android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: રિક્ષામાં યુવકનું અપહરણ કરાયા બાદ જૂની અદાવતમાં તેને પાઇપ-ઈંટથી ઢોર માર માર્યો, મુખ્ય આરોપી ધરપકડ
calendar_today January 2, 2026

Vadodara: રિક્ષામાં યુવકનું અપહરણ કરાયા બાદ જૂની અદાવતમાં તેને પાઇપ-ઈંટથી ઢોર માર માર્યો, મુખ્ય આરોપી ધરપકડ

વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા આકાશ સોનવણે નામના યુવકનું 31 ડિસેમ્બરના રોજ 6 શખસે રિક્ષામાં અપહરણ કરી તેને આરોપીઓએ વાઘોડિયા રોડ પર જંગલ જેવા વિસ્તારમાં લઈ જઈને પાઇપો, ઈંટો અને ધોકા વડે ઢોર માર માર્યો હતો.  આ મામલે આકાશ સોનવણેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત 31 ડિસેમ્બરના રોજ તેને 6 શખ્સોએ રિક્ષામાં બળપૂર્વક બેસાડી વાઘોડિયા રોડ નજીક જંગલ જેવા વિસ્તારોમાં લઇ જઈ પાઇપો અને ઈંટોથી માર માર્યો હતો. આ ઘટના પાછળ જૂની અદાવતનો મુદ્દો હોવાનું જાણવા મળ્યું છે.મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ મકરપુરા પોલીસના જણાવ્યા મુજબ, આકાશની ફરિયાદના આધારે ગતરોજ મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. 2 જાન્યુઆરીએ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું. બાકીના શખ્સોની શોધખોળ ચાલી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મિત્રોની મદદથી મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો આકાશ સોનવણેએ જણાવ્યું કે જ્યારે હું બહાર ઊભો હતો ત્યારે એક અજાણ્યા છોકરાએ મને બોલાવીને રિક્ષામાં બેસાડ્યો, અને મને વાઘોડીયા રોડ બાજુ ખંડેર જેવા મકાનમાં લઇ ગયા હતા અને ત્યાં બીજા ત્રણ-ચાર લોકો ભેગા થઈ ગયા અને પાઇપના ફટકા મારી માર માર્યો હતો. હું ભાન આવતા હું હાઇવે સુધી પહોંચ્યો અને મિત્રોની મદદથી મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં ફરિયાદ નોંધાવી અને સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો આ મામલે ગુનો નોંધાયો છે અને તપાસ ચાલુ મકરપુરા પોલીસના એસીપી પ્રણવ કટારીયાના જણાવ્યા પ્રમાણે, પ્રિન્સ ચૌહાણ અને તેના ભાઇએ આકાશને કપુરાઇ ચોકડી હાઈવે નજીક અવાવરુ મકાનમાં લઈ જઈ પાઇપથી માર માર્યો હતો. ઘટનાસ્થળે પ્રિન્સની માતા અને અન્ય 2 શખ્સો હાજર હતા. આ મામલે ગુનો નોંધાયો છે અને તપાસ ચાલુ છે.આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
Zohran Mamdani Umar Khalid News: 'ભારતને તોડવાની વાત કરનારાઓ સાથે આટલી સહાનુભૂતિ કેમ?' સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સ ઝોહરાન મમદાનીને પૂછી રહ્યા છે સવાલ
calendar_today January 2, 2026

Zohran Mamdani Umar Khalid News: 'ભારતને તોડવાની વાત કરનારાઓ સાથે આટલી સહાનુભૂતિ કેમ?' સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સ ઝોહરાન મમદાનીને પૂછી રહ્યા છે સવાલ

ન્યુયોર્ક શહેરનું સંચાલન કરવાને બદલે, તેઓ દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ માટે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. ઝોહરાન મમદાની સામે રોષ વિશ્વના સૌથી શક્તિશાળી શહેર ન્યૂ યોર્કના મેયરનું પદ સંભાળતી વખતે વ્યક્તિની પ્રાથમિકતા શું હોવી જોઈએ? સબવેમાં વધી રહેલા ગુના? બેઘરતાની સમસ્યા? કે શહેરની ભાંગી પડેલી અર્થવ્યવસ્થા? પરંતુ આ મુદ્દાઓ નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાની માટે અપ્રસ્તુત લાગે છે. શપથ લીધા પછી તરત જ, તેમનું હૃદય ન્યૂ યોર્કના નાગરિકો માટે નહીં, પરંતુ દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ માટે ધબકે છે. એક દ્વેષપૂર્ણ કાર્યસૂચિનો સૈનિક પ્રશ્ન એ છે કે: દિલ્હી રમખાણોમાં માર્યા ગયેલા હિન્દુઓ માટે મમદાનીના હૃદયમાં દુ:ખ કેમ ન થયું? તે રમખાણોમાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓ માટે તેમનું હૃદય કેમ ન ધબક્યું? તેમની સહાનુભૂતિ ફક્ત એક ચોક્કસ સમુદાય અને એક ચોક્કસ વિચારધારાના સભ્યો માટે જ કેમ અનામત છે? આ પસંદગીયુક્ત સક્રિયતા સાબિત કરે છે કે મમદાનીના ન્યાયના ચેમ્પિયન નથી, પરંતુ એક ચોક્કસ દ્વેષપૂર્ણ કાર્યસૂચિના ચેમ્પિયન છે. ઇસ્લામિક ઉગ્રવાદનો નવો ચહેરો? સોશિયલ મીડિયા પર લોકો ઝોહરાન મમદાનીના પ્રત્યે અત્યંત આક્રમક છે અને તેમના ભૂતકાળના રેકોર્ડમાં ખોદકામ કરી રહ્યા છે. સાર્થક ભગત નામના યુઝરે 'X' પર તેમના એજન્ડાનો પર્દાફાશ કર્યો. સાર્થક લખે છે, ઝોહરાન મમદાનીએ એક વકીલને ન્યૂ યોર્ક શહેરના ટોચના વકીલ તરીકે નિયુક્ત કર્યો છે. મમદાન હવે ઉમર ખાલિદને લખી રહ્યા છે, 'અમે તમારા વિશે વિચારી રહ્યા છીએ.' મમદાનીના નામે ભદ્ર-સમર્થિત ઇસ્લામિક ઉગ્રવાદનો નવો ચહેરો છે. આ પણ વાંચોઃ ગરમી કે ઠંડીથી પ્રભાવિત ન થતાં અને પરમાણુ હુમલો પણ બિનઅસરકારક રહે તેવા ચીનના 'સુપર સોલ્જર' બન્યા ચર્ચાનો વિષય 

Read Full Story arrow_forward
Ankleshwar: પાનોલી નજીક NH-48 પર ટેન્કર બ્રિજ પરથી નીચે ખાબક્યું, મોટી જાનહાનિ ટળી
calendar_today January 2, 2026

Ankleshwar: પાનોલી નજીક NH-48 પર ટેન્કર બ્રિજ પરથી નીચે ખાબક્યું, મોટી જાનહાનિ ટળી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલા પાનોલી નજીક નેશનલ હાઈવે 48 પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ખાલી કરીને વડોદરા તરફ જઈ રહેલું એક ખાલી ટેન્કર પાનોલી ઓવરબ્રિજ પરથી નીચે ખાબકતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં ટેન્કર ચાલકે સમયસૂચકતા વાપરીને કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો.પાનોલી હાઈવે પર ટેન્કરનો અકસ્માતબ્રિજની રેલિંગ તોડી ટેન્કર નીચે પટકાયું મળતી માહિતી મુજબ, ટેન્કર ચાલક કેમિકલનો જથ્થો ખાલી કરીને વડોદરા જઈ રહ્યો હતો. આ દરમિયાન પાનોલી ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે ટેન્કર પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પૂરઝડપે બ્રિજની લોખંડની રેલિંગ તોડીને સીધું જમીન પર ખાબક્યું હતું. ટેન્કર નીચે પટકાતા જ મોટો ધડાકો થયો હતો, જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.ટેન્કરનો કચ્ચરઘાણ નીકળી ગયો ચાલકનો ચમત્કારિક બચાવ અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે, ટેન્કર નીચે ખાબકે તે પહેલા જ ચાલકે ચાલુ ટેન્કરમાંથી બહાર કૂદકો મારી દીધો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. ટેન્કર ખાલી હોવાથી કોઈ કેમિકલ લીકેજ કે આગ લાગવાની ઘટના બની ન હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી.આ પણ વાંચો: મંત્રીઓના ભાષણ વચ્ચે આચાર્યોની 'ઘોર નિંદ્રા', વીડિયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ

Read Full Story arrow_forward