android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Imran Khan: ભારત છોડો આદેશ પર ઇમરાન ખાનને વચગાળાની રાહત.. સુનાવણી 2 નવેમ્બર સુધી ટળી
calendar_today October 27, 2026

Imran Khan: ભારત છોડો આદેશ પર ઇમરાન ખાનને વચગાળાની રાહત.. સુનાવણી 2 નવેમ્બર સુધી ટળી

અભિનેતા ઈમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. સોમવારે, કોર્ટે તેમની અરજી પરની સુનાવણી 2 નવેમ્બર (સોમવાર, બપોરે 3 વાગ્યે) સુધી મુલતવી રાખી છે. આ અરજીમાં તેમણે 'ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ' (FRRO) દ્વારા જાહેર કરાયેલી 'લીવ ઈન્ડિયા' (ભારત છોડો) નોટિસને પડકારી હતી.કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યા બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો.2 નવેમ્બર સુધી સુનાવણી ટળી અહેવાલો અનુસાર, ઈમરાન ખાન પાસે અમેરિકી નાગરિકત્વ છે. આમ છતાં, મુંબઈમાં એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ તેમને 28 ઓક્ટોબર સુધીમાં દેશ છોડી દેવાની નોટિસ આપવામાં આવી હતી. જોકે, કોર્ટને ખાતરી આપવામાં આવી છે કે આગામી સુનાવણી સુધી અભિનેતા વિરુદ્ધ કોઈ કડક કે દબાણયુક્ત કાર્યવાહી કરવામાં આવશે નહીં અને આ સમયગાળા દરમિયાન નોટિસ પર રોક (સ્ટે) યથાવત રહેશે.28 ઓક્ટોબરે ભારત છોડવાનું કહ્યું હતું આમિર ખાનના ભત્રીજા, અભિનેતા ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ ફટકારવામાં આવી છે. FRRO એ અભિનેતા ઇમરાન ખાનને નોટિસ મોકલીને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનું કહ્યું છે. ઇમરાન મુખ્ય ચૂંટણી કમિશનર સામે CJP વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ઇમરાન પાસે યુએસ નાગરિકતા છે. NCP શરદ પવાર જૂથના નેતા સુપ્રિયા સુલેએ આ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે વિરોધ કરવા બદલ કોઈને દેશનિકાલ કરવો ખોટું છે.જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધોઇમરાન ખાને મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મુંબઈ પોલીસે અભિનેતાની અટકાયત કરી હતી. ઇમરાન સામે ઇમિગ્રેશન એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇમરાન ભારતીય નાગરિક નથી અને ત્યારબાદ ભારતમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.પોલીસે તેમની અટકાયત કરી હતીઇમરાન ખાન CEC વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા ઓગસ્ટ ક્રાંતિ મેદાન પહોંચ્યા હતા. તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ કોઈ રાજકીય પક્ષ કે સંગઠનનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા નથી. તેઓ એક ખાનગી નાગરિક તરીકે વિરોધીઓને ટેકો આપવા આવ્યા હતા. ઇમરાન ખાનનો જન્મ અમેરિકામાં થયો હતો અને તે અમેરિકાની નાગરિકતા ધરાવે છે. તે વર્ક વિઝા પર ભારત આવ્યો હતો.

Read Full Story arrow_forward
Nishikant Dubey: ‘ફેક ડિગ્રી’થી ‘બ્લેકમેઇલિંગ’ સુધી, નિશિકાંત દુબેના માનહાનિ કેસમાં મહુઆ મોઇત્રાને હાઇકોર્ટનું તેડું
calendar_today October 27, 2026

Nishikant Dubey: ‘ફેક ડિગ્રી’થી ‘બ્લેકમેઇલિંગ’ સુધી, નિશિકાંત દુબેના માનહાનિ કેસમાં મહુઆ મોઇત્રાને હાઇકોર્ટનું તેડું

દિલ્હી હાઇકોર્ટે ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગને સમન્સ પાઠવી જવાબ દાખલ કરવા જણાવ્યું છે. દુબેએ માફી માગવાની, કાયમી પ્રતિબંધ મૂકવાની અને 2 કરોડ રૂપિયાનું વળતર આપવાની માગ કરી છે. તેમનો આરોપ છે કે ગર્ગે 17 સપ્ટેમ્બરે એક પોડકાસ્ટમાં તેમના વિશે ખોટી વાતો કરી હતી. ન્યાયમૂર્તિ તુષાર રાવ ગેડેલાએ ગર્ગ દ્વારા વપરાયેલા શબ્દને અપમાનજનક ગણાવ્યો હતો.શું છે સમગ્ર માનહાનિનો કેસ?મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા મહુઆ મોઇત્રા અને પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી થઈ હતી. અદાલતે બંનેને સમન્સ પાઠવી જવાબ રજૂ કરવા જણાવ્યું છે.નિશિકાંત દુબેનો આરોપ છે કે સુભાષ ચંદ્ર ગર્ગે 17 સપ્ટેમ્બરે એક પોડકાસ્ટ અથવા મુલાકાત દરમિયાન તેમના વિશે ખોટી અને બદનામ કરનારી વાતો કહી હતી. આ વીડિયો યુટ્યુબ, ફેસબુક અને અન્ય ડિજિટલ માધ્યમો પર મૂકવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચ્યો હતો.આ પહેલાં દુબેએ 21 સપ્ટેમ્બરે ગર્ગને કાનૂની નોટિસ મોકલી હતી. તેમાં આક્ષેપો તાત્કાલિક પાછા ખેંચવા, નિવેદનથી પીછેહઠ કરવા અને વીડિયો હટાવવાની માગ કરવામાં આવી હતી.દુબેએ કરી 2 કરોડ રૂપિયાના વળતરની માગદુબેએ અદાલત પાસે કાયમી અને ફરજિયાત પ્રતિબંધ મૂકવાની માગ કરી છે, જેથી બંને તેમના પર આવા આક્ષેપો ન કરી શકે. આ ઉપરાંત તેમણે માફી માગવાની અને 2 કરોડ રૂપિયાનું વળતર આપવાની પણ માગ કરી છે.પોડકાસ્ટમાં વપરાયેલા શબ્દને અદાલતે ગણાવ્યો અપમાનજનકન્યાયમૂર્તિ તુષાર રાવ ગેડેલાની અધ્યક્ષતામાં સુનાવણી થઈ હતી. તેમણે ગર્ગને પોડકાસ્ટમાં વપરાયેલા વાંધાજનક શબ્દને બીપ કરીને અથવા તેને બ્લૉક કરીને દૂર કરાવવા માટે પગલાં લેવા જણાવ્યું હતું.ગર્ગ અને મોઇત્રાના વકીલોએ જવાબ રજૂ કરવા માટે સમય માગ્યો હતો. તેમનું કહેવું હતું કે કેસમાં ઘટનાની સાચી હકીકતો રજૂ કરવામાં આવી નથી. આ અંગે અદાલતે પૂછ્યું હતું કે જવાબ રજૂ ન થાય ત્યાં સુધી શું તેઓ આ સામગ્રીનો વધુ પ્રસાર થતો અટકાવી શકે છે?અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તેને ખબર છે કે દુબે અને ગર્ગ બંને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. જોકે, ગર્ગે પોડકાસ્ટમાં આટલો આકરો શબ્દ વાપરવો જોઈતો નહોતો.ન્યાયાધીશે મૌખિક ટિપ્પણીમાં પૂછ્યું હતું કે જો કોઈ તમને આવો શબ્દ કહે તો શું તમે તેને હળવાશથી લેશો? ન્યાયાધીશના જણાવ્યા અનુસાર, આ શબ્દ સંપૂર્ણપણે અપમાનજનક છે અને કોઈને પણ આ રીતે સંબોધી શકાય નહીં. અન્ય બાબતો ચર્ચા અને દલીલનો વિષય છે.મહુઆ મોઇત્રા કેટલીક પોસ્ટ હટાવવા સંમતસુનાવણી દરમિયાન મહુઆ મોઇત્રાના વકીલે ખાતરી આપી હતી કે તેઓ એક્સ પરની કેટલીક સંબંધિત પોસ્ટ હટાવી દેશે. તેમાં દુબેને “નકલી ડિગ્રી ધરાવતો માણસ” કહેતી પોસ્ટનો પણ સમાવેશ થાય છે.બીજી તરફ, પોતાના અસીલ સાથે ચર્ચા કર્યા બાદ ગર્ગના વકીલે જણાવ્યું હતું કે તેઓ પોડકાસ્ટના સંચાલક સાથે વાત કરીને વાંધાજનક શબ્દને મ્યૂટ કરાવશે. તેમાં દુબેને “બ્લેકમેઇલ કરનારા પ્રકારનો માણસ” કહેવામાં આવ્યો હતો.

Read Full Story arrow_forward
Surat : વરાછા વિસ્તારમાં અચાનક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં દોડધામ, 1ને ઇજા
calendar_today October 27, 2026

Surat : વરાછા વિસ્તારમાં અચાનક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં દોડધામ, 1ને ઇજા

સુરતના વરાછા સ્થિત કપૂરવાડી પાસે ખોડિયાર નગરમાં બપોરે અચાનક તોતિંગ ઝાડ ધરાશાયી થતાં આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માર્ગ પરથી પસાર થતા એક રાહદારી ઝાડ નીચે દબાઈ જતાં તેમને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.તોતિંગ ઝાડ અચાનક જ રસ્તા પર ધરાશાયીસુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા કપૂરવાડી નજીક ખોડિયાર નગરમાં બપોરના સમયે સામાન્ય રીતે લોકોની અવરજવર ચાલુ હતી. તે દરમિયાન માર્ગની બાજુમાં આવેલું એક તોતિંગ ઝાડ અચાનક જ રસ્તા પર ધરાશાયી થઈ ગયું હતું. અણધારી રીતે વૃક્ષ જમીનદોસ્ત થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.રાહદારી ઝાડની નીચે દબાઈ ગયાઆ દુર્ઘટના બની તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી ઝાડની નીચે દબાઈ ગયા હતા. ઝાડના વજનદાર હિસ્સા નીચે દબાઈ જવાથી આ રાહદારીને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાકીદે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાઈક ઝાડની મોટી ડાળીઓ નીચે દબાયાબીજી તરફ, રસ્તાની એક બાજુએ પાર્ક કરવામાં આવેલાં વાહનો પર પણ ઝાડ તૂટી પડ્યું હતું. માર્ગ પર ઊભેલાં 3 થી 4 જેટલાં બાઈક ઝાડની મોટી ડાળીઓ નીચે દબાઈ જતાં તેને સામાન્ય નુકસાન થયું હતું. અચાનક વૃક્ષ ધરાશાયી થવાને લીધે રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બનાવની માહિતી મળતાં જ ફાયર ઓફિસર દીનુ પટેલ સહિતની ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે સાધનોની મદદથી માર્ગ પર પડેલા તોતિંગ ઝાડની ડાળીઓ કાપીને તેને હટાવી લીધી હતી. ફાયર ટીમે કામગીરી કરીને રસ્તા પરથી ઝાડની ડાળીઓ દૂર કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો. આ પણ વાંચો :   Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની

Read Full Story arrow_forward