android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad ના 5 લાખ વિદ્યાર્થીઓના સામૂહિક શપથ, મારો આનંદ કોઈનો જીવ ન લે, એ જ મારી ઉત્તરાયણ
calendar_today January 7, 2026

Ahmedabad ના 5 લાખ વિદ્યાર્થીઓના સામૂહિક શપથ, મારો આનંદ કોઈનો જીવ ન લે, એ જ મારી ઉત્તરાયણ

અમદાવાદમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પશુ-પક્ષીઓ અને માનવ જિંદગીની સુરક્ષા માટે એક ભવ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરના નવતર પ્રયોગ અંતર્ગત શહેરની વિવિધ શાળાઓના આશરે 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવવાના શપથ લીધા હતા. "મારો આનંદ કોઈનો જીવ ન લે, એ જ મારી ઉત્તરાયણ" ના સૂત્ર સાથે બાળકોએ જીવદયા અને સંવેદનાના પાઠ શીખ્યા હતા. આ સામૂહિક સંકલ્પ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં તહેવારની સાથે સામાજિક જવાબદારીનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ચાઇનીઝ દોરીને 'ના' આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખાસ કરીને જીવલેણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાનો અને પક્ષીઓના અવરજવરના સમયે એટલે કે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ઉડતા નિર્દોષ પક્ષીઓ દોરીથી ઘાયલ ન થાય તે માટે બાળકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ પક્ષીઓની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખશે. કલેક્ટર તંત્રના આ પ્રયાસને વાલીઓ અને શિક્ષણ જગતે બિરદાવ્યો છે, જેનો મુખ્ય હેતુ તહેવારના હર્ષોલ્લાસમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ પણ વાંચો : Rajkot HCG હોસ્પિટલ વિવાદમાં, તબીબી બેદરકારીથી યુવકના મોતનો પિતાએ લગાવ્યો ગંભીર આક્ષેપ

Read Full Story arrow_forward
Gandhinagar News : ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન ફેઝ-1 અને 2નું કામ પૂર્ણ, PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર રૂટની શરૂઆત કરાવશે
calendar_today January 7, 2026

Gandhinagar News : ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન ફેઝ-1 અને 2નું કામ પૂર્ણ, PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર રૂટની શરૂઆત કરાવશે

PM મોદી 12 જાન્યુઆરીએ રૂટને ખુલ્લો મુકશે અને PM મોદી રિવરફ્રન્ટથી મહાત્મા મંદિર સુધી સવારી કરશે અને મહાત્મા મંદિરથી ગાંધીનગર રેલવે સ્ટેશન જઇ શકાશે, ગાંધીનગર રેલવે સ્ટેશન જવા ખાસ કોરિડોર બનાવાયો છે અને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાની પ્રધાનમંત્રી કરાવશે શરૂઆત. મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝ 2 ના છેલ્લા ભાગનું પ્રધાનમંત્રી કરાવશે ઉદ્દઘાટન ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝ 2ના છેલ્લા ભાગનું પ્રધાનમંત્રી કરાવશે ઉદ્દઘાટન અને ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધીનો ફેઝ ખુલો મુકાશે અને 12 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટથી મેટ્રોમાં મુસાફરી કરીને મહાત્મા મંદિર સ્ટેશન પર પહોંચશે, સચિવાલયથી મહાત્મા મંદિર નો 5.36 કિમી નો મેટ્રો ફેઝ શરૂ થશે જેમાં સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલ, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર રૂટ રહેશે, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન પણ જઈ શકાશે. રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડવવામાં આવતી મેટ્રો રેલને વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16 અને સેક્ટર-24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ થઈ છે. આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી – CMRS સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે અને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે. આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની ચરસના કેસમાં ધરપકડ, SOG પોલીસે શૈલેષસિંહ ચૌહાણને ઝડપી પાડયો

Read Full Story arrow_forward
Ahmedabad News: 50 લાખના ડ્રગ્સ સાથે તોસિફ અહેમદ ઝડપાયો
calendar_today January 7, 2026

Ahmedabad News: 50 લાખના ડ્રગ્સ સાથે તોસિફ અહેમદ ઝડપાયો

અમદાવાદ શહેરમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે અભિયાન તેજ કર્યું છે. અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ઝોન-7 LCB (Local Crime Branch) ની ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ડ્રગ્સના પેડલરને કરોડોની કિંમતના નશાકારક પદાર્થ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.ડિલિવરી કરવા નીકળે તે પહેલા જ પોલીસની જાળમાં ફસાયો ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેર ઝોન-7 LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ જુહાપુરા વિસ્તારમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈને ડિલિવરી આપવા માટે નીકળવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં પસાર થતા તોસિફ અહેમદ નામના શખ્સને અટકાવ્યો હતો. 50 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત પોલીસે જ્યારે તોસિફ અહેમદની તલાશી લીધી ત્યારે તેના પાસેથી અંદાજે 50 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. LCB દ્વારા ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી પેડલરની ધરપકડ કરી લેવામાં આવી છે. મુખ્ય સપ્લાયર કોણ? તપાસ તેજ તોસિફ અહેમદ ડ્રગ્સની ડિલિવરી કોને આપવાનો હતો અને આ જથ્થો તેને ક્યાંથી મેળવ્યો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ એક મોટા ડ્રગ નેટવર્કનો હિસ્સો હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસ હવે તોસિફના મોબાઈલ રેકોર્ડ અને જૂના ગુનાહિત ઇતિહાસને પણ તપાસી રહી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ડ્રગ્સના દૂષણને રોકવા માટે ઝોન-7 LCB ની આ કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે. આ પણ વાંચો - Ahmedabad ના 5 લાખ વિદ્યાર્થીઓના સામૂહિક શપથ, મારો આનંદ કોઈનો જીવ ન લે, એ જ મારી ઉત્તરાયણ

Read Full Story arrow_forward