android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharad News: ભારતમાલા એક્સપ્રેસવે પર ‘ચા-પાણી’ના નામે ઉઘરાણી કરતા 1 પોલીસકર્મી સસ્પેન્ડ, 3 GRD જવાન ડિસમિસ!
calendar_today October 24, 2026

Tharad News: ભારતમાલા એક્સપ્રેસવે પર ‘ચા-પાણી’ના નામે ઉઘરાણી કરતા 1 પોલીસકર્મી સસ્પેન્ડ, 3 GRD જવાન ડિસમિસ!

ભારતમાલા એક્સપ્રેસવે પર વાહનચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણી કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનથી ગુજરાતના મોરબી તરફ આવી રહેલા એક ટ્રકચાલક પાસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક 'ચા-પાણી'ના નામે નાણાં માંગવામાં આવ્યા હતા. તંત્ર પાસેથી ન્યાય મેળવવાની આશાએ ટ્રકચાલકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેમેરાબદ્ધ કરી લીધો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો.પોલીસ વડા દ્વારા જવાબદારો સામે કડક પગલાસોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવ્યો હતો. બનાસકાંઠા એસપી દ્વારા આ ગંભીર બાબતને ધ્યાને લઈને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને કથિત ઉઘરાણીમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે આકરા પગલાં ભરવામાં આવ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીના પરિણામે ખાખી વર્ધીને દાગ લગાડનારા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.એક પોલીસકર્મી સસ્પેન્ડ અને 3 GRD જવાનો નોકરીમાંથી બરતરફતપાસ બાદ એસપી દ્વારા તાત્કાલિક અસરથી અજેસી રૂપસી નામના પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ચા-પાણીના નામે ટ્રકચાલક પાસેથી નાણાંની માંગણી કરનાર GRD જવાન ડુંગરસિંહ ચૌહાણ સહિત અન્ય 2 જવાનો નિતેશ સોલંકી અને હરેશ મણાવરને નોકરીમાંથી કાયમ માટે ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કુલ 1 પોલીસ કર્મચારી અને 3 GRD જવાનો સામે એકસાથે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે.ટ્રકચાલકે થરાદ પોલીસ મથકે પહોંચી આભાર વ્યક્ત કર્યોવીડિયો વાયરલ કરનાર હિંમતવાન ટ્રકચાલક પોતાના સાથીદારો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટના અંગે વિગતો આપી હતી. જવાબદાર પોલીસકર્મી અને GRD જવાનો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવતા ટ્રકચાલકે પોલીસ વિભાગનો આભાર માન્યો હતો. આ કાર્યવાહીથી ભારતમાલા એક્સપ્રેસવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ રાહતની લાગણી જોવા મળી છે, જ્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.આ પણ વાંચો: Tharad : પ્રેમ સંબંધમાં યુવકની હત્યામાં આરોપીઓને 4 દિ'નાં રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Morbi News: કાર ભરીને દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો, 4.09 લાખનો મુદ્દામાલ જપ્ત!
calendar_today October 24, 2026

Morbi News: કાર ભરીને દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો, 4.09 લાખનો મુદ્દામાલ જપ્ત!

મોરબીમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને દારૂના વેચાણ સામે પોલીસ દ્વારા સકંજા વધુ કડક કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે તળાવિયા શનાળા રોડથી પીપળી જવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક ઈકો કારને રોકીને તલાશી લેવામાં આવતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.રૂ. 1.94 લાખના દારૂ સાથે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે કાનો ઝડપાયોપોલીસે હાથ ધરેલી આ સઘન તપાસ દરમિયાન કારમાંથી વિદેશી અંગ્રેજી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 1,94,000 ની કિંમતનો અંગ્રેજી દારૂ તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી કાર સહિત કુલ રૂ. 4,09,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે કાનો ડાયાભાઈ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દારૂ મોકલનારા અને મંગાવનારા સહિત કુલ 4 સામે ફરિયાદ દાખલપોલીસ પૂછપરછ દરમિયાન આ રેકેટના અન્ય તાર પણ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસના આધારે આ વિદેશી દારૂનો જથ્થો મોકલનારા અને મંગાવનારા તેમજ આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો સહિત કુલ 4 આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે ફરાર અન્ય આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Morbi News: જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બાકી 3 મુદ્દાઓ પર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

Read Full Story arrow_forward
Ahmedabadના બોપલમાં બિલ્ડરની દાદાગીરી, દારૂના નશામાં કર્મચારીને ઢોર માર મારનાર ઉપેન્દ્રસિંહ ચાવડાની ધરપકડ
calendar_today October 24, 2026

Ahmedabadના બોપલમાં બિલ્ડરની દાદાગીરી, દારૂના નશામાં કર્મચારીને ઢોર માર મારનાર ઉપેન્દ્રસિંહ ચાવડાની ધરપકડ

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાંથી બિલ્ડરની દાદાગીરી અને આતંકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલના જાણીતા બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા સામે દારૂના નશામાં ધૂત થઈને પોતાની જ કંપનીના કર્મચારી પર હુમલો કરવાનો અને તેને ઢોર માર મારવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે ફરિયાદ નોંધાતા જ બોપલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની સત્તાવાર ધરપકડ કરી લીધી છે.મહાદેવ ગ્લોરીના RMC પ્લાન્ટમાં હુમલોમળતી વિગતો અનુસાર, આ સમગ્ર ઘટના બોપલમાં આવેલા મહાદેવ ગ્લોરીના RMC (રેડી મિક્સ કોંક્રીટ) પ્લાન્ટ ખાતે બની હતી. આક્ષેપ છે કે બિલ્ડરે શરબત કે અન્ય નશાકારક પ્રવાહીના નશામાં પ્લાન્ટ પર પહોંચીને ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હતી. પોતાનો ગુનો પુરાવા તરીકે કેદ ન થાય તે માટે બિલ્ડર અને તેના માણસોએ પ્લાન્ટમાં લાગેલા CCTV કેમેરા ઢાંકી દીધા હતા અને ત્યારબાદ કર્મચારી પર હિંસક હુમલો કર્યો હતો.બોપલ પોલીસે હાથ ધરી કડક તપાસમારપીટ દરમિયાન બિલ્ડર દ્વારા પ્લાન્ટ પર હાજર અન્ય કર્મચારીઓને પણ ગંભીર પરિણામો ભોગવવાની અને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પીડિત કર્મચારીઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બોપલ પોલીસે બિલ્ડર સામે મારામારી, ધાકધમકી અને પ્રોહિબિશન (દારૂબંધી ભંગ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો : Surendranagarના વસ્તડી ગામે ગેરકાયદે ફ્યુઅલ પંપ પર દરોડા, તંત્રએ 1,240 લીટર HVO ફ્યુઅલનો જથ્થો કર્યો સીઝ

Read Full Story arrow_forward