android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudepur News: સગીરાઓ અને યુવતીઓના વેચાણનો કાળો કારોબાર! યુવાનોમાં વાંઢા રહી જવાનો ભય
calendar_today October 24, 2026

Chhotaudepur News: સગીરાઓ અને યુવતીઓના વેચાણનો કાળો કારોબાર! યુવાનોમાં વાંઢા રહી જવાનો ભય

છોટાઉદેપુર અને તેની આસપાસના ગ્રામ્ય પંથકોમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવનારી ઘટના સામે આવી છે. સમાજમાં નાની વયની અર્થાત 10 થી 15 કે 18 વર્ષની સગીરાઓ અને યુવતીઓને અન્ય સમાજમાં રૂ. 30,000 થી લઈને રૂ. 1.5 લાખ સુધીની માતબર રકમમાં વેચી દેવામાં આવતી હોવાનો ગંભીર ખુલાસો થયો છે. આ પ્રકારના ગેરકાયદે વ્યવહારો સામે આવતા સ્થાનિક યુવાનોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે.કયા ગામોમાં ચાલે છે આ કાળો કારોબાર?પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર આસપાસના ખાસ કરીને જોત્સડ, બેડા, બોલ્ડિયા, અદાજ, દોતા અને કાંઠા જેવા કેટલાક ગામોમાં આ રીતે યુવતીઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ સમગ્ર બાબતમાં એજન્ટો દલાલી કરતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ વધુ બદતર બની છે, જ્યાં દીકરીઓને "તમને બહાર સારું જીવન અને સુખ મળશે" તેવી મિથ્યા લાલચો આપીને ફસાવવામાં આવે છે. મોટે ભાગે માતા-પિતાના કહેવાથી અથવા અન્ય માધ્યમો દ્વારા આ ગુનાહિત વ્યવહારો અંજામ પામે છે."આ પ્રથા હવે સદંતરમાં બંધ થવી જોઈએ"આ ગેરકાયદે પ્રથા સામે અવાજ ઉઠાવતા યુવાનોએ રોષ વ્યક્ત કર્યો છે કે, જો આ અનિષ્ટ પ્રથા વહેલી તકે બંધ નહીં થાય, તો આગામી સમયમાં તેમના ગામની દીકરીઓ બહાર જતી રહેશે અને સ્થાનિક યુવકો માટે લગ્ન કરવા મુશ્કેલ બની જશે. પટેલ, કોળી, પટેલ, ચૌધરી, ઠાકોર, પ્રજાપતિ સહિત અનેક સમાજો દ્વારા દીકરીઓને લઈ જવામાં આવતી હોવાની ચર્ચાઓ વચ્ચે આ પ્રથા સમાજ માટે એક મોટો અભિશાપ બની રહી છે.કડક કાનૂની કાર્યવાહી અને સામાજિક બહિષ્કારની માગસ્થાનિક યુવાનો અને જાગૃત નાગરિકોએ સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માગ કરી છે કે, આ પ્રકારની વેચાણ પ્રથા સામે તાત્કાલિક ધોરણે કડક પ્રતિબંધ મૂકવામાં આવે. આ પ્રકારના માનવ તસ્કરી અને ગેરકાયદે લગ્નોના વ્યવહારો કરનારા તમામ દલાલો અને જવાબદાર લોકોને કાયદાકીય કડક સજા થવી જોઈએ તેમજ આવા કૃત્ય કરનારા લોકોને સમાજમાંથી સંપૂર્ણપણે બહિષ્કૃત કરવામાં આવે તેવી માગ ઉઠી છે.આ પણ વાંચો: ChhotaUdepur News : પાલિકામાં નવા પ્રમુખની વરણીના 3 દિવસમાં ભાજપમાં ભડકો, કામગીરી સામે અસંતોષ ચરમસીમાએ

Read Full Story arrow_forward
Daman વહીવટી તંત્રની લાલ આંખ; દિવાળી પહેલાં 'સુકૂન' ઘીની ફેક્ટરી પર દરોડા, 8,224 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત!
calendar_today October 24, 2026

Daman વહીવટી તંત્રની લાલ આંખ; દિવાળી પહેલાં 'સુકૂન' ઘીની ફેક્ટરી પર દરોડા, 8,224 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત!

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં તહેવારોની મોસમ ટાણે જ વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય સાથે ચેડાં કરતા એક મોટા ભેળસેળયુક્ત ઘીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દમણના રિંગણવાડા વિસ્તારમાં આવેલી 'સાવતા ફૂડ પ્રોડક્ટ્સ' નામની ફેક્ટરી પર તંત્ર દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સઘન તપાસ દરમિયાન શંકાસ્પદ અને હાનિકારક ઘીનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.'સુકૂન' બ્રાન્ડના ઘીમાં વનસ્પતિ અને પામ ઓઇલની ભેળસેળતંત્રની તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાં 'સુકૂન' બ્રાન્ડના નામે શુદ્ધ ગાયના ઘીનું વેચાણ કરવામાં આવતું હતું, પરંતુ લેબોરેટરી પરીક્ષણમાં ઘીની આર.એમ. (RM) વેલ્યુ 24 હોવી જોઈએ તેના બદલે માત્ર 1.32 જેટલી અત્યંત ઓછી નોંધાઈ હતી. આ ઘીમાં વનસ્પતિ તેલ અને પામ ઓઇલની ગંભીર ભેળસેળ કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ થયું છે. ફેક્ટરીમાંથી કુલ 8,224 કિલોગ્રામ (અંદાજે 8.2 ટન) શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.લાઈસન્સ રદ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સપ્લાયની તપાસઆ ભેળસેળયુક્ત ઘી દમણ ઉપરાંત ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં સપ્લાય થતું હોવાનું ખૂલ્યું છે. ફેક્ટરીની અંદર ગંદકીનું સામ્રાજ્ય અને કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ વગરની બેદરકારી પણ સામે આવી છે. ફૂડ સેફ્ટીના નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફેક્ટરીનું લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યું છે અને કંપનીને તાળા મારી દેવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana News: ખેતરની ઓરડીમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ અને સાયબર ફ્રોડનું રેકેટ! 8 આરોપી ઝડપાયા
calendar_today October 24, 2026

Mahesana News: ખેતરની ઓરડીમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ અને સાયબર ફ્રોડનું રેકેટ! 8 આરોપી ઝડપાયા

મહેસાણા સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા તાલુકાના ઉચરપી ગામની સીમમાં જીએસ ફાર્મ પાસે આવેલા એક ખેતરની બોરની ઓરડીમાંથી ગેરકાયદે શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ અને સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક ઝડપાઇ ગયું છે. પોલીસની આ રેડથી બુટલેગરો અને સાયબર ઠગાઇ આચરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.'માર્કેટ પ્લસ' એપ અને શ્યામ સ્ટોક દ્વારા છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીઆ ઠગ ટોળકી અત્યાધુનિક યુક્તિ-પ્રયુક્તિઓથી લોકોને ફસાવતી હતી. આરોપીઓ 'માર્કેટ પ્લસ' નામની એપ્લિકેશન તથા અન્ય ટ્રેડિંગ એપ્સ દ્વારા ગેરકાયદે શેરબજારનું કામકાજ ચલાવતા હતા. તેઓ 'શ્યામ સ્ટોક એડવાઇઝર' કંપનીના નામે ખોટી ઓળખ આપીને ભોળા નાગરિકોને શેરબજારમાં ઊંચા વળતર અને વધુ કમાણીની લાલચ આપતા હતા. આ ઉપરાંત, ડમી સિમકાર્ડ અને રેન્ડમ મોબાઇલ નંબરના ડેટા લિસ્ટનો ઉપયોગ કરીને લોકો સાથે આર્થિક ઠગાઈ આચરવામાં આવતી હતી.સ્થળ પરથી 8 આરોપીઓ ઝડપાયા, 3 ફરારસાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને સ્થળ પરથી 8 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.ચૌધરી રાજકુમાર ડાહ્યાભાઇ (રહે. ઉચરપી)સેનમા રોહીતકુમાર હરીભાઇ (રહે. મગરોડા)ઠાકોર નિલેશજી કનુજીઠાકોર વિપુલજી રાજુજીરાવળ અંકિતકુમાર ગુણવંતભાઇઅમનસિંગ સુરેન્દ્રબહાદુર સિંગ (રહે. રાયબરેલી, લખનઉ, યુ.પી.)પરમાર ધવલકુમાર રસીકભાઇ (રહે. અમરાઈવાડી)રાવળ પરેશભાઇ દિલીપભાઇ (રહે. કરલી, ઊંઝા)જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા રૂત્વીક ઉર્ફે સન્ની ચમાર (કરલી), પીન્ટુ ઠાકોર (જાસ્કા) અને સચીન ઉર્ફે નેપાલી દિનેશભાઈ રાવળ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમની શોધખોળ ચાલુ છે. મુખ્ય સૂત્રધારો અને ડમી ડેટા તથા સિમકાર્ડ પૂરા પાડનાર ચૌધરી વિષ્ણુભાઇ ઉર્ફે બચ્ચન (ગુંજાળા) અને ચૌધરી વિકાસ ઉર્ફે વિકો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.મોટી માત્રામાં મોબાઈલ અને મુદ્દામાલ જપ્તપોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ 20 મોબાઇલ ફોન (જેમાં 13 એન્ડ્રોઇડ/એપલ અને 07 કી-પેડ વાળા મોબાઇલ), નકલી આઇડી કાર્ડ, કન્સલ્ટીંગ કાર્ડ અને ડમી સીમકાર્ડના કવર કબજે કર્યા છે. પોલીસે કુલ રૂ. 1,22,000 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Mehsanaથી ધાર્મિક સ્થળોએ જવું બન્યું આસાન! હરિદ્વાર માટે અઠવાડિયામાં 4 દિવસ અને દ્વારકા માટે નવી રાત્રિ ટ્રેન મળશે

Read Full Story arrow_forward