android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :   અમદાવાદના દાણીલીમડામાં મારામારી કરનારા પાંચ આરોપીઓ પકડાયા, લગ્ન પ્રસંગમાં બૂમ પાડવા બાબતે ઠપકો આપતા તોડફોડ કરી હતી
calendar_today January 6, 2026

Gujarat Latest News Live : અમદાવાદના દાણીલીમડામાં મારામારી કરનારા પાંચ આરોપીઓ પકડાયા, લગ્ન પ્રસંગમાં બૂમ પાડવા બાબતે ઠપકો આપતા તોડફોડ કરી હતી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Kutchના નખત્રાણામાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ, સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
calendar_today January 6, 2026

Kutchના નખત્રાણામાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ, સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં પોલીસ પ્રશાસન દ્વારા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તાલુકાના સુખપર (વિરાણી) ગામે સરકારી જમીન પર વર્ષોથી જમાવેલું ગેરકાયદેસર દબાણ પોલીસ અને વહીવટી તંત્રએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને દૂર કર્યું છે. આ દબાણ કુખ્યાત આરોપી વાઘજી મૂળજી પારધી દ્વારા કરવામાં આવ્યું હતું. આરોપીએ સુખપર ગામની કિંમતી સરકારી જમીન પચાવી પાડી હતી.આરોપી વાઘજી પારધીના ગેરકાયદે દબાણ દૂરનખત્રાણા પોલીસે આ અસામાજિક તત્વ વિરુદ્ધ કડક વલણ અપનાવીને દબાણ તોડી પાડવાની કાર્યવાહી કરી હતી. આ કામગીરીથી સમગ્ર પંથકમાં દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમે જેસીબી મશીનોની મદદથી કુલ 3 એકર જમીન પરના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કર્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, ખુલ્લી કરાવવામાં આવેલી આ સરકારી જમીનની અંદાજિત કિંમત રૂ.6,55,614 જેટલી થાય છે. નખત્રાણા સુખપર ગામે ગેરકાયદે દબાણ દૂરનખત્રાણા પોલીસની આ સફળ કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ સરકારી જમીન પચાવી પાડનારા તત્વો સામે આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gir Somnath News : તાલાલામાં ટ્રિપલ અકસ્માત, વાહનોના કુરચા બોલી ગયા, 3ના કમકમાટીભર્યા મોત
calendar_today January 6, 2026

Gir Somnath News : તાલાલામાં ટ્રિપલ અકસ્માત, વાહનોના કુરચા બોલી ગયા, 3ના કમકમાટીભર્યા મોત

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સુરવા-માધુપુર રોડ પર આજે એક અત્યંત હૃદયદ્રાવક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માત એક છકડો રીક્ષા, આઇસર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો કુરચો બોલી ગયો હતો અને તેમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં મૃતદેહોને વાહનોમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.તાલાલા પંથકમાં ગમગીની ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતને પગલે હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પૂરપાટ ઝડપે આવી રહેલા વાહનોના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. એક જ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થતા સ્થાનિક પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત માટે જવાબદાર વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. આ પણ વાંચો : Palanpur News : શિક્ષક વિદાય લેતા આખું ગામ રડી પડ્યું, ગુરુ-શિષ્યના અતૂટ પ્રેમનો હૃદયસ્પર્શી વીડિયો વાયરલ

Read Full Story arrow_forward