android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
calendar_today January 2, 2026

Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. EDએ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ઉલ્લેખનિય છે કે રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર હતા જ્યારે જમીન કૌંભાડ સર્જાયું હતું.EDની ટીમ રાજેન્દ્ર પટેલને લઇને સ્પેશિયલ કોર્ટમાં આવી હતી EDની ટીમ રાજેન્દ્ર પટેલને લઇને સ્પેશિયલ કોર્ટમાં આવી હતી અને પૂછપરછ સહિતની તપાસ માટેની કાનૂની કાર્યવાહી શરુ કરી હતી. ઉલ્લેખનિય છે કે તત્કાલિન કલેક્ટર પર જમીન સંબંધિત ગેરકાયદેસર કામગીરીના અનેક મુદ્દા સામે આવ્યા છે. મોબાઈલ ડીકોડ કરવાની જરૂર જપ્ત કરાયેલા મોબાઈલ ડીકોડ કરવાની જરૂર છે તો 2 ફોન સાથે 12 ઇલેક્ટ્રોનિક ડીવાઈસ રિકવર કરાયા છે. તપાસ માટે આઇપેડ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઇવ જપ્ત કરાઇ છે. ઉપરાંત ઇડીને લેપટોપ સહિત જપ્ત કરાયેલો મુદ્દામાલ ડીકોડની જરૂર છે. લાંચ માટે રૂ.5 - 10 પ્રતિ સ્કેવર મીટર ચાર્જ ફીક્સ હતો તપાસમાં ઘટસ્ફોટ થયો કે લાંચ માટે રૂ.5 - 10 પ્રતિ સ્કેવર મીટર ચાર્જ ફીક્સ હતો. કાર્યકાળ દરમ્યાન 10 કરોડથી વધુના ભ્રષ્ટાચારની શંકા છે અને તપાસ દરમ્યાન આરોપીનો રોલ સામે આવ્યો છે. ચેતન કણજારીયાએ રૂ.65 લાખ મોરીને ચૂકવ્યાની કબૂલાત કરી છે તો મોરીએ કબૂલાત કરી કે લાંચની 50 ટકા રકમ કલેક્ટરને ચૂકવાતી હતી. આ પણ વાંચો----   Vadodara: નામચીન બુટલેગર અશોક બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ઘાયલ અવસ્થામાં કોર્ટમાં લવાયો

Read Full Story arrow_forward
Surat વેસુ હિટ એન્ડ રન: BMW ચાલક બીજા નબીરાની ધરપકડ
calendar_today January 2, 2026

Surat વેસુ હિટ એન્ડ રન: BMW ચાલક બીજા નબીરાની ધરપકડ

સુરતના વેસુ વિસ્તારમાં રફતારના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માત મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે હવે બીજી લક્ઝુરિયસ કારના ચાલકની પણ ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં એક નિર્દોષ પરિવાર ભોગ બન્યો હતો, જેમાં બે માસનું માસૂમ બાળક પણ ફંગોળાઈ ગયું હતું. અગાઉ આ કેસમાં BE-6 કારના ચાલક મંથન પટેલની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે BMW કાર ચાલકની ધરપકડ કરીહવે પોલીસે આ રેસમાં સામેલ બીજી BMW કારના ચાલક ઝલક નકુમની પણ સત્તાવાર ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે બંને કાર ચાલકો વચ્ચે રસ્તા પર રેસ ચાલી રહી હતી, જેના કારણે આ હોનારત સર્જાઈ હતી. પોલીસ હવે આ બંને નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.પોલીસે બંને કાર ચાલક સામે તપાસ શરૂ કરીતપાસ દરમિયાન નીચે મુજબના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે: સ્પીડ લિમિટ: અકસ્માત સમયે કારની ચોક્કસ ગતિ કેટલી હતી તેની ટેકનિકલ તપાસ થશે. CCTV ફૂટેજ: રસ્તા પરના સીસીટીવી ફૂટેજ દ્વારા રેસિંગના પુરાવા એકત્ર કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન: ટ્રાફિકના કયા કયા નિયમો તોડવામાં આવ્યા છે તેની વિગતો મેળવી ગુનો મજબૂત કરવામાં આવશે. સુરત પોલીસે બંને કાર ચાલકોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સુરતના શાંત વિસ્તારોમાં રાત્રિના સમયે રેસિંગ કરતા નબીરાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: અમરોલીમાં ચાલુ સીટી બસમાં અચાનક આગ, બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા, તમામનો આબાદ બચાવ
calendar_today January 2, 2026

Surat: અમરોલીમાં ચાલુ સીટી બસમાં અચાનક આગ, બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા, તમામનો આબાદ બચાવ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક મોટી દૂર્ઘટના ટળી હતી, જ્યાં ચાલુ સીટી બસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ વિસ્તારમાં *અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાના સમયે બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાના સમયે બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા. આગ લાગ્યાની જાણ થતાં જ બસમાં સવાર તમામ મુસાફરો સમયસર જીવ બચાવી બસમાંથી નીચે ઉતરી ગયા જેથી કોઈ જાનહાની થઈ નથી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે સીટી બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ જો કે, આગના કારણે સીટી બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક પર પણ અસર પડી હતી. આ પણ વાંચો----    Vadodara: નામચીન બુટલેગર અશોક બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ઘાયલ અવસ્થામાં કોર્ટમાં લવાયો

Read Full Story arrow_forward