android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India: દેશ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે... નસીરુદ્દીન શાહ પર BJPએ કર્યો પલટવાર
calendar_today October 26, 2026

India: દેશ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે... નસીરુદ્દીન શાહ પર BJPએ કર્યો પલટવાર

કોલકાતા સ્થિત સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ (SRFTI) ના વિદ્યાર્થીઓને બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા સમર્થન આપવામાં આવ્યા બાદ, આ સમગ્ર મામલે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. નસીરુદ્દીન શાહે દાવો કર્યો છે કે ભાજપ એવા કોઈપણ વ્યક્તિ પાસેથી બદલો લેવા માંગે છે જે તેમની વિચારધારા અને નીતિઓ સાથે સહમત નથી. તેના જવાબમાં, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આરોપ લગાવ્યો છે કે નસીરુદ્દીન શાહ વિરોધના નામે ભારત વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.આ વિવાદ કેવી રીતે શરૂ થયો?સંસ્થામાં 27 સપ્ટેમ્બરે અંધાધૂંધી સર્જાઈ હતી, જ્યારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય ઓડિટોરિયમમાં ઘૂસી ગયા હતા; આ કાર્યક્રમ માટે અગાઉથી સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી. આ ઘટનાને પગલે મારામારી અને તોડફોડ થઈ હતી, જેમાં વાઈસ-ચાન્સેલર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ બાદ 500થી વધુ વિદ્યાર્થીઓ અનિશ્ચિત સમય માટે ધરણાં પર બેઠા છે. નસીરુદ્દીન શાહે આ વિદ્યાર્થીઓને સમર્થન આપ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે.'ભારતમાં લોકોને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે'કર્ણાટકના હુબલીમાં પત્રકારો સાથે વાત કરતા પ્રહલાદ જોશીએ કહ્યું કે, કેટલાક લોકો એવો દાવો કરે છે કે ભારતમાં લોકશાહી નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં લોકોને પોતાના વિચારો વ્યક્ત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. તેમણે દલીલ કરી કે આ બાબત સાબિત કરે છે કે ભારતમાં લોકશાહી મજબૂત છે અને બંધારણીય મૂલ્યો અકબંધ છે.શિવસેનાના પ્રવક્તા સંજય નિરુપમે જણાવ્યું હતું કે, દેશભરમાં લાખો લોકો નસીરુદ્દીન શાહના અભિનયને પસંદ કરે છે, પરંતુ તેમના જીવનના આ તબક્કે તેમનું એક અલગ જ પાસું સામે આવ્યું છે. એક અભિનેતા તરીકેની ઓળખ ઉપરાંત, તેઓ કટ્ટર વિચારો ધરાવતા એક રાજકીય વ્યક્તિ તરીકે પણ સામે આવ્યા છે.આ પણ વાંચો: રાહુલ ગાંધીને મોટી રાહત, ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે ભાજપની સ્પષ્ટતા, ટાઈગર શ્રોફ કેસમાં મોટો ખુલાસો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: 2018ના માનહાની કેસમાં કોર્ટનો ચુકાદો, અપમાનજનક ટીપ્પણી મામલે રાહુલ ગાંધી નિર્દોષ જાહેર
calendar_today October 26, 2026

Gujarat Latest News Live: 2018ના માનહાની કેસમાં કોર્ટનો ચુકાદો, અપમાનજનક ટીપ્પણી મામલે રાહુલ ગાંધી નિર્દોષ જાહેર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Kachchh News: વીજપોલનું વળતર મળ્યા બાદ જ આંદોલન સમેટાશે, ખેડૂતોએ આંદોલનને સમર્થન આપ્યું
calendar_today October 26, 2026

Kachchh News: વીજપોલનું વળતર મળ્યા બાદ જ આંદોલન સમેટાશે, ખેડૂતોએ આંદોલનને સમર્થન આપ્યું

મોરબીમાં જમીન અને ખેતરોમાંથી ઊભા કરવામાં આવી રહેલા વીજપોલ સામે ખેડૂતોનો વિરોધ દિનપ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે.જેતપર ખાતે સત્યાગ્રહ છાવણી બનાવીને ખેડૂતો છેલ્લા પાંચ મહિનાથી અડગ રહીને આંદોલન ચલાવી રહ્યા છે.આ લાંબી લડત વચ્ચે કચ્છના રાપર તાલુકાના પ્રાગપર ખાતે અસરગ્રસ્ત ખેડૂતોનું એક વિશેષ જાગૃતિ સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોએ આંદોલનને પોતાનો પૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.ખેડૂત અગ્રણીઓએ સભામાં જણાવ્યું હતું કે વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં વીજપોલ ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ ખેડૂતોને યોગ્ય અને ન્યાયી વળતર આપવામાં આવી રહ્યું નથી.ખેડૂત આગેવાનોએ અત્યંત ગંભીર આક્ષેપો પણ કર્યાપાંચ મહિના જેટલા લાંબા સમયથી જેતપર છાવણીમાં ધરણાં ચાલી રહ્યા હોવા છતાં ખેડૂતોની વેદના સાંભળવામાં આવી નથી.પ્રાગપર ખાતે યોજાયેલા આ સંમેલનમાં અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર મેળવવા માટે એકતા દર્શાવી હતી અને જ્યાં સુધી પ્રત્યેક ખેડૂતને તેનું બાકી રહેલું વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન સમેટાશે નહીં તેવો સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.ખેડૂત આગેવાનોએ અત્યંત ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોની એકતા તોડવા અને પાંચ મહિનાથી ચાલતા આ શાંતિપૂર્ણ આંદોલનને કચડી નાખવા માટે કેટલાક તત્વો દ્વારા ખેડૂતોને કોરા ચેક આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.આંદોલનકારી ખેડૂતોને નાણાકીય લાલચ આપીને આંદોલનમાંથી ખસી જવા દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. લડતને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી આ ઉપરાંત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા નિર્દોષ ખેડૂતો સામે ખોટા પોલીસ કેસો દાખલ કરીને તેમને ડરાવવા અને ધાકધમકી આપવાના પ્રયાસો થયા હોવાની વિગતો પણ ખેડૂતોએ સંમેલનમાં જણાવી હતી. ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે આવા કોઈપણ દબાણ કે કાનૂની કાર્યવાહીથી તેઓ ડરવાના નથી.પ્રાગપર ખાતે મળેલા આ સંમેલનમાં ખેડૂત સંગઠનો અને વિવિધ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જેતપર સત્યાગ્રહ છાવણીમાં ચાલી રહેલી લડતને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.ખેડૂતોએ જણાવ્યું હતું કે વીજપોલના વળતરનો પ્રશ્ન સમગ્ર વિસ્તારના ખેડૂતોના અધિકાર સાથે જોડાયેલો છે.આંદોલનને તોડવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેની સામે ખેડૂતો વધુ એકત્ર થઈને લડશે.આ પણ વાંચોઃ Ahmedabad News: કોંગ્રેસ એક્સપાયર ઈન્જેક્શનની જેમ કામ કરે છે, રાહુલ ગાંધીનું લોન્ચિંગ દેશ સફળ નહીં થવા દે: તરુણ ચૂગ

Read Full Story arrow_forward