android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં ડ્રગ્સની હેરાફેરી માટે પોર્ટર ડિલિવરીનો ઉપયોગ! જાગૃત રાઇડરની સતર્કતાથી એમડી ડ્રગ્સ ઝડપાયું
calendar_today October 21, 2026

Ahmedabadમાં ડ્રગ્સની હેરાફેરી માટે પોર્ટર ડિલિવરીનો ઉપયોગ! જાગૃત રાઇડરની સતર્કતાથી એમડી ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ શહેરમાં નશાના કાળા કારોબારમાં સક્રિય બુટલેગરો અને તસ્કરો હવે નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે. અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં ઓનલાઇન પાર્સલ ડિલિવરી સર્વિસ 'પોર્ટર' (Porter) નો ઉપયોગ કરીને એમડી (MD) ડ્રગ્સની સપ્લાય કરવાનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડ્રગ્સ માફિયાઓ પોલીસની નજરથી બચવા માટે હોમ ડિલિવરી પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા હોવાનો આ ઘટનાથી સણસણતો ખુલાસો થયો છે.ડિલિવરી બોયની સુઝબુઝથી 100 નંબર પર કોલઆ સમગ્ર કાળા કારોબારનો પર્દાફાશ એક જાગૃત અને સતર્ક પોર્ટર ડિલિવરી કર્મચારીના કારણે શક્ય બન્યો છે. નાના ચિલોડા ખાતે ગ્રાહકને ડિલિવરી આપવા પહોંચેલા કર્મચારીને પાર્સલ પર શંકા ઉપજી હતી. પાર્સલ ચકાસતાં અંદરથી શંકાસ્પદ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતાં કર્મચારીએ સહેજ પણ ગભરાયા વગર ત્વરિત કન્ટ્રોલ રૂમના 100 નંબર પર પોલીસને કોલ કરીને સમગ્ર હકીકત જણાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નરોડા પોલીસનો કાફલો તરત જ સ્થળ પર દોડી આવ્યો હતો અને ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો.સપ્લાયર અને નેટવર્ક અંગે તપાસ તેજનરોડા પોલીસે મોકા પરથી જ પાર્સલ મેળવનાર (રિસીવર) 27 વર્ષીય યુવકની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ યુવક કોના સંપર્કમાં હતો અને આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી તેમજ કોણે પોર્ટર મારફતે બુક કરાવીને મોકલ્યો હતો તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં સક્રિય આંતરરાજ્ય કે સ્થાનિક ડ્રગ્સ સિન્ડિકેટ સુધી પહોંચવા માટે નરોડા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજના આધારે કાયદેસરની તપાસ ચાલુ રાખી છે.આ પણ વાંચો : Jamnagarથી વિદેશી ડેલિગેશન પરત રવાના, માર્કો રુબિયોના નેતૃત્વમાં યોજાયેલો હાઇ-પ્રોફાઇલ પ્રવાસ સંપન્ન

Read Full Story arrow_forward
Gorakhpur Durga Visarjan Accident: દુર્ગા પ્રતિમા વિસર્જન વખતે ભયાનક દુર્ઘટના! હાઈટેન્શન લાઇનની અડફેટે 3નાં મોત, 10 દાઝ્યા
calendar_today October 21, 2026

Gorakhpur Durga Visarjan Accident: દુર્ગા પ્રતિમા વિસર્જન વખતે ભયાનક દુર્ઘટના! હાઈટેન્શન લાઇનની અડફેટે 3નાં મોત, 10 દાઝ્યા

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેક્ટર-ટ્રોલી પર લાગેલો લાંબો સળિયો હાઈટેન્શન લાઇનને અડી જતાં અચાનક કરંટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકો દાઝી જતાં તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.ગોરખપુરના ગુલરિહા પોલીસ સ્ટેશન વિસ્તારના અયોધ્યા પ્રસાદ ચૌહાણ ટોલા પાસે આ દુર્ઘટના બની હતી. આ વિસ્તારમાં સ્થાપિત દુર્ગા પ્રતિમાને વિસર્જન માટે ટ્રેક્ટર-ટ્રોલીમાં લઈ જવામાં આવી રહી હતી. ટ્રોલી પર એક લાંબો સળિયો લગાવવામાં આવી હતી. રસ્તામાં ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજલાઇન સાથે આ સળિયો અથડાયો હતો. પરિણામે ટ્રોલી પર સવાર લોકો કરંટની ઝપેટમાં આવી ગયા હતા. =વીજ પુરવઠો શરૂ થતાં જ સર્જાઈ દુર્ઘટનામળતી માહિતી મુજબ, વીજ વિભાગે અગાઉ વીજ પુરવઠો બંધ રાખ્યો હતો. આ દરમિયાન દુર્ગા પ્રતિમા લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલી રજહી ચાર રસ્તા પાસે પહોંચી હતી. એ જ સમયે વીજ પુરવઠો ફરી શરૂ થતાં વીજતાર પ્રતિમાના સંપર્કમાં આવી ગયો હતો. અને તેને કારણે ટ્રોલી પર ઊભેલા લોકોને કરંટ લાગ્યો હતો.અચાનક બનેલી આ ઘટનાથી સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. કરંટ લાગવાથી અનેક લોકો દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. =પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યુંદુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.દુર્ગા પ્રતિમા વિસર્જન માટે ઉત્સાહભેર નીકળેલા લોકો માટે આ ઉજવણી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ હતી. હાઈટેન્શન વીજલાઇનના સંપર્કમાં આવવાથી સર્જાયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવ્યું છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગાંધીનગરના કુડાસણમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં RERAનો મોટો નિર્ણય, 'બોસ્કી ધ એમ્પાયર'નું રજિસ્ટ્રેશન અને વિકાસ પરવાનગી રદ
calendar_today October 21, 2026

Gujarat Latest News Live : ગાંધીનગરના કુડાસણમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં RERAનો મોટો નિર્ણય, 'બોસ્કી ધ એમ્પાયર'નું રજિસ્ટ્રેશન અને વિકાસ પરવાનગી રદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward