android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: બારડોલી બાળાસરી અકસ્માતમાં ઇજાગ્રસ્ત શ્રમિકના માથામાંથી સળિયો સફળતાપૂર્વક દૂર કરાયો
calendar_today October 27, 2026

Surat: બારડોલી બાળાસરી અકસ્માતમાં ઇજાગ્રસ્ત શ્રમિકના માથામાંથી સળિયો સફળતાપૂર્વક દૂર કરાયો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાળાસરી ગામે નિર્માણધીન સ્વામિનારાયણ મંદિરમાં કામ કરતા ૧૮ વર્ષીય શ્રમિક સાથે કાળજું કંપાવી દેનારી ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. સેન્ટિંગ કામ દરમિયાન સંતુલન ગુમાવતાં પહેલા માળેથી નીચે પટકાયેલા યુવકના માથા અને આંખની આરપાર લોખંડનો જાડો સળિયો ઘૂસી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા આ યુવકની ન્યુરોસર્જન અને જનરલ સર્જન સહિતના નિષ્ણાત તબીબોની ટીમે મોડી રાત્રે ૩ થી ૪ કલાક સુધી અત્યંત જોખમી અને જટિલ સર્જરી કરી ખોપરી ખોલીને સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે. જોકે, આ કેસ મેડિકલ સાયન્સમાં 'એક્સ્ટ્રીમલી રેર' હોવાથી દર્દીને હાલ આઈસીયુ (ICU) માં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ હજુ પણ નાજુક ગણાવાઈ રહી છે.સેન્ટિંગ કામ વખતે સંતુલન બગડ્યું ને સળિયા પર પટકાયોબારડોલીના બાળાસરી ગામે સ્વામિનારાયણ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું, જ્યાં 18 વર્ષીય આદિવાસી શ્રમિક કિરણ ડામોર સેન્ટિંગ કામ કરી રહ્યો હતો. કામ કરતી વખતે અચાનક પગ લપસતાં કે સંતુલન બગડતાં તે સીધો પહેલા માળેથી નીચે જમીન પર પટકાયો હતો.નીચે પટકાતાં જ ત્યાં ઉભો રહેલો એક તીક્ષ્ણ લોખંડનો સળિયો તેની આંખની બાજુમાંથી પ્રવેશીને ખોપરી ચીરી માથાની આરપાર નીકળી ગયો હતો, જ્યારે બીજો સળિયો તેના ડાબા હાથમાં ઊંડે સુધી ખૂંપી ગયો હતો.આ ભયાનક દ્રશ્ય જોઈ મંદિર પરિસરમાં કામ કરતા અન્ય શ્રમિકોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.ગ્રાઇન્ડર મશીનથી સળિયો કાપી તાત્કાલિક સુરત સિવિલ લવાયોઘટના બનતાં જ સાથી શ્રમિકોએ ભારે હિંમત દાખવીને તાત્કાલિક સાઈટ પર પડેલા ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીન વડે સળિયાનો બાકીનો હિસ્સો સાવચેતીપૂર્વક કાપી નાખ્યો હતો.માથામાં સળિયો ખૂંપેલી હાલતમાં જ કિરણ ડામોરને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો.દર્દીની ગંભીર હાલત જોતાં સિવિલ હોસ્પિટલનું તંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યું હતું અને તમામ સિનિયર કન્સલ્ટન્ટ્સને ઓપરેશન થિયેટરમાં બોલાવી લેવાયા હતા.3 થી 4 કલાક ચાલી હાઇ-રિસ્ક સર્જરીન્યુરોસર્જરી, જનરલ સર્જરી, એનેસ્થેસિયા અને ક્રિટિકલ કેર વિભાગના નિષ્ણાતોની સંયુક્ત ટીમે દર્દીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લીધો હતો.મગજની નસો (Brain vessels) અને આંખના સંવેદનશીલ ભાગોને વધુ નુકસાન ન થાય તે રીતે તબીબોએ અત્યંત સાવધાનીપૂર્વક ક્રેનિયોટોમી (ખોપરી ખોલીને) કરી 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ માથામાંથી લોખંડનો સળિયો બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. સર્જરી સફળ રહી હોવા છતાં, મગજના આંતરિક ભાગમાં ગંભીર ઈજા અને હેમરેજ હોવાને કારણે કિરણ ડામોરને ન્યુરો આઈસીયુમાં વેન્ટિલેટર પર રખાયો છે. આગામી 48 થી 72 કલાક તેના જીવન માટે અત્યંત નાજુક ગણવામાં આવી રહ્યા છે.આ પણ વાંચો: Gandhinagar: ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 સિનિયર GAS અધિકારીઓ ઘરભેગા; જોઈન્ટ કમિશનર અને MD ની તાત્કાલિક હકાલપટ્ટી

Read Full Story arrow_forward
Surat: EPFO ની બમ્પર સ્કીમ; ₹15,000 સુધીની સરકારી સહાય, નિયમ તોડતી કંપનીઓ પર તવાઈના આદેશ!
calendar_today October 27, 2026

Surat: EPFO ની બમ્પર સ્કીમ; ₹15,000 સુધીની સરકારી સહાય, નિયમ તોડતી કંપનીઓ પર તવાઈના આદેશ!

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સુરત ક્ષેત્રીય કચેરી દ્વારા ઔદ્યોગિક નગરી સુરતમાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વધારવા અને શ્રમિકોના સામાજિક-આર્થિક કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની પ્રોત્સાહક યોજનાઓ અંતર્ગત સુરત EPFO એ જાહેરાત કરી છે કે નવી રોજગારીનું સર્જન કરનાર વેપારી એકમો અને સંસ્થાઓને પ્રતિ કર્મચારી ₹3,000 સુધીનો સરકારી આર્થિક લાભ આપવામાં આવશે.સુરત EPFO એ જાહેરાત કરી આ ઉપરાંત, પ્રથમ વખત નોકરી મેળવીને પીએફ ખાતું ખોલાવનારા નવા કર્મચારીઓને પણ ₹15,000 સુધીની સરકારી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.આ આર્થિક પ્રોત્સાહનોની સાથે જ EPFO સુરત દ્વારા પીએફ નોંધણી (Registration) કરાવવામાં આનાકાની કરતા કે કર્મચારીઓના અધિકારો છીનવતા એકમો સામે કડક વહીવટી અને કાનૂની કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે.નવી રોજગારી માટે આકર્ષક સરકારી પ્રોત્સાહન જે કંપનીઓ, કાપડ એકમો, હીરા પેઢીઓ કે લઘુ ઉદ્યોગો નવા કર્મચારીઓની ભરતી કરશે અને તેમને EPFO હેઠળ આવરી લેશે, તેમને સરકાર તરફથી પ્રતિ કર્મચારી ₹૩,૦૦૦ સુધીની સબસિડી/પ્રોત્સાહક રકમ મળવાપાત્ર થશે. પ્રથમ વખત ફોર્મલ સેક્ટરમાં નોકરી મેળવનારા કર્મચારીઓને સરકાર દ્વારા ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે ₹15,000સુધીનો આર્થિક લાભ આપવામાં આવશે. આ પ્રોત્સાહક પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ શ્રમિકોને ઔપચારિક અર્થતંત્રમાં લાવી તેમના પીએફ, પેન્શન અને વીમા કવચની ગેરંટી આપવાનો છે.પીએફ નોંધણી ન કરાવનાર સંસ્થાઓ સામે ‘થ્રી-સ્ટેપ’ એક્શન પ્લાનપીએફ પાત્રતા ધરાવતા હોવા છતાં નોંધણી ન કરાવનાર એકમોને 2 થી 3 વાર સત્તાવાર પત્ર લખીને તાત્કાલિક નોંધણી પૂર્ણ કરવા સમય આપવામાં આવશે.  પત્ર વ્યવહાર છતાં નિયમોનું ઉલ્લંઘન ચાલુ રાખનાર સંસ્થાઓ સામે EPFO ના ઇન્સ્પેક્ટરો દ્વારા નિયમાનુસાર આકસ્મિક સ્થળ તપાસ હાથ ધરાશે.જો નિરીક્ષણ દરમિયાન સંસ્થામાં નિર્ધારિત શ્રમિકો (20 કે તેથી વધુ) કામ કરતા જણાશે, તો EPFO પોતે સંસ્થાને ફરજિયાત કોડ નંબર ફાળવીને પીએફના દાયરામાં લાવી દેશે અને જૂની તારીખથી પેનલ્ટી સહિત બાકી રકમની વસૂલાત કરશે.સંસ્થાઓ અને કર્મચારીઓને અપીલસુરત EPFO કચેરીએ તમામ વેપારી એસોસિએશનો, સંસ્થાઓ અને શ્રમિકોને આગળ આવીને 100% નોંધણી પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પીએફ એ કોઈ ટેક્સ કે આર્થિક બોજ નથી, પરંતુ કર્મચારીઓનું સુરક્ષિત રિટાયરમેન્ટ ફંડ, પેન્શન અને કટોકટીના સમયની બચત છે. સમયસર પીએફ જમા થવાથી કર્મચારીઓને ઇપીએફ (EPF), ઇપીએસ (EPS) પેન્શન અને ઇડીએલઆઈ (EDLI) હેઠળ ₹7 લાખ સુધીના મફત જીવન વીમાનો સીધો લાભ પ્રાપ્ત થાય છે.આ પણ વાંચો:  Surat: બારડોલી બાળાસરી અકસ્માતમાં ઇજાગ્રસ્ત શ્રમિકના માથામાંથી સળિયો સફળતાપૂર્વક દૂર કરાયો

Read Full Story arrow_forward
Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટની દયનીય હાલત, પાઇપલાઇનમાં લીકેજ થતાં બે દિવસથી કાર્ગો કામગીરી ઠપ્પ!
calendar_today October 27, 2026

Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટની દયનીય હાલત, પાઇપલાઇનમાં લીકેજ થતાં બે દિવસથી કાર્ગો કામગીરી ઠપ્પ!

રાજકોટ ખાતે અતિ આધુનિક સુવિધાઓ સાથે રૂ. 2,654 કરોડ ના અધધ ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ની નબળી કામગીરીની પોલ ખોલતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇનમાંથી સતત પાણી લીક થવાને કારણે સમગ્ર કાર્ગો ફ્લોર પર પાણી ફરી વળ્યા છે. છેલ્લા 2 દિવસથી સતત પાણીનું લીકેજ થતાં કાર્ગો વિભાગની તમામ કામગીરી તદ્દન ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે એરપોર્ટ ઓથોરિટીની નબળી કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.ઇલેક્ટ્રિક બોર્ડ સુધી પાણી પહોંચતા શોર્ટ સર્કિટની ભીતિએરપોર્ટ પરિસરમાં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ફ્લોર પર ભરાયેલા પાણી હવે મુખ્ય ઇલેક્ટ્રિક બોર્ડ સુધી પહોંચી ગયા છે, જેના કારણે ગમે ત્યારે મોટો શોર્ટ સર્કિટ કે આગ લાગવાની ભયાનક હોનારત સર્જાવવાની ભીતિ ઊભી થઈ છે. આ સિવાય, પાણી ભરાઈ જવાના કારણે ઈન્ડિગો એરલાઇન્સનો અંદાજે 4 ટન સામાન કાર્ગોમાં લોડ થઈ શક્યો નહોતો. આ કામગીરી અટકી જતાં ફ્લાઇટ મારફતે માલસામાન મોકલતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.વાયરલ વીડિયોથી એરપોર્ટ ઓથોરિટી સામે જનાક્રોશએરપોર્ટના કાર્ગો સેક્ટરમાંથી સામે આવેલા વાયરલ વીડિયોમાં પાઇપલાઇનમાંથી ધોધમાર પાણી વહી રહ્યું હોવાના અને કર્મચારીઓ પાણી વચ્ચે કામ કરવા મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ પર આવી સામાન્ય અને બેદરકારીભરી ખામીના કારણે સમગ્ર દેશભરમાં રાજકોટ એરપોર્ટની છબી ખરડાઈ છે. સ્થાનિકો અને વેપારી મંડળો દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર એજન્સી અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Ahmedabad News : બે માસૂમ જીવ ગયા છતાં પોલીસ ફરિયાદ કેમ નહીં? AMC ના બેદરકાર અધિકારીઓને કોણ છાવરી રહ્યું છે?

Read Full Story arrow_forward