android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: SMC તૈયાર કરશે ડિજિટલ ડેટાબેઝ, GPS અને એપથી ઘરે-ઘરે થશે બાંધકામની ચકાસણી
calendar_today October 27, 2026

Surat: SMC તૈયાર કરશે ડિજિટલ ડેટાબેઝ, GPS અને એપથી ઘરે-ઘરે થશે બાંધકામની ચકાસણી

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરની તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક મિલકતોનો એક અત્યાધુનિક ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવાની વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે. મિલકત વેરા ની આકારણી અને વાર્ષિક વસૂલાતને વધુ સચોટ, સક્ષમ અને પારદર્શક બનાવવાના હેતુથી પાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જૂની અને પરંપરાગત ઓફલાઇન પદ્ધતિને કાયમ માટે તિલાંજલિ આપીને હવે આધુનિક ડિજિટલ ટેક્નોલોજીના સહારે ઘરે-ઘરે જઈને પ્રત્યક્ષ ચકાસણી હાથ ધરવામાં આવશે. આ અભિયાનથી ગેરકાયદે બાંધકામો અને ખોટા વેરા આકારણીના કિસ્સાઓ ઝડપાઈ જશે.GPS ટેક્નોલોજી અને સ્પેશિયલ મોબાઈલ એપથી સર્વે સુરત મનપાની વિશેષ ટીમો શહેરના તમામ વોર્ડ અને ઝોનમાં ઘરે-ઘરે જઈને મિલકતોની સ્થળ પર જ પ્રત્યક્ષ ચકાસણી કરશે. સર્વે દરમિયાન દરેક મિલકતનું જીપીએસ (GPS) લોકેશન ટેગ કરવામાં આવશે, જેથી દરેક મિલકતનું ભૌગોલિક સ્થાન ડિજિટલ મેપ પર સચોટ રીતે અંકિત થઈ શકે.સ્થળ પર જ પાલિકાની ખાસ ડિઝાઇન કરાયેલી મોબાઇલ એપ્લિકેશન દ્વારા મિલકતના માલિકની વિગતો, કાર્પેટ એરિયા, બાંધકામનો પ્રકાર અને વાસ્તવિક ઉપયોગિતા સીધી સર્વર પર અપલોડ કરવામાં આવશે.મંજૂર પ્લાન વિરુદ્ધ વાસ્તવિક બાંધકામની તપાસસર્વેક્ષણ દરમિયાન મુખ્યત્વે નીચેની બાબતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરાશે.મિલકત ધારકે પાલિકા પાસેથી મંજૂર કરાવેલો મૂળ પ્લાન (Approved Plan) અને બાંધકામ પરવાનગી (BU Permission).સ્થળ પર થયેલું વાસ્તવિક બાંધકામ મંજૂર પ્લાન મુજબ છે કે કોઈ ગેરકાયદે કે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે તેની માપણી.મિલકતનો વાસ્તવિક ઉપયોગ રહેણાંક હેતુ માટે થઈ રહ્યો છે કે બિનઅધિકૃત રીતે કોમર્શિયલ ઉપયોગમાં લેવાઈ રહી છે તેની તપાસ.જો સ્થળ પર વિસંગતતા જણાશે તો સુધારેલા ક્ષેત્રફળ અને ઉપયોગના આધારે નવો સચોટ મિલકત વેરો લાગુ કરવામાં આવશે.ઓફલાઇન વ્યવસ્થા બંધજૂની અને મેન્યુઅલ પ્રક્રિયામાં રહેતી ક્ષતિઓ અને ભ્રષ્ટાચારની ફરિયાદોનો સંપૂર્ણ અંત આવશે.પાલિકા પાસે સમગ્ર શહેરની દરેક મિલકતનો રિયલ-ટાઇમ અને સત્તાવાર ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ બનશે.મિલકત વેરાની ચોરી અટકશે, જેથી સુરત પાલિકાની મહેસૂલી આવકમાં મોટો વધારો થશે અને આ આવકનો ઉપયોગ શહેરી વિકાસના કામોમાં થઈ શકશે.નાગરિકો માટે પણ ભવિષ્યમાં નામ ટ્રાન્સફર, એસેસમેન્ટ અને ટેક્સ બિલની ચૂકવણી જેવી સેવાઓ સંપૂર્ણ ડિજિટલ અને ઝડપી બનશે.આ પણ વાંચો: Banaskantha: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાતે સંભાળી કમાન; બનાસ ડેરીના 325 કરોડના ‘મેગા પ્રોજેક્ટ’નું થશે ભવ્ય લોકાર્પણ!

Read Full Story arrow_forward
Rajkotમાં હાઈપ્રોફાઈલ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડા, કાલાવડ રોડ પર દેહવ્યાપારનો પર્દાફાશ
calendar_today October 27, 2026

Rajkotમાં હાઈપ્રોફાઈલ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડા, કાલાવડ રોડ પર દેહવ્યાપારનો પર્દાફાશ

રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર આવેલા કોસ્મો કોમ્પ્લેક્ષના 5મા માળે આવેલા 'ફ્લોરેન્સ વેલનેસ સ્પા' (Florance Wellness Spa) માં મસાજની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો કારોબાર ચાલતો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ને આ અંગે ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં દરોડાની યોજના ઘડી હતી.AHTU એ ડમી ગ્રાહક મોકલીને કરી કાર્યવાહીગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે એક ડમી ગ્રાહક મોકલીને ખાતરી કરી હતી. મસાજના નામે અનૈતિક કામગીરી થતી હોવાની પુષ્ટિ થતાં જ પોલીસે સ્પા પર અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે અંદરથી 3 પીડિત યુવતીઓને મુક્ત કરાવી સન્માનજનક રીતે રેસ્કયૂ કરી હતી. સ્પામાં ખાસ ગુપ્ત કેબિનો બનાવીને આ ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.   સ્પા સંચાલક ગણેશ મીના સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈઆ મામલે પોલીસે કાયદાકીય શિકંજો કસતાં સ્પા સંચાલક ગણેશ લક્ષ્મણજી મીના સામે અનૈતિક દેહવ્યાપાર નિવારણ અધિનિયમ (PITA Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી વાંધાજનક સામગ્રી, રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. મુક્ત કરાવવામાં આવેલી યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી હતી અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો : Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટની દયનીય હાલત, પાઇપલાઇનમાં લીકેજ થતાં બે દિવસથી કાર્ગો કામગીરી ઠપ્પ!

Read Full Story arrow_forward
Sabarmati જેલમાં લોરેન્સ બિશ્નોઈ પર કડક નજર, 200 ખોલીથી વિદેશી નેટવર્ક સુધી ચર્ચા...
calendar_today October 27, 2026

Sabarmati જેલમાં લોરેન્સ બિશ્નોઈ પર કડક નજર, 200 ખોલીથી વિદેશી નેટવર્ક સુધી ચર્ચા...

ગુજરાતના અમદાવાદમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હોવાના અહેવાલ છે. તેને જેલના ખાસ હાઈ-સિક્યોરિટી બ્લોક ‘200 ખોલી’માં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બ્લોકમાં આતંકવાદ અને અન્ય ગંભીર ગુનાઓના આરોપીઓ સહિત આશરે 200 કેદીઓને રાખવામાં આવે છે.આ બ્લોકમાં કેદીઓની અવરજવર મર્યાદિત રાખવા માટે ચાર અલગ-અલગ વિભાગ બનાવવામાં આવ્યા હોવાનું જણાવાય છે. દરેક વિભાગમાં આશરે 50 કેદીઓ રાખવામાં આવે છે. અહેવાલ પ્રમાણે, બિશ્નોઈની સેલનું કદ લગભગ 7.5×11 ફૂટ છે. તેને આ બ્લોકમાં રાખવાનો હેતુ તેની પ્રવૃત્તિઓ પર વધુ કડક દેખરેખ રાખવાનો હોવાનું માનવામાં આવે છે.સૂત્રો મુજબ, તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, અગાઉ બિશ્નોઈ અલગ-અલગ જેલમાં હતો ત્યારે તેની સાથે સંકળાયેલા લોકો દ્વારા કથિત રીતે ખંડણી માટે ફોન કરાવવાના અને ધમકીભર્યા ઑડિયો-વિડિયો સંદેશાઓના મામલા સામે આવ્યા હતા. જેલમાંથી ઇન્ટરવ્યૂ આપવાના મામલે પણ તે ચર્ચામાં રહ્યો છે. જોકે, તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના દાવા પ્રમાણે, છેલ્લા બે વર્ષ દરમિયાન તેની તરફથી સીધા કરવામાં આવેલા કોઈ ફોન કે સંવાદની માહિતી મળી નથી. હાલ સાબરમતી જેલમાં તેના પર ચોવીસ કલાક નજર રાખવામાં આવતી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જેલની બહારની દુનિયા સાથેનો તેનો સંપર્ક મુખ્યત્વે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થતી કોર્ટની સુનાવણી અને વકીલ સાથે કાનૂની બાબતો અંગેની ચર્ચા સુધી મર્યાદિત હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ વિગતો અહેવાલ અને સૂત્રોના દાવા પર આધારિત છે. જેલમાં તેની સુરક્ષા વ્યવસ્થા, દિનચર્યા અને સંપર્ક અંગેની તમામ વિગતોની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈની સુરક્ષા કડકઅમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલનો ‘200 ખોલી’ બ્લોક હાઈ-સિક્યોરિટી વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીં આશરે 200 કેદીઓને રાખવાની વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવે છે. આ બ્લોકમાં આતંકવાદ અને ગંભીર ગુનાઓના આરોપી અથવા દોષિત કેદીઓને રાખવામાં આવે છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આ બ્લોકને ચાર અલગ-અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેથી એક વિભાગના કેદીઓની બીજા વિભાગમાં અવરજવર મર્યાદિત રાખી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈને અગાઉ ‘દસ ખોલી’ નામના નાના હાઈ-સિક્યોરિટી વિભાગમાં રાખવામાં આવ્યો હતો. આ વિભાગમાં આશરે 10 કેદીઓને રાખવાની વ્યવસ્થા હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે લોરેન્સ બિશ્નોઈ અગાઉ દિલ્હીની તિહાડ જેલ અને પંજાબની અલગ-અલગ જેલોમાં પણ રહી ચૂક્યો છે.રિપોર્ટ અનુસાર, લોરેન્સ બિશ્નોઈને જેલમાં અન્ય કેદીઓથી અલગ રાખીને તેની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તે સવારે ધ્યાન કરે છે અને હનુમાન ચાલીસાના પાઠ કરે છે. તે નિયમિત ઉપવાસ રાખતો હોવાની અને શાકાહારી ભોજન લેતો હોવાની પણ માહિતી સામે આવી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તેની ગતિવિધિઓ અને બહારના લોકો સાથેના સંપર્કને મર્યાદિત રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.જેલમાં હોવા છતાં લોરેન્સ બિશ્નોઈનું નેટવર્ક સક્રિય હોવાનો દાવોઅહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં હોવા છતાં વિદેશમાં રહેલા તેના કથિત સાથીઓ દ્વારા ગેંગનું નેટવર્ક સક્રિય હોવાની વાત સામે આવી છે. આ સાથીઓ વિદેશમાં રહીને નેટવર્ક ચલાવવામાં ભૂમિકા ભજવતા હોવાનો આરોપ છે. અહેવાલો મુજબ, આ લોકો પર નવા સભ્યોની ભરતી, ગુનાહિત કામની જવાબદારી સોંપવા, નાણાંની વ્યવસ્થા કરવા અને નિશાન નક્કી કરવા જેવાં કામોમાં સામેલ હોવાના આરોપ છે. ગોલ્ડી બરાડ અને રોહિત ગોદારા જેવા નામો પણ આ નેટવર્ક સાથે જોડાતા રહ્યા છે. જોકે, જેલની બહાર કથિત નેટવર્કની પ્રવૃત્તિઓ અને લોરેન્સ બિશ્નોઈ સાથે તેના સીધા સંપર્ક અંગેની હકીકતની પુષ્ટિ તપાસ એજન્સીઓની સત્તાવાર માહિતીના આધારે જ થઈ શકે છે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward