android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ, ધાનેરા પંથક ચેપગ્રસ્ત જાહેર થવાની સંભાવના
calendar_today January 7, 2026

Banaskantha News : બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ, ધાનેરા પંથક ચેપગ્રસ્ત જાહેર થવાની સંભાવના

બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના 9 કેસ નોંધાયા છે અને ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે કર્યુ નિરીક્ષણ, છેલ્લા 3 માસથી સતત કેસો વધતા તપાસ કરાઇ છે અને ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરાઇ છે, ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે, આરોગ્ય વિભાગે હાઉસ ટુ હાઉસ સરવે કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ વધ્યા બનાસકાંઠાના ધાનેરામાં ઓરીની બિમારી વકરી રહી છે, સ્થાનિક આરોગ્ય વિભાગે આ મામલે તપાસ કરી હતી અને ગાંધીનગર આરોગ્ય વિભાગને જાણ કરી હતી જેના કારણે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરી હતી, આરોગ્ય વિભાગે જે લોકોને ઓરીનો ચેપ લાગ્યો છે તે લોકોને જાણ કરી હતી અને કહ્યું હતુ કે આ ચેપી રોગ છે જેથી સાચવવું અને કોઈ અંધશ્રધ્ધામાં પડવું નહી, જોકે, ગ્રામીણ વિસ્તારોમાં ઓરીને માતાજી પધાર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.ઓરીનું ઉત્તમ લક્ષણ ત્વચા પર ફોલ્લીઓ છે ઓરીના ફોલ્લીઓ સામાન્ય રીતે લાલ, ખંજવાળવાળું બમ્પ્સ હોય છે જે સાત દિવસ સુધી ટકી શકે છે. ઓરીના અન્ય લક્ષણોમાં તાવ, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા, વહેતું નાક, ઉધરસ, ગળામાં દુખાવો, સ્નાયુમાં દુખાવો, લાલ આંખો, મોઢામાં સફેદ ફોલ્લીઓનો સમાવેશ થાય છે. ચિકનપોક્સનું વ્યાપક લક્ષણ એ ફોલ્લીઓ છે. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં રૂ.7.24 કરોડના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓ-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું મંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું

Read Full Story arrow_forward
Surat માં ફરી ‘મોતનું કાવતરું’, ડ્રેનેજ લાઈનમાં ઝેરી કેમિકલ ઠાલવતા બે ટેન્કર રંગેહાથ ઝડપાયા
calendar_today January 7, 2026

Surat માં ફરી ‘મોતનું કાવતરું’, ડ્રેનેજ લાઈનમાં ઝેરી કેમિકલ ઠાલવતા બે ટેન્કર રંગેહાથ ઝડપાયા

સુરત શહેરમાં ફરી એકવાર પર્યાવરણ અને જન આરોગ્ય સાથે ચેડાં કરવાનું મોટું કાવતરું સામે આવ્યું છે. દહેજ અને પાનોલીની ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતું અત્યંત ઝેરી કેમિકલ સુરતની ડ્રેનેજ લાઈનોમાં ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવી રહ્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) એ બાતમીના આધારે દરોડા પાડીને કેમિકલથી ભરેલા બે મોટા ટેન્કર ઝડપી પાડ્યા છે. આ ટેન્કરોમાં આશરે 27 ટન અને 23 ટન જેટલો ઝેરી કેમિકલનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે, જે શહેરની ગટર લાઈનમાં વહાવી દેવાની પેરવી કરવામાં આવી રહી હતી.જૂની દુર્ઘટનામાંથી પાઠ ન શીખ્યા? નોંધનીય છે કે, સુરતમાં ભૂતકાળમાં પણ આ પ્રકારે ગેરકાયદે કેમિકલ ઠાલવવાને કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમ છતાં, કેમિકલ માફિયાઓ આર્થિક ફાયદા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. GPCB એ બંને ટેન્કરો જપ્ત કરી તેના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. આ કેમિકલ કઈ કંપનીનું છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તે દિશામાં હાલ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Banaskantha News : ડીસામાં રોડ મુદ્દે જનઆક્રોશ, દબાણો હટાવ્યા વિના કામ શરૂ કરતા 11 સોસાયટીના રહીશો લાલઘૂમ

Read Full Story arrow_forward
Surendranagar News : સુરેન્દ્રનગર તાલુકા કક્ષાનો “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ 28 જાન્યુઆરીનાં રોજ યોજાશે
calendar_today January 7, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર તાલુકા કક્ષાનો “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ 28 જાન્યુઆરીનાં રોજ યોજાશે

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૦ સુધીમાં swagat.gujarat.gov.in વેબ સાઈટ પર સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આવેલી અરજીઓ "ફરિયાદ નિવારણ કાર્યક્રમ"માં સમાવિષ્ટ કરવામાં આવશે નહી. તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે જે રજુઆતો નીચલી કક્ષાએ વારંવાર થઈ હોય અને તેનું નિરાકરણ થઈ આવતું ન હોય તેવી અરજીઓ આ કાર્યક્રમમાં સમાવેશ કરવાની થતી હોવાથી જે તે સબંધિત કચેરી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ ન હોય તો તેના આધારો સાથે ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરી તે તમામ આધારોની પી.ડી.એફ. ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે. અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકાશે. બે કરતા વધુ પ્રશ્નો રજૂ થશે તો તેવા પ્રસંગે ફકત પ્રથમ રજૂ થયેલા બે પ્રશ્નો જ માન્ય ગણાશે. અરજદારે ઓનલાઈન અરજી કરી હોય તે તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે. આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. વધુમાં, તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્યઓ ન હોય તેવી, નામ, સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા સુરેન્દ્રનગર શહેર મામલતદાર આર.કે.પંચાલની યાદીમાં જણાવાયું છે. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ, ધાનેરા પંથક ચેપગ્રસ્ત જાહેર થવાની સંભાવના

Read Full Story arrow_forward