android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreliના પીપાવાવ નેશનલ હાઈવે પર સાવરકુંડલા નજીક LPG ગેસ ભરેલું ટેન્કર પલટાયું
calendar_today October 25, 2026

Amreliના પીપાવાવ નેશનલ હાઈવે પર સાવરકુંડલા નજીક LPG ગેસ ભરેલું ટેન્કર પલટાયું

અમરેલી પંથકમાંથી એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના પીપાવાવ નેશનલ હાઈવે પર સાવરકુંડલા નજીક આવેલા બાઢડા ગામ પાસે LPG ગેસ ભરેલું એક વિશાળ ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું હતું. આ ટેન્કર પીપાવાવ પોર્ટથી બાબરા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કોઈ મોટો અનર્થ ટાળવા માટે સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે.ફાયર ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળેઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા અને અમરેલીની ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક વહીવટી અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સદભાગ્યે આ ગંભીર અકસ્માતમાં ટેન્કરના ડ્રાઇવરને માત્ર સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી, જેથી મોટો જીવસાખમ ટળી ગયો હતો. ગેસ લીકેજની સંભાવનાને ધ્યાનમાં રાખીને ફાયર ટીમો દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી વાતાવરણ સુરક્ષિત રાખી શકાય અને આગ કે અન્ય જોખમને નિવારી શકાય.હાઈવે પર સુરક્ષા ખાતર ટ્રાફિક ડાયવર્ટ કરાયોસંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પોલીસે સાવચેતીના ભાગરૂપે અમરેલી-રાજુલા માર્ગ હાલ પૂરતો સંપૂર્ણપણે બ્લોક કરી દીધો છે અને વાહનવ્યવહાર બંધ કરાયો છે. રોડ પરથી ટેન્કરને હટાવવાની અને ગેસ લીકેજની સ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં લેવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારબાદ જ હાઈવે ફરીથી પૂર્વવત ખોલવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: દેશમાં પ્રથમવાર 2029માં યોજાશે IWF વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ; ગુજરાતમાં ઉતરશે વિશ્વના ચેમ્પિયન ખેલાડીઓ!
calendar_today October 25, 2026

Ahmedabad: દેશમાં પ્રથમવાર 2029માં યોજાશે IWF વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ; ગુજરાતમાં ઉતરશે વિશ્વના ચેમ્પિયન ખેલાડીઓ!

ભારતના રમતગમત ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ પૈકીની એક એવી IWF વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૯ નું આયોજન ભારતના અમદાવાદ શહેરમાં કરવામાં આવશે. દેશના ઇતિહાસમાં આ સૌપ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ભારતની ધરતી પર રમાશે. આ ઐતિહાસિક ઉપલબ્ધિ અંગે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સત્તાવાર માહિતી શેર કરી દેશવાસીઓ અને રમતપ્રેમીઓને અભિનંદન પાઠવ્યા છે. ?અમદાવાદ બન્યું વૈશ્વિક સ્પોર્ટ્સનું ગઢગુજરાતમાં નિર્માણ પામેલા અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમોના કારણે અમદાવાદ હવે વૈશ્વિક સ્તરે રમતગમતની પ્રમુખ પસંદગી બની ચૂક્યું છે. અમદાવાદ ખાતે અગાઉ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 અને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ના સફળ આયોજનો બાદ, હવે વિશ્વ કક્ષાની સૌથી મોટી 2029 ની વૈશ્વિક સ્પર્ધા પણ અહીં યોજાવા જઈ રહી છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે વિશ્વભરના 100થી વધુ દેશોના દિગ્ગજ વેઇટલિફ્ટરો, ઓલિમ્પિયન વિજેતાઓ અને કોચ અમદાવાદ આવી પહોંચશે.ભારત દ્વારા ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ વચ્ચે આ પ્રકારની વિશ્વ કક્ષાની સ્પર્ધાનું આયોજન ભારતની આયોજન ક્ષમતા પર વૈશ્વિક મહોર લગાવે છે.હર્ષ સંઘવીની જાહેરાત અને ગુજરાત માટે ગર્વની ક્ષણરમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ ગૌરવપૂર્ણ ક્ષણની વિગતો આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં વર્લ્ડ-ક્લાસ સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અને ખેલાડીઓને અપાતા પ્રોત્સાહનને પગલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભારત અને ખાસ કરીને ગુજરાત પર સંપૂર્ણ ભરોસો દર્શાવી રહી છે. આ મેગા ઇવેન્ટના આયોજનથી ગુજરાતના સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર મળશે અને રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વધુ સુદ્રઢ બનશે.આ પણ વાંચો: Sandesh Digital Explainer: ગુજરાતમાં વહેલી ચૂંટણીની વકી, જેઠા સોલંકીની હાથ' સાથે વાપસીથી ભાજપમાં દોડધામ!

Read Full Story arrow_forward
ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ ગુજરાતના પ્રવાસે, CM નિવાસસ્થાને યોજાઈ રાજ્ય સરકારના મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક
calendar_today October 25, 2026

ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ ગુજરાતના પ્રવાસે, CM નિવાસસ્થાને યોજાઈ રાજ્ય સરકારના મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. સંગઠન અને સરકાર વચ્ચે વધુ સુદ્રઢ સમન્વય સાધવા માટે તેમની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે, જેને લઈને રાજ્યના રાજકીય બેડામાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.આવતીકાલે બપોરે 2:30 વાગ્યે બેઠકપ્રાપ્ત વિગતો અનુસાર, આ સમીક્ષા બેઠક આવતીકાલે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. બેઠકમાં ખાસ કરીને રાજ્યના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ, લોકકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અને સ્થાનિક પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં સરકારની પહોંચ વધુ મજબૂત કરવા માટે આ બેઠકને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.ઓછા માર્જિનથી જીતેલી બેઠકો અંગે રણનીતિઆ બેઠકના અન્ય એક મુખ્ય એજન્ડા મુજબ, વિગતવાર સમીક્ષા દરમિયાન ઓછા માર્જિનથી જીતેલી વિધાનસભા અને સ્થાનિક બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તે તમામ ક્ષેત્રોમાં પક્ષનો જનાધાર વધારવા અને ભવિષ્યની ચૂંટણીઓ માટે મજબૂત રણનીતિ ઘડવા અંગે મંત્રીઓ સાથે મંથન કરવામાં આવશે. આ બેઠક દ્વારા ભાજપ આગામી રાજકીય પડકારો સામે વહીવટી અને સંગઠનાત્મક રીતે તૈયારીઓને આખરી ઓપ આપશે.આ પણ વાંચો : Ahmedabad News : રખિયાલ પોલીસ ઊંઘતી રહી ને સ્ટેટ મોનિટરિંગ સેલે પાડી રેડ! રૂ. 36.15 લાખના મુદ્દામાલ સાથે દારૂનો મોટો ખેપ જપ્ત

Read Full Story arrow_forward