Ahmedabad : ટોરેન્ટ ફાર્માના બીજા ત્રિમાસિકનાં પરિણામો જાહેર, આવકમાં 51%નો ઉછાળો
અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિકનાં પરિણામો જાહેર કર્યાં છે. કંપનીની કુલ આવકમાં વાર્ષિક ધોરણે 51%નો વધારો નોંધાયો છે. કંપનીની આવક વધીને રૂ. 4,979 કરોડ થઈ છે, પરંતુ ચોખ્ખો નફો ગત વર્ષના સમાન ગાળાના રૂ. 591 કરોડની સરખામણીએ ઘટીને રૂ. 534 કરોડ નોંધાયો છે.સંચાલન નફામાં 54%નો વધારોકંપનીનો સંચાલન નફો અપવાદરૂપ ખર્ચ પહેલાં રૂ. 1,666 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકના રૂ. 1,083 કરોડ કરતાં 54% વધુ છે. સંચાલન નફાનું માર્જિન 33.5% નોંધાયું છે, જ્યારે કુલ નફાનું માર્જિન 75.4% રહ્યું છે. સંશોધન અને વિકાસ પાછળ કંપનીએ રૂ. 211 કરોડ ખર્ચ્યા છે, જે ગયા વર્ષના સમાન ગાળાના રૂ. 156 કરોડ કરતાં 35% વધુ છે.ભારતમાં આવકમાં 20%ની વૃદ્ધિકંપનીના મુખ્ય ભારતીય વ્યવસાયની આવક 20% વધીને રૂ. 2,181 કરોડ થઈ છે. આ વૃદ્ધિ ભારતીય ફાર્માસ્યુટિકલ બજારના 12%ના વિકાસદર કરતાં વધુ છે. બ્રાઝિલમાં આવક 38% વધીને રૂ. 440 કરોડ થઈ છે, જ્યારે અમેરિકામાં 24%ના વધારા સાથે આવક રૂ. 417 કરોડ નોંધાઈ છે. બીજી તરફ, જર્મનીમાં આવક 7% ઘટીને રૂ. 283 કરોડ થઈ છે. બિઝનેસના એકીકરણની અસરકંપનીના જણાવ્યા મુજબ, 8 જુલાઈ, 2026થી અમલમાં આવેલા વિલીનીકરણ બાદ ભારતીય વ્યવસાયનું એકીકરણ, વૈશ્વિક વ્યવસાયિક નેટવર્કનું પુનર્ગઠન અને ઉત્પાદન તથા ગુણવત્તા વ્યવસ્થાનું સંકલન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાની અસર બીજા ત્રિમાસિક દરમિયાન આવક પર કામચલાઉ રીતે પડી હતી.પ્રથમ છ મહિનાની આવકમાં 52.8%નો વધારોનાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં કંપનીની કુલ આવક રૂ. 9,900 કરોડ નોંધાઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળાના રૂ. 6,480 કરોડ કરતાં 52.8% વધુ છે. આ સમયગાળા દરમિયાન સંચાલન નફો 57.4% વધીને રૂ. 3,330 કરોડ થયો છે. આ પણ વાંચો : Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની
Read Full Story arrow_forward