android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mount Abuમાં કડકડતી ઠંડીનો ચમકારો, મેદાનો અને વાહનો પર બરફના થર જામ્યા, જુઓ Video
calendar_today January 4, 2026

Mount Abuમાં કડકડતી ઠંડીનો ચમકારો, મેદાનો અને વાહનો પર બરફના થર જામ્યા, જુઓ Video

આજે લઘુત્તમ તાપમાન શીત બિંદુ નજીક રહેવાની શક્યતા છે અને આબુમાં ઠંડી વધતા તાપણાનો સહારો લોકો લઈ રહ્યાં છે, વાહનો અને મકાનો પર જામી બરફની પતલી પરત. બીજી તરફ આબુનું તાપમાન શૂન્ય તરફ પહોંચી રહ્યું છે. માઉન્ટ આબુ, અરવલ્લી પર્વતમાળાનું ઊંચું પ્રવાસન શહેર, હાલમાં શીત લહેરની ઝપેટમાં છે. ​આબુમાં જોરદાર ઠંડીનો માહોલ રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ તેની સુંદરતા અને ઠંડા વાતાવરણ માટે જાણીતું છે. નીચા તાપમાનને કારણે અહીંનું વાતાવરણ વધુ આહલાદક બન્યું છે, આબુમાં દર શિયાળામાં તાપમાન માઈનસમાં પહોંચે છે અને આવા સમયે પ્રવાસીઓ ઠંડીનો અનુભવ લેવા માટે પણ આબુ પહોંચતા હોય છે. આ પણ વાંચો : Kheralu Nagarik Bankની ચૂંટણી મોકૂફ રાખવાની નોટિસથી મોટી ઉથલપાથલ, 12 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાવાની હતી, જુઓ Video

Read Full Story arrow_forward
Dwarkaના ભાણવડના યુવકને વિદેશ જવાની ઘેલછા ભારે પડી, દીપક ચાવડા અર્મેનિયામાં ફસાયો
calendar_today January 4, 2026

Dwarkaના ભાણવડના યુવકને વિદેશ જવાની ઘેલછા ભારે પડી, દીપક ચાવડા અર્મેનિયામાં ફસાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રહેતા એક યુવક માટે વિદેશ જઇને કમાવવાનું સપનું ભારે પડ્યુ છે. ભાણવડના પાછતર ગામના દીપક ચાવડા નામનો યુવક હાલ અર્મેનિયા દેશમાં ફસાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. એજન્ટ દ્વારા આપવામાં આવેલી લાલચ અને ત્યારબાદ થયેલી છેતરપિંડીએ યુવકને મજબૂર કરી દીધો છે. વતન જવાનું સપનું ભારે પડ્યુંમળતી માહિતી પ્રમાણે દીપક ચાવડાએ સારા ભવિષ્યની શોધમાં વિદેશ જવાનું નક્કી કર્યુ હતુ. જેના કારણ તેણે ધવલ રામકબીર નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે દીપકને અર્મેનિયા મોકલવા અને ત્યાં સારી નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. આ કામ માટે એજન્ટે દીપક પાસેથી કુલ 2.70 લાખ રૂપિયા પડાવ્યા હતા.જ્યારે દીપક અર્મેનિયા પહોંચ્યો અને ત્યાંની વરવી વાસ્તિવકતા સમજાઇ ત્યારે એજન્ટ દ્વારા આપવામાં આવેલા વચનો અને વાયદા પોકળ સાબિત થયા હતા. એજન્ટે મદદ કરવાની પાડી ના યુવક જ્યારે અર્મેનિયા પહોંચ્યો અને તેની પાસે રહેલા પૈસા ખર્ચાઇ ગયા અને હવે તેની પાસે પરત આવવા માટે પણ પૂરતી વ્યવસ્થા નહોતી. દીપકનો આરોપ છે કે એજન્ટ ધવલે તેની પાસેથી લાખો રૂપિયા લીધા હોવા છતાં તેને કોઇ પણ પ્રકારની મદદ કરવામાં આવી નથી અને હવે તે પૈસા પણ પરત આપવાની ના પાડી રહ્યો છે. પરિવારમાં ચિંતા વતનમાં રહેલા દીપકના પરિવારજનો અત્યારે ભારે ચિંતામાં મુકાયા છે. દીપકે આર્મેનિયાથી વીડિયો અથવા સંદેશા મારફતે પોતાની આપવીતી જણાવી છે અને ભારત સરકાર તેમજ સ્થાનિક તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે. એજન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દીપક સુરક્ષિત રીતે વતન પરત ફરે તેવી માંગ ઉઠી છે. આ પણ વાંચોઃ બાળકોમાં કુપોષણને લઇ DyCMએ વ્યક્ત કરી ચિંતા, તબીબોને કહ્યું, કુપોષણ પર કરો કામ

Read Full Story arrow_forward
Gandhinagar News : ખેડૂતો માટે રાહતના સમાચાર, જમીન રી-સર્વે ક્ષતિ સુધારણાની મુદતમાં મોટો વધારો
calendar_today January 4, 2026

Gandhinagar News : ખેડૂતો માટે રાહતના સમાચાર, જમીન રી-સર્વે ક્ષતિ સુધારણાની મુદતમાં મોટો વધારો

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રી-સર્વે પ્રમોલગેશન સંદર્ભે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અનેક ખાતેદારોએ અગાઉ થયેલા જમીન રી-સર્વેમાં ક્ષતિઓ હોવાની વ્યાપક ફરિયાદો કરી હતી અને આ ભૂલો સુધારવા માટે મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે ક્ષતિ સુધારણા અરજી કરવાની અંતિમ તારીખમાં વધારો કર્યો છે. હવે ખાતેદારો પોતાની જમીન સંબંધિત માપણી કે અન્ય ક્ષતિઓ સુધારવા માટે 31 ડિસેમ્બર 2026 સુધી અરજી કરી શકશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતો અને જમીન માલિકોને મોટી રાહત મળી છે.રી-સર્વે ક્ષતિ સુધારણા મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. અગાઉ આ સમયમર્યાદા ટૂંકી હોવાને કારણે ઘણા ખાતેદારો અરજી કરવામાંથી વંચિત રહી ગયા હતા અથવા તેમની પ્રક્રિયા અધૂરી હતી. નવી સમયમર્યાદા મળવાથી હવે વહીવટી તંત્રને પણ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવાની પૂરતી તક મળશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન રેકોર્ડને વધુ સચોટ બનાવવાનો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો છે. ખાતેદારો હવે નિયત નમૂનામાં ઓનલાઇન કે ઓફલાઇન માધ્યમથી પોતાની વાંધા અરજીઓ રજૂ કરી શકશે. આ પણ વાંચો : Valsad માં AAP સાફ!, ડાંગ સાંસદ ધવલ પટેલે કહેલું પાળ્યું, 400 કાર્યકરો કેસરીયા કર્યા

Read Full Story arrow_forward