android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: કીમ-કોસંબામાં ફૂડ વિભાગનું ચેકિંગ શંકાસ્પદ પેંડા અને બળેલું તેલ મળ્યું
calendar_today August 30, 2026

Surat: કીમ-કોસંબામાં ફૂડ વિભાગનું ચેકિંગ શંકાસ્પદ પેંડા અને બળેલું તેલ મળ્યું

કીમ : સુરત ગ્રામ્ય વિસ્તારમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે કોઇ ચેડાં ન થાય તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કીમ-કોસંબા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારો દરમ્યાન લોકો મોટા પ્રમાણમાં મીઠાઇ તેમજ ખાદ્ય સામગ્રીની ખરીદી કરતા હોય છે, જેને ધ્યાને રાખી કીમ વિસ્તારમાં આવેલી મીઠાઇની 12 દુકાનો અને તહેવારો નિમિતે ઊભા કરાયેલા ટેમ્પરરી સ્ટોલ પર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે ઓચિંતી તપાસ શરૂ કરી હતી. આશરે 3 2 જેટલી મીઠાઇનાં નમૂના તેમજ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. આ આકસ્મિક તપાસ દરમ્યાન ગુણવત્તા અંગે શંકાસ્પદ જણાયેલા કેટલાક કિલો પેંડા તેમજ ખાદ્યપદાર્થો બનાવવા માટે વપરાયેલુ 5 લિટર બળેલું તેલ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જોકે કીમ વિભાગમાં હજુ પણ કેટલીક મીઠાઇની દુકાનો અને હોટલોવાસી મીઠાઇઓ અને બળેલા તેલમાં તળેલું ફરસાણ વેચાતા હોવાની વ્યાપક ફરિયાદને પગલે આ ચેકીંગ કરાઈ રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: કીમમાં રસ્તે અડિંગો જમાવતા અને રખડતા ઢોરોને ગ્રામ પંચાયત પકડશે
calendar_today August 30, 2026

Surat: કીમમાં રસ્તે અડિંગો જમાવતા અને રખડતા ઢોરોને ગ્રામ પંચાયત પકડશે

કીમ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી કીમ વિસ્તારનાં જાહેર રસ્તાઓ ઉપર અડીંગો જમાવી ટ્રાફિક માટે અડચણરૂપ બનતા અને રોજીંદા અકસ્માતો માટે કારણભૂત રખડતા ઢોરોને પકડવાની કામગીરી ગ્રામ પંચાયત કરશે.કીમનાં મુખ્ય રસ્તાઓ ઉપર વહેલી સવારથી મોડી સાંજ સુધી પડયા પાથર્યા રહેતા ઢોરોના માલિકોને કીમ ગ્રામ પંચાયત દ્વારા અંતિમ સૂચના આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં રસ્તાની વચોવચ અડચણરૂપ અડીંગો જમાવતા ઢોરોને જે તે માલિકો દ્વારા લઇ જવામાં નહીં આવશે તેવા જવાબદારો સામે કીમ પંચાયત દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. કીમ પૂર્વ અને પશ્ચિમ દિશામાં બ્રિજની બંને બાજુ રોડ સાઇડે ટ્રાફિકને અવરોધતા રખડતા ઢોરનાં ત્રાસનાં પગલે કીમમાં છાશવારે અકસ્માતો સર્જાય રહ્યા છે. કીમ વિભાગની સોસાયટીઓ સુધી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. લોકો ત્રાસી ગયા છે. કીમની પ્રમુખ સમસ્યાઓ પૈકી ઉપરોક્ત સમસ્યાનાં નિકાલ માટે કીમ પંચાયત દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vyara: નિઝર કોલેજમાં નશામુક્તિ કાર્યક્રમ
calendar_today August 30, 2026

Vyara: નિઝર કોલેજમાં નશામુક્તિ કાર્યક્રમ

નિઝરની શ્રી એસ.જી.પટેલ આર્ટ્સ એન્ડ શ્રી પી.કે.દેસાઇ કોમર્સ કોલેજ નિઝર ખાતે નશાના દૂષણ સામે જનજાગૃતિ કેળવવા અને યુવા પેઢીને નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશથી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. અનિલ એલ.ગામીતના માર્ગદર્શન હેઠળ તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.નીતિન પી. પટેલ, ડો. નિશાબેન આઇ. પટેલના માર્ગદર્શનથી આયોજિત કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય તરફથી બી.કે.ભારતી દીદી અને બી.કે.રેખાદીદી વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશાના ભયાનક દૂષણોથી માહિતગાર કરી નશાથી દૂર રહેવા અપીલ કરી હતી. કોલેજ સ્ટાફ તથા 150 જેટલા વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward