android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmeedabad News : અડધી રાત્રે વેરહાઉસમાં ફિલ્મી ઢબે ચોરી, પતરાં તોડીને ઘૂસેલા ચોરો CCTV કેમેરામાં કેદ, 1 કરોડની મત્તા ચોરાઈ
calendar_today October 24, 2026

Ahmeedabad News : અડધી રાત્રે વેરહાઉસમાં ફિલ્મી ઢબે ચોરી, પતરાં તોડીને ઘૂસેલા ચોરો CCTV કેમેરામાં કેદ, 1 કરોડની મત્તા ચોરાઈ

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વ્યસ્ત અને ઉદ્યોગ બહુલ એવા ચાંગોદર પંથકમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સનાથલ સર્કલ પાસે આવેલા એક વેરહાઉસ અને શેડને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને મોંઘી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો સંગ્રહ ધરાવતા આ ગોડાઉનમાં તસ્કરોએ માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં અંદાજે 1 કરોડ રૂપિયા જેટલા માતબર મુદ્દામાલની ચોરીને અંજામ આપીને ભારે ચકચાર મચાવી દીધી છે.પતરાં ખોલીને બે બુકાનીધારીઓ ત્રાટક્યાપ્રાપ્ત વિગતો અનુસાર, ચોરીની આ ઘટનાને અંજામ આપવા માટે બે બુકાનીધારી શખ્સો આવ્યા હતા. તેમણે વેરહાઉસના છતનાં પતરાં ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે અંદરથી કિંમતી ગેજેટ્સની ચોરી કરી હતી, જેમાં અંદાજે 40 iPhone-17 અને 30 iPhone-16 જેવા લેટેસ્ટ સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઈફોન સિવાય વેરહાઉસમાંથી હાઈ-ટેક કીબોર્ડ, આઈપેડ (iPads), આઈવોચ (iWatch) અને પ્રીમિયમ લેપટોપ પણ ચોરી થઈ ગયા છે.CCTV ફૂટેજના આધારે ચાંગોદર પોલીસે હાથ ધરી સઘન તપાસઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વેરહાઉસ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવીને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બે બુકાનીધારી ચોરોએ કઈ રીતે આટલી મોટી ચોરીને અંજામ આપ્યો અને ચોરાયેલો માલ કઈ તરફ ખપાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે, જેથી વહેલી તકે આરોપીઓ પકડાઈ શકે.આ પણ વાંચો : Surat પોલીસનું દિવાળી પર્વ અગાઉ મોટું એલર્ટ, જ્વેલર્સ, આંગડિયા અને હીરા ઉદ્યોગ માટે 10 સુરક્ષા સૂત્રોની માર્ગદર્શિકા જાહેર

Read Full Story arrow_forward
Rahul Gandhi Delhi Rally: દિવાળી પર રાહુલ ગાંધીની રેલીનો વિરોધ, વેપારીઓએ લખ્યો પત્ર
calendar_today October 24, 2026

Rahul Gandhi Delhi Rally: દિવાળી પર રાહુલ ગાંધીની રેલીનો વિરોધ, વેપારીઓએ લખ્યો પત્ર

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે દિલ્હીના વેપારી નેતાઓએ કોંગ્રેસના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને એક મોટી વિનંતી કરી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ દિલ્હીના રામલીલા મેદાનમાં ૧ નવેમ્બરે યોજાનારી કોંગ્રેસની રેલીને મુલતવી રાખવા માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે તહેવારોના આ મુખ્ય સમયમાં મોટી રેલી યોજવાથી કરોડો રૂપિયાના વેપારને ભારે નુકસાન થઈ શકે છે.રેલી ભાઈ બીજ સુધી મુલતવી રાખવા વિનંતીCTI ના ચેરમેન બ્રિજેશ ગોયલે રાહુલ ગાંધીને પત્ર લખીને વિનંતી કરી છે કે આ રેલી 1 નવેમ્બરના બદલે ભાઈ બીજ પછી એટલે કે 10 નવેમ્બર બાદ આયોજિત કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે ધનતેરસ, દિવાળી અને ભાઈ બીજનો સમયગાળો વેપાર માટે સૌથી મહત્વનો હોય છે. CTI ના અંદાજ મુજબ, જો આ સમયે રેલી યોજાશે તો દિલ્હીના વેપારીઓને આશરે ₹10,000 કરોડના બિઝનેસને સીધી અસર પહોંચવાની ભીતિ છે.ટ્રાફિક જામ અને બેરિકેડિંગથી કરોડોનું નુકસાન થવાનો ડરરામલીલા મેદાનની ૫ કિલોમીટરની ત્રિજ્યામાં દિલ્હીના 20 થી વધુ મુખ્ય જથ્થાબંધ અને છૂટક બજારો આવેલા છે. જેમાં ચાંદની ચોક, સદર બજાર, ચાવરી બજાર, ખારી બાઓલી, ભગીરથ પેલેસ, કાશ્મીરી ગેટ, નયા બજાર, કરોલ બાગ અને દરિયાગંજ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ બજારોમાંથી સમગ્ર દેશમાં માલસામાન સપ્લાય થાય છે. રેલી દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન, બેરિકેડિંગ અને મેટ્રો સ્ટેશન બંધ થવાને કારણે ગ્રાહકો અને વેપારીઓની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ જશે.રેલવે સ્ટેશનો અને બહારથી આવતા ખરીદદારોની મુશ્કેલીનવી દિલ્હી અને જૂની દિલ્હી રેલવે સ્ટેશન બંને રામલીલા મેદાનની ખૂબ નજીક છે. તહેવારો દરમિયાન દેશભરમાંથી લાખો વેપારીઓ અને ગ્રાહકો સીધા આ સ્ટેશનો પર ઉતરીને ખરીદી કરવા બજારોમાં આવતા હોય છે. રસ્તાઓ બંધ થવાના કારણે બહારથી આવતા આ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.ઓક્ટોબરમાં રુ. 3,000 કરોડનું નુકસાન અને CTI નો નિર્ણયબ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે કનોટ પ્લેસ, ઇન્ડિયા ગેટ અને સેન્ટ્રલ દિલ્હીમાં સતત યોજાતી રેલીઓ અને માર્ચના કારણે ઓક્ટોબર મહિનામાં દિલ્હીના વેપારીઓને પહેલાથી જ આશરે 3,000 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે. CTI એ સ્પષ્ટ કર્યું કે તેઓ લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાના અધિકારનું સન્માન કરે છે, પરંતુ તહેવારોના દિવસોમાં રાજકીય પક્ષોએ મુખ્ય બજાર વિસ્તારોમાં મોટી રેલીઓ યોજવાનું ટાળવું જોઈએ.આ પણ વાંચો : Weather Update : ઉત્તર પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી વરસાદની આગાહી, ઉત્તરાખંડ અને હિમાચલમાં થશે બરફ વર્ષા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: સુપ્રીમ કોર્ટની ખાનગી હૉસ્પિટલોને કડક ટકોર, દવાઓ પર 1000 ટકા સુધીની નફાખોરીને ગણાવી 'કત્લેઆમ'
calendar_today October 24, 2026

Gujarat Latest News Live: સુપ્રીમ કોર્ટની ખાનગી હૉસ્પિટલોને કડક ટકોર, દવાઓ પર 1000 ટકા સુધીની નફાખોરીને ગણાવી 'કત્લેઆમ'

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward