android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Narmada: જિલ્લા કલેક્ટરનો આંગણવાડીના બાળકો અને કર્મચારીઓ સાથે સંવાદ
calendar_today September 2, 2026

Narmada: જિલ્લા કલેક્ટરનો આંગણવાડીના બાળકો અને કર્મચારીઓ સાથે સંવાદ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ દ્વારા આજરોજ દફ્તર ચકાસણીના ભાગરૂપે નાંદોદ તાલુકાના જૂના રામપુરા અને વડિયા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત કચેરીના દફ્તરોની ચકાસણી કરવામાં આવી હતી.મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયતની વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને વેરા વસુલાતની કામગીરી સુવ્યવસ્થિત રીતે હાથ ધરવા તેમજ કોઈપણ નાગરિકના મૃત્યુ બાદ સમયમર્યાદામાં વારસાઈની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. ઉપરાંત, ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતોનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે દિશામાં કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.કલેક્ટરે ગામની પ્રાથમિક શાળાના પરિસર અને બાળકોના અભ્યાસ સંબંધિત બાબતોની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકો સાથે બાળસહજ સંવાદ સાધ્યો હતો તેમજ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: સાંસરોદ નજીક પેટ્રોલ પંપ પર રૂા.4300 નું પેટ્રોલ પુરાવી કારચાલક ફરાર
calendar_today September 2, 2026

Bharuch: સાંસરોદ નજીક પેટ્રોલ પંપ પર રૂા.4300 નું પેટ્રોલ પુરાવી કારચાલક ફરાર

પાલેજ : ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણના સાંસરોદ ગામ પાસે શિવમ પેટ્રોલ પંપ પર એક નંબર વગરની કારના ચાલકે પેટ્રોલ પુરાવ્યા બાદ ત્યાં હાજર પેટ્રોલ પંપ કર્મીને નાણાં ચુકવ્યા વગર કાર ચાલક ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એક બ્લેક કલરની ફોરવ્હીલ કારમાં રૂા.4300 નું પેટ્રોલ પુરાવ્યા બાદ ચાલકે પૈસા ચુકવ્યા વગર કાર હંકારી દીધી હતી. ખાસ વાત એ છે કે કારમાં નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: બિફોર જન્માષ્ટમીની ઉજવણીમાં બાળકો રાધા-કૃષ્ણ બન્યાં
calendar_today September 2, 2026

Bharuch: બિફોર જન્માષ્ટમીની ઉજવણીમાં બાળકો રાધા-કૃષ્ણ બન્યાં

ભરૂચ : ભરૂચમાં જન્માષ્ટીમના પાવન પર્વ પુર્વે જ કૃષ્ણ ભક્તિનો માહોલ જામ્યો છે. શહેરના શક્તિનાથ સ્થિત સહજાનંદ ઈન્ટિસ્ટયુટ દ્વારા નાના ભૂલકાંઓ માટે સ્ટેચ્યુ પાર્ક ખાતે બિફોર જન્માષ્ટમીની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રંગબેરંગી વાઘા પહેરી સહજાનંદ બાળ ગૃહના 16 ભૂલકાઓ જયારે રાધા-કૃષ્ણનો વેશ ધારણ કરી સ્ટેચ્યુ પાર્કમાં પહોંચ્યા ત્યારે આખુ પરિસર તેમના મધુર કલરવથી ગુંજી ઉઠયુ હતુ. નાનકડા કાનુડા અને રાધિકાઓએ નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કીના નાદ સાથે ગરબે ઘૂમીને કૃષ્ણ જન્મોત્સ્વની બાળ સહજ ઉજવણી કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward