android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav-Tharad News: પ્રેમ પ્રકરણમાં 3 દિવસમાં બે 18 વર્ષના યુવકોની હત્યાથી મચી ચકચાર!
calendar_today October 23, 2026

Vav-Tharad News: પ્રેમ પ્રકરણમાં 3 દિવસમાં બે 18 વર્ષના યુવકોની હત્યાથી મચી ચકચાર!

વાવ-થરાદ પંથકમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં છેલ્લા ત્રણ દિવસની અંદર બે 18 વર્ષના યુવકોની હત્યાના બનાવો બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે. તાજેતરમાં જ વાવમાં રહેતા 18 વર્ષીય અશોક ઠાકોર નામના યુવકની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અશોક ઠાકોરના આરોપી મહેશ ઠાકોરની બહેન સાથે પ્રેમસંબંધો હોવાને કારણે આ ખૌફનાક કાવતરું રચવામાં આવ્યું હતું.હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસપોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશ ઠાકોર અને તેના મિત્ર કિરણ ઠાકોરે મળીને અશોક ઠાકોરની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. આરોપીઓએ અશોકને દારૂમાં નશાની ચાર ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી, જેનાથી તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ ગળે ટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાના કુટિલ ઇરાદે મૃતકના જ શર્ટથી ખેતરમાં આવેલા એક મકાનમાં તેના શબને લટકાવી દેવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.પંથકમાં અનેક સવાલો ઉભા થયાઆ સમગ્ર પ્રકરણમાં મૃતકના ભાઈ દ્વારા શંકાના આધારે વાવ તાલુકાના ઉચપા ગામના કિરણ ઠાકોર અને મહેશ ઠાકોર વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે વાવ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. છેલ્લા ત્રણ દિવસમાં બનેલી બે યુવકોની હત્યાની આ ઘટનાઓએ સમગ્ર જિલ્લાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ કઈ વિગતો સામે આવે છે તે અંગે સઘન તપાસ જારી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
23 October Top News: 10,000 કરોડનું નુકસાન, અમેરિકાનું ગુપ્ત બ્રહ્માસ્ત્ર! કેટલો ખતરનાક છે આ વાયરસ?
calendar_today October 23, 2026

23 October Top News: 10,000 કરોડનું નુકસાન, અમેરિકાનું ગુપ્ત બ્રહ્માસ્ત્ર! કેટલો ખતરનાક છે આ વાયરસ?

23 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોGujarat News: ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે ઐતિહાસિક MoU, ઊર્જા, વેપાર અને શિક્ષણ ક્ષેત્રે ભાગીદારીના નવા યુગનો પ્રારંભHaryana Power Crisis: ગુરુગ્રામના ઉદ્યોગોને ₹10,000 કરોડનું નુકસાન, જનરેટર ચલાવવાથી ખર્ચ થયો બમણોEurope Heatwave Deaths: યુરોપમાં આબોહવા પરિવર્તને સર્જ્યો ભારે વિનાશ, 50 હજારથી વધુના મોતGandhinagar News : ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોના પગારની પદ્ધતિમાં મોટો ફેરફાર, 1 નવેમ્બરથી ‘કર્મયોગી’ પોર્ટલ અને IFMSથી થશે ચૂકવણીAsian Para Games 2026 : ભાલા ફેંકમાં ભારતનો ક્લીન સ્વીપ! સુમિતે જીત્યું ગોલ્ડ, ત્રણેય મેડલ ભારતના નામેIndia China Border Dispute: 21 વર્ષમાં 25 બેઠક, ભારત-ચીન સરહદ વિવાદના ઉકેલ માટે શું ચાલી રહ્યું છે પડદા પાછળ?, જાણોDonald Trump: અમેરિકાનું ગુપ્ત બ્રહ્માસ્ત્ર! માત્ર એક 'હીટ-રે'થી દુશ્મનોની ચામડી ખાક કરી દેશે ટ્રમ્પનું આ ખતરનાક હથિયાર!Gandhinagar News: ચૂંટણીના સંગ્રામ બાદ મેયર પદ માટે કાંટાની ટક્કર, શું ભાજપ સરપ્રાઈઝ આપશે?Sandesh Digital Explainer: સાબરમતી જેલ બની ગઈ લોરેન્સનો અડીખમ કિલ્લો! માત્ર 535 કિમી દૂર હોવા છતાં મુંબઈ પોલીસના હાથ કેમ બંધાયેલાShamonda Virus: પશુઓ બાદ હવે મનુષ્યોમાં ફેલાયો શમોન્ડા વાયરસ? ફ્રાન્સના દર્દીનું મોત, કેટલો ખતરનાક છે આ વાયરસ?

Read Full Story arrow_forward
Haryana Power Employee Strike: CM નાયબ સિંહ સૈનીનો મોટો નિર્ણય, હરિયાણામાં વીજ કર્મચારીઓની હડતાળ સમેટાઈ
calendar_today October 23, 2026

Haryana Power Employee Strike: CM નાયબ સિંહ સૈનીનો મોટો નિર્ણય, હરિયાણામાં વીજ કર્મચારીઓની હડતાળ સમેટાઈ

પંચકુલામાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથેની વાટાઘાટોના બીજા રાઉન્ડ દરમિયાન, કર્મચારી સંગઠનોએ લાઇસન્સ રદ કરવામાં આવશે. વીજળી પુરવઠો તાત્કાલિક પુનઃસ્થાપિત કરાશે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને વીજળી મંત્રી અનિલ વિજ સાથેની વાતચીત બાદ વીજળી કર્મચારીઓએ તેમની હડતાળ પાછી ખેંચી લીધી છે. સંયુક્ત કાર્યવાહી સમિતિએ જણાવ્યું હતું કે વીજળી પુરવઠો તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવશે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે ખાનગી કંપનીઓને રાજ્યના વીજળી ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને સમાંતર વીજળી વિતરણ લાઇસન્સ રદ કરવામાં આવશે.મુખ્યમંત્રી નાયબ સૈનીની પ્રતિક્રિયા મુખ્યમંત્રી નાયબ સૈનીએ જણાવ્યું હતું કે સરકારે શરૂઆતથી જ HERCના નિર્ણયનો વિરોધ કર્યો છે. સરકાર તેના વલણ પર અડગ છે અને કર્મચારી સંગઠનોની સાથે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કલમ 108 હેઠળ, HERCને નિર્ણયની સમીક્ષા કરવા અને તેને રદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તમામ યુનિયન અધિકારીઓ સાથે સકારાત્મક ચર્ચા થઈ છે. મુખ્યમંત્રીએ કર્મચારીઓના હડતાળ પાછી ખેંચવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યું હતું.પડતર મુદ્દાઓ પર 3 નવેમ્બરના રોજ ચર્ચાપડતર મુદ્દાઓ પર ચર્ચા માટે આગામી બેઠક 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. સંયુક્ત કાર્ય સમિતિએ જણાવ્યું હતું કે વીજ પુરવઠો તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવશે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે ખાનગી કંપનીઓને રાજ્યના વીજ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને સમાંતર વીજ વિતરણ લાઇસન્સ રદ કરવામાં આવશે.આ પણ વાંચોઃ ગુરુગ્રામના ઉદ્યોગોને ₹10,000 કરોડનું નુકસાન, જનરેટર ચલાવવાથી ખર્ચ થયો બમણો

Read Full Story arrow_forward