પાટનગર યોજના અને પાણી પુરવઠા બોર્ડ કેમ ચૂપ

ગટર- પાણીની લાઈનો જે નવી નાંખવામાં આવી છે તેની ગુણવત્તા સામે પહેલેથી સવાલો ઉઠી રહ્યા છે. પાટનગર ગાંધીનગરને રોગચાળાના ખપ્પરમાં ધકેલનાર પાણી પુરવઠા બોર્ડ અને પાટનગર યોજના વિભાગ બંનેના કાન કોણ પકડશે.કારણકે શહેરમાં વગર ચોમાસે ટાઈફોઈડ ફાટી નીકળ્યો એ મહેરબાની આ બંને વિભાગોની છે તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્માર્ટ સિટી ગાંધીનગરમાં લોકોના નળમાંથી શુધ્ધ નહિ પણ દુષિત પાણી આવતું થયું છે. ગટર-પાણીનું સુદ્દઢીકરણ કરવામાં શહેરના નાગરિકોનું આરોગ્ય ખતરામાં મુકાઈ ગયું છે. શહેરની હાલની સ્થિતી જોઈને અંદરખાને આ બંને વિભાગો કદાચ પોતાના સુધી રેલો ના આવે એ માટે ભગવાનને ભજતા થઈ ગયા હશે. હકીકત તો એ છે કે, સ્માર્ટ સિટી ગાંધીનગરમાં ગટર-પાણીના જે કામો થયા છે, તે લેભાગુ છે. ગુણવત્તા ભરોસાપાત્ર નથી. પાણીના જોડાણોવાળી લાઈન બિલકુલ ઉપરછલ્લી જ નાંખવામાં આવી છે. પાણી-ગટરના કામોમાં ક્યાંય કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝર હાજર નથી રહ્યા તેવો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. પાટનગર યોજના અને પાણી પૂરવઠા બોર્ડ આ બંને વિભાગોએ જે કંઈ કૂટયું, હવે ભોગાવવાનું નાગરિકોએ આવ્યું છે. આ બંને વિભાગોએ ક્યારેય પોતે રોકેલી એજન્સીઓનો કાટલો પકડયો નથી. ક્યારેય કામનું મોનિટરીંગ કર્યું નથી. એજન્સી માથે ચડેલી હતી. કોન્ટ્રાક્ટર કોઈને ગાંઠતા ન હોવાની વ્યાપક ફરિયાદો હતી. ટાઈફોઈડના કેસોને લઈ સરકારને પણ પેટમાં ફાળ પડી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ગામડાઓની દૂષિત પાણી અને લીકેજની ફરિયાદો નજર અંદાજ ન કરવા તાકીદ
calendar_today January 7, 2026

Gandhinagar: ગામડાઓની દૂષિત પાણી અને લીકેજની ફરિયાદો નજર અંદાજ ન કરવા તાકીદ

ગાંધીનગર શહેરમાં રોગચાળાના કહેર વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્રને એલર્ટ કરી દેવાયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની લિકેજ કે દૂષિત પાણીની કોઈપણ ફરિયાદ સામે આવે તો તેને ગંભીરતાથી લઈને તાત્કાલિક ઉકેલ લાવવા માટે સૂચના અપાઈ છે. જેમાં ખાસ કરીને પાણીનું ક્લોરીનેશન વધારીને તે પિવાલાયક છે કે નહીં તે સુનિશ્ચિત કર્યા બાદ જ પાણી સપ્લાય આપવા સૂચના અપાઈ છે.ગાંધીનગર શહેરમાં પાણીના લિકેજ, દૂષિત પાણી સહિતની ફરિયાદોને તંત્ર દ્વારા નજરઅંદાજ કરી દેવાઈ હતી. જેને પગલે શહેરના કેટલાક ભાગમાં રોગચાળો ફેલાયો છે. દૂષિત પાણી પીવાને પગલે અનેક લોકો બિમારીના ખાટલે પડયાં છે. જેમાં સત્તાવાર આંકડા મુજબ ટાઈફોઈડ પોઝિટિવ દર્દીઓ 153 થઈ ગયા છે. આ સિવાય ટાઈફોઈડ જેવા લક્ષણો સાથે અનેકગણા દર્દીઓ સાવરાર માટે પહોંચી રહ્યાં છે. આવી શહેરમાં રોગચાળાની સ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ઉચ્ચકક્ષાએ ખાસ તાકીદ કરવામાં આવી છે. જેને પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થાનિક તંત્રને એલર્ટ કરી દેવાયું છે. ખાસ કરીને દૂષિત પાણી, લાઈન લિકેજ કે ગટરની સમસ્યાઓને નજરઅંદાજ ન કરતાં વહેલી તકે તેનો ઉકેલ લાવી દેવા માટે કહીં દેવાયું છે. જેને પગલે દૂષિત પાણીથી લોકો બિમાર પડે નહી અને રોગચાળા જેવી કોઈ સ્થિતિનું નિર્માણ થાય નહીં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: પામોલીન, કપાસિયા, સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સિંગતેલ બનાવવાના કેસમાં 7વર્ષે મુદ્દામાલનો નાશ
calendar_today January 7, 2026

Surendranagar: પામોલીન, કપાસિયા, સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સિંગતેલ બનાવવાના કેસમાં 7વર્ષે મુદ્દામાલનો નાશ

સુરેન્દ્રનગર એલસીબી ટીમે વર્ષ 2018માં વઢવાણ જીઆઈડીસીમાં ગાયત્રી એન્ટરપ્રાઈઝમાં રેડ કરી હતી. જેમાં પામોલીન, કપાસીયા અને સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સીંગતેલ બનાવવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે રૂ.4,32,600ના 309 તેલના ડબા જપ્ત કર્યા હતા. 7 વર્ષ બાદ સરકારી ખરાબામાં અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં 2018માં મોટાપાયે ડિસ્કો તેલનો કારોબાર ઝડપાયો હતો. 7 વર્ષ પહેલા ઝડપાયેલ આ તેલના મુદ્દામાલનો તા.7-1-26ના રોજ નાશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમને વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગાયત્રી એન્ટરપ્રાઈઝમાં પામોલીન, કપાસીયા અને સોયાબીન તેલમાં એસેન્સ નાંખી સીંગતેલ બનાવી અન્ય કંપનીઓના લેબલ લગાવી પેકિંગ થતું હોવાની માહિતી મળતા રેડ કરી હતી. જેમાં ઝડપાયેલા અલકાપુરી ચોકમાં રહેતા અરવિંદ મદનલાલ ભુતડાની પોલીસે પુછપરછ કરતા ડિસ્કો તેલનો સમગ્ર મામલો સામે આવ્યો હતો. આથી પોલીસે મામલતદાર, ફુડ વિભાગને ટીમ સાથે બોલાવ્યા હતા. તપાસ કરતા તેલમાં એસેન્સ નાંખી મહારાણી, તીન એક્કા, આસોપાલવ, ગોકુળ, રાજધાની ગોલ્ડ, દુલારી, કાઠીયાવાડ, રજવાડી, રાધિકા, ગાયત્રી, કેશર કંપનીના સ્ટીકરો લગાવાતા હતા. પોલીસને મોટી માત્રામાં આ સ્ટીકરો પણ મળી આવ્યા હતા. અરવિંદ ભુતડાની પૂછપરછ કરાતા આ એસેન્સ બનાસકાંઠા જિલ્લાના ડીસાની ઓમપાર્ક સોસાયટીમાં રહેતા નીલેશ રતિલાલ ચોખાવાળાએ આપ્યું હોવાનું જણાવ્યું હતું. આ એસેન્સ રૂ.7 હજારનું પ લીટર આવ્યું હતું. આથી પોલીસે પ્રજા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યાના ગુના સબબ અરવિંદ ભુતડા અને નીલેશ ચોખાવાળા સામે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી અને 309 તેલના ડબા કિંમત રૂ.4,32,600, એસન્સના 3 કેન કિંમત રૂ.21 હજાર, 2,891 તેલના ખાલી ડબા, 4500થી વધુ વિવિધ તેલની બ્રાન્ડના લેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward