android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના પલસાણામાં કથા સાંભળી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત; એક મહિલાનું મોત, 14 લોકો ઈજાગ્રસ્ત
calendar_today January 4, 2026

Suratના પલસાણામાં કથા સાંભળી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત; એક મહિલાનું મોત, 14 લોકો ઈજાગ્રસ્ત

સુરતના સચિન વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પલસાણામાં ધાર્મિક કથા સાંભળીને ખુશી-ખુશી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓનો ટેમ્પો અકસ્માતનો ભોગ બનતા એક મહિલાએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક લોકો લોહીલુહાણ થયા છે. ટેમ્પોમાં સવાર કેટલાક લોકો પલસાણા ખાતે આયોજિત કથામાં ગયા હતા. કથા પૂર્ણ કરીને જ્યારે તેઓ ટેમ્પો દ્વારા પરત ફરી રહ્યા હતા, ત્યારે સચિન ચેકપોસ્ટ પાસે એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી.ટેમ્પોમાં સવાર લોકો પલસાણા કથામાં ગયા હતાટક્કર એટલી ભયાનક હતી કે ટેમ્પો રસ્તા પર પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ૨૭ વર્ષીય નીરૂબેન રાજેશભાઈ પ્રજાપતિનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર અન્ય 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી બે વ્યક્તિઓની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાહોસ્પિટલ ખાતે હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. કથામાંથી પરત ફરતી વખતે સર્જાયેલી આ કાળમુખી ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સચિન પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: 1500 કરોડના જમીન કૌભાંડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા
calendar_today January 4, 2026

Surendranagar: 1500 કરોડના જમીન કૌભાંડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા

1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ કરાયા છે. બીજી જાન્યુઆરીએ ઈડીએ તેમની ધરપકડ કરી હતી. ઈડીએ રાજેન્દ્ર પટેલને સાંજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા.જો કે કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમનો સરકારી આવાસ પણ ખાલી કરવામાં આવ્યો છે. બંગલામાંથી ટ્રક ભરીને સામાન ખાલી કરવામાં આવ્યો છે. ઈડીએ સરકારી આવાસમાંથી સર્ચ કર્યા બાદ ફાઈલો જપ્ત કરી હતી. સામાન્ય વહિવટ વિભાગે પણ તેમનો સસ્પેન્સન ઓર્ડર જાહેર કર્યો આજે સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલનો બંગલો ખાલી કરવામાં આવ્યો હતો. ટ્રક ભરીને બંગલામાંથી સામાન ભરીને લઈ જવાયો હતો. બીજી તરફ ઈડી દ્વારા ધરપકડ થયા બાદ કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે સામાન્ય વહિવટ વિભાગે પણ તેમનો સસ્પેન્સન ઓર્ડર જાહેર કર્યો હતો. જેથી તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે.  સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરને દિલ્હી લઇ જવાય તેવી શક્યતા બીજી તરફ કલેક્ટરને દિલ્હી લઈ જવાય તેવી શક્યતાઓ રહેલી છે. લાંચના પૈસાને લઈને વધુ ખુલાસા સામે આવી શકે છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની નજીકમાં રહેલા અધિકારીઓની પૂછપરછ પણ કરવામાં આવશે.ઈડીની બે ટીમો હાલમાં સુરેન્દ્રનગરમા તપાસ કરી રહી છે. આ કેસમાં રેસિડેન્સ એડિશ્નલ કલેક્ટર આર.કે. ઓઝા સહિત સાત અધિકારીઓને સમન્સ મળી શકે છે. લાંચના પૈસા કોને આપતા અને ક્યાં રોકણ થતું તેની પણ તપાસ કરાશે.  આ પણ વાંચોઃ Mehsana: લગ્ન નોંધણીના કાયદામાં સુધારો નહીં આવે તો પાટીદાર અનામત આંદોલન કર્યું તેવું આંદોલન કરીશું

Read Full Story arrow_forward
Surat: હોસ્પિટલમાં ડ્યુટીના લિસ્ટ બાબતે ઝઘડો થતા હેડ નર્સનો આપઘાત, ઓપરેશન થિયેટરમાં ફોર્માલિન પી જીવન ટૂંકાવ્યું
calendar_today January 4, 2026

Surat: હોસ્પિટલમાં ડ્યુટીના લિસ્ટ બાબતે ઝઘડો થતા હેડ નર્સનો આપઘાત, ઓપરેશન થિયેટરમાં ફોર્માલિન પી જીવન ટૂંકાવ્યું

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી જનની ગાયનેક હોસ્પિટલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હોસ્પિટલના સ્ટાફની ડ્યુટી ફાળવવા જેવી સામાન્ય બાબતે થયેલા આંતરિક ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા, વર્ષોનો અનુભવ ધરાવતા સિનિયર નર્સે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જ ઝેરી કેમિકલ પીને આત્મહત્યા કરી લીધી છે.સાથી કર્મચારીઓ સાથે થયો હતો વિવાદમળતી માહિતી મુજબ, પાલ વિસ્તારના સુડા આવાસમાં રહેતા 45 વર્ષીય અમિષાબેન હેમંતભાઈ શર્મા છેલ્લા સાડા ત્રણ વર્ષથી જનની ગાયનેક હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ઓપરેશન થિયેટરના ઇન્ચાર્જ હોવાની સાથે સ્ટાફની ડ્યુટીનું લિસ્ટ પણ તૈયાર કરતા હતા. તાજેતરમાં તેમણે બનાવેલા ડ્યુટી લિસ્ટને લઈ સાથી કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કર્મચારીઓએ ડ્યુટી બરાબર ફાળવી ન હોવાના આક્ષેપો કરતા અમિષાબેનને અત્યંત માઠું લાગી આવ્યું હતું.ઓપરેશન થિયેટરમાં જ લીધો અંતિમ નિર્ણયઝઘડાથી વ્યથિત થયેલા અમિષાબેને આવેશમાં આવી ઓપરેશન થિયેટરમાં જઈ તબીબી સાધનોને સાફ કરવા માટે વપરાતા 'ફોર્માલિન' નામનું ઝેરી કેમિકલ પી લીધું હતું. કેમિકલ પીધા બાદ તેમણે ખાલી બોટલ સ્ટાફ તરફ ફેંકી હતી, જેથી અન્ય કર્મચારીઓને ઘટનાની જાણ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.પરિવારમાં એકની એક પુત્રી નોંધારી બનીઅમિષાબેનના પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. તેઓ તેમની એકમાત્ર પુત્રી સાથે રહેતા હતા અને ઘરની જવાબદારી સંભાળતા હતા. માતાના અકાળે અવસાનથી પુત્રીએ છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ પણ વાંચો: આઈસરમાં ચોરખાનું બનાવી થતી દારૂની હેરાફેરી ઝડપાઈ, 4944 બોટલ સાથે 22.28 લાખનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward