android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : રાજકોટમાં આજે ફજેત અને રાઇડને મંજૂરી મળ્યા બાદ ફરી લોકમેળો ધમધમી ઉઠશે
calendar_today September 3, 2026

Gujarat Latest News Live : રાજકોટમાં આજે ફજેત અને રાઇડને મંજૂરી મળ્યા બાદ ફરી લોકમેળો ધમધમી ઉઠશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Suratમાં મા-દીકરીના રહસ્યમય મોતથી ખળભળાટ, ઘરમાંથી બંનેના મોબાઈલ ગાયબ થતાં હત્યાની આશંકા ઘેરાઈ!
calendar_today September 3, 2026

Suratમાં મા-દીકરીના રહસ્યમય મોતથી ખળભળાટ, ઘરમાંથી બંનેના મોબાઈલ ગાયબ થતાં હત્યાની આશંકા ઘેરાઈ!

સુરત શહેરના પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીના મકાન નંબર 227માંથી માતા અને પુત્રીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકોની ઓળખ 42 વર્ષીય જાશા શ્રીવાસ્તવ અને તેમની દીકરી મુસ્કાન શ્રીવાસ્તવ તરીકે થઈ છે. ઘટનાસ્થળેથી બંને મૃતકોના મોબાઈલ ફોન ગાયબ મળી આવ્યા છે, જેના કારણે આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે અંગે મોટું રહસ્ય ઘેરાયું છે.પરિવારે લગાવ્યો હત્યાનો આક્ષેપ, મૃતદેહોને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયાબનાવ અંગે જાણ થતાં જ મૃતકના પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને તેમણે માતા-પુત્રીની આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટના અંગે માહિતી મળતા જ પૂણા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ તપાસ હાથ ધરીને બંને મૃતદેહોને કબજે લઈ પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા છે. પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.ગાયબ મોબાઈલ અને ફોરેન્સિક આધારે પૂણા પોલીસે તપાસ તેજ કરીપૂણા પોલીસે આ મામલે હત્યા અને આત્મહત્યા સહિત તમામ શક્ય એંગલ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના ગાયબ થયેલા મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ (CDR) મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી છેલ્લા કૉલ્સ અંગે જાણકારી મેળવી શકાય. આ ઉપરાંત, ફોરેન્સિક ટીમની મદદ લઈને ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આસપાસના સીસીટીવી ફુટેજ મેળવીને પોલીસ આરોપી કે શંકાસ્પદ સુધી પહોંચવા કવાયત કરી રહી છે.આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્રના લોકમેળાની મોજ પર બ્રેક?, 34માંથી માત્ર 8 રાઈડ્સને મંજૂરી, SOP ના કડક પાલન સામે સંચાલકો ચિંતામાં!

Read Full Story arrow_forward
'શુદ્ધિકરણ' કેસ: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ જેપી નડ્ડાને પત્ર લખીને FIR નોંધવાની કરી માંગ
calendar_today September 3, 2026

'શુદ્ધિકરણ' કેસ: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ જેપી નડ્ડાને પત્ર લખીને FIR નોંધવાની કરી માંગ

દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં ચર્ચિત 'શુદ્ધિકરણ' કેસ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને એક સત્તાવાર પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા ખડગેએ આ કેસમાં ત્વરિત અને કડક કાર્યવાહી કરવાની પ્રબળ માંગણી કરી છે, જેના કારણે રાજકીય કોરિડોરોમાં ચર્ચાઓનું જોર વધી ગયું છે.24 દિવસ પછી પણ કોઈ કાર્યવાહી ન થવાનો આરોપમલ્લિકાર્જુન ખડગેએ તેમના પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે આ ગંભીર મામલાને સામે આવ્યા અને ફરિયાદ નોંધાયાના 24 દિવસથી વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા જમીન પર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે આ બાબતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે કે આટલો લાંબો સમય પસાર થવા છતાં પણ ગુનેગારો સામે કાયદાકીય શિખંજો કેમ નથી કસાવાયો? ખડગેના મતે, આ વિલંબ ન્યાય વ્યવસ્થા અને તપાસ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કરે છે.જેપી નડ્ડા સમક્ષ એફઆઈઆર અને હસ્તક્ષેપની માંગખડગેએ જેપી નડ્ડાને સીધી અપીલ કરતા જણાવ્યું છે કે ભાજપ અધ્યક્ષ હોવાના નાતે તેમણે આ કેસમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ. તેમણે માંગ કરી છે કે નડ્ડાએ સંબંધિત અધિકારીઓને આ મામલે ત્વરિત એફઆઈઆર (FIR) નોંધવાનો સ્પષ્ટ નિર્દેશ આપવો જોઈએ, જેથી કાનૂની પ્રક્રિયા આગળ વધી શકે.ઉત્તરાખંડના મુખ્યમંત્રીને નિર્દેશ આપવા અપીલઆ વિવાદ ઉત્તરાખંડ રાજ્ય સાથે જોડાયેલો હોવાથી, મલ્લિકાર્જુન ખડગેએ જેપી નડ્ડાને ખાસ આગ્રહ કર્યો છે કે તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રીને આ સમગ્ર પ્રકરણમાં તાત્કાલિક પગલાં ભરવા માટે આદેશ આપવા જોઈએ. રાજ્ય સ્તરે યોગ્ય રાજકીય અને પ્રશાસનિક ઇચ્છાશક્તિના અભાવે તપાસ પ્રક્રિયા ધીમી પડી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ પત્ર બાદ રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં આ મામલે રાજકીય પક્ષો વચ્ચે વધુ ઘમાસાણ મચવાના પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.આ પણ વાંચોઃ Nepal Flood: નેપાળમાં મહાવિનાશ, હજુ પણ 600 વિદેશી નાગરિકો ગુમ, 1,222 મૃતદેહ મળ્યા

Read Full Story arrow_forward