android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં શાળાઓમાં અનઅધિકૃત પ્રવેશના પરિપત્રથી મોટો વિવાદ, સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટો મુશ્કેલીમાં મુકાયા
calendar_today October 23, 2026

Rajkotમાં શાળાઓમાં અનઅધિકૃત પ્રવેશના પરિપત્રથી મોટો વિવાદ, સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટો મુશ્કેલીમાં મુકાયા

રાજકોટ શહેરમાં શાળાઓમાં અનઅધિકૃત પ્રવેશ અને બહારના વ્યક્તિઓની અવરજવર પર રોક લગાવવા માટે જારી કરવામાં આવેલા નવા સરકારી પરિપત્રને કારણે હવે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ પણ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ નિયમોના અમલીકરણના લીધે વિવિધ જરૂરિયાતમંદ બાળકો અને શાળાઓની મુલાકાતે જતી સંસ્થાઓના કાર્યો પર સીધી અસર પડી રહી છે, જેના કારણે શિક્ષણ અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.સામાજિક કાર્યકરોને શાળામાં પ્રવેશ ન મળ્યાનો આક્ષેપખાસ કરીને 'મારુતિ નંદન ટ્રસ્ટ' જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા બાળકોના એડમિશન, શૈક્ષણિક સહાય અને અન્ય કલ્યાણકારી કાર્યો માટે શાળાઓમાં જવાનું થતું હોય છે, પરંતુ નવા પરિપત્રના અતિ-કઠોર અમલને કારણે સામાજિક કાર્યકરોને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો નથી તેવી ફરિયાદો ઉઠી છે. બાળકોના એડમિશન માટે શાળાઓએ પહોંચેલી આ સંસ્થાના પ્રતિનિધિઓને પ્રવેશ ન મળતા તેમનું દૈનિક કાર્ય અટવાઈ ગયું છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) સમક્ષ રજૂઆતો કરવા છતાં પૂરતી મંજૂરી કે છૂટછાટ ન મળી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.બાળકોના અભ્યાસ અને હાજરીની દેખરેખ રાખવામાં પડી રહી છે ભારે મુશ્કેલીટ્રસ્ટ અને સામાજિક સંસ્થાઓનું કહેવું છે કે તેઓ માત્ર શાળાઓમાં દખલ કરવા માટે નહીં, પરંતુ બાળકોના નિયમિત અભ્યાસ, સ્કૂલ હાજરી અને તેમના સર્વાંગી વિકાસની દેખરેખ રાખવા માટે જાય છે. જો આ પ્રકારે પૂર્વ મંજૂરીના નામે સંસ્થાઓને પ્રવેશથી વંચિત રાખવામાં આવશે તો છેવાડાના અને પછાત વર્ગના બાળકોના શૈક્ષણિક પ્રશ્નો ઉકેલવામાં ભારે અડચણો ઊભી થશે. હાલ આ વિવાદને લઈને શાળાઓ, તંત્ર અને સામાજિક સંસ્થાઓ વચ્ચે મંથન શરૂ થયું છે.આ પણ વાંચો : Vadodara News : સરકારના નવા પરિપત્રથી શિક્ષણ જગતમાં ખળભળાટ, આચાર્ય કે શિક્ષકની પરવાનગી વગર શાળામાં પ્રવેશી નહીં શકાય!

Read Full Story arrow_forward
Gujarat માં 17 IAS અધિકારીઓની બદલી, અનેક જિલ્લાઓના કલેક્ટર અને DDO બદલાયા
calendar_today October 23, 2026

Gujarat માં 17 IAS અધિકારીઓની બદલી, અનેક જિલ્લાઓના કલેક્ટર અને DDO બદલાયા

ગુજરાત સરકારે 23 ઓક્ટોબર, 2026ના રોજ ભારતીય વહીવટી સેવા (IAS)ના 17 અધિકારીઓની બદલી અને નવી નિમણૂક અંગેનો આદેશ જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં અનેક જિલ્લાઓના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યાદી વાંચવા અહીં ક્લિક કરો     મહેસાણા અને આણંદમાં નવા કલેક્ટરહર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને મહેસાણાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેસાણાના કલેક્ટર એસ. કે. પ્રજાપતિને ગાંધીનગરમાં વધારાના ગ્રામ વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની બદલી કરીને તેમને ધોળેરા એસઆઈઆર અને માંડલ-બેચરાજી એસઆઈઆર પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને આણંદના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.વાવ-થરાદ અને બનાસકાંઠામાં ફેરફારબનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવેને વાવ-થરાદના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ તાપીના જિલ્લા વિકાસ અધિકારી રામ નિવાસ બુગાલિયાને બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની બદલી કરીને તેમને કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મસિયાગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાને વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.અન્ય જિલ્લાઓમાં પણ નવી નિમણૂકછોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને ગૃહ વિભાગમાં કાયદા અને વ્યવસ્થા સંબંધિત નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ છોટાઉદેપુરના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ઓમકાર રાજેન્દ્ર શિંદેને જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. તાપીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવસારી જિલ્લાના વાંસદાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સ્વપ્નિલ મહાદેવ સિસલેની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તાપીના સોંગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજેશ કુમાર મૌર્યને જવાબદારી સોંપવામાં આવી છે.સચિવાલય અને અન્ય વિભાગોમાં ફેરફારઆલોક કુમાર પાંડેને રાહત કમિશનર અને મહેસૂલ વિભાગના સરકારના પદાધિકારીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જી. ટી. પંડ્યાને માહિતી નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૌરાંગભાઈ એચ. મકવાણાને ઇન્ડેક્સ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો છે. સી. સી. કોટકને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના વિશેષ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બી. એન. પટેલને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં રમતગમત સત્તામંડળના નિયામક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ આદેશથી વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં વહીવટી જવાબદારીઓમાં ફેરફાર થયો છે.  આ પણ વાંચો    :   Surat : તહેવારો ટાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ, 900 કિલો નકલી ઘી ઝડપાયું

Read Full Story arrow_forward
Junagadhમાં આચાર્ય સંઘમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, સર્વસંમતિના અભાવે જૂનાગઢે રાજ્ય સંઘમાં ગુમાવ્યું મહત્વનું પદ!
calendar_today October 23, 2026

Junagadhમાં આચાર્ય સંઘમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, સર્વસંમતિના અભાવે જૂનાગઢે રાજ્ય સંઘમાં ગુમાવ્યું મહત્વનું પદ!

શૈક્ષણિક આખીય સિસ્ટમ અને આચાર્યોના હિત માટે કાર્ય કરતી સંસ્થાઓમાં કેટલીકવાર આંતરિક અસંતોષ કેવું સ્વરૂપ ધારણ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ જૂનાગઢથી સામે આવ્યું છે. જૂનાગઢ આચાર્ય સંઘની અંદર ચાલી રહેલા આંતરિક વિખવાદ અને ફૂટના કારણે સંઘે રાજ્ય કક્ષાએ પોતાનું એક અત્યંત મહત્ત્વનું પદ ગુમાવવું પડ્યું છે. સંઘના પદાધિકારીઓ વચ્ચે યોગ્ય તાલમેલ અને સર્વસંમતિના અભાવના કારણે જૂનાગઢ જિલ્લાએ આ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.એકથી વધુ દાવેદારી અને ખેંચતાણને લીધે રાજ્ય સંઘમાં હોદ્દો રહ્યો ખાલીપ્રાપ્ત વિગતો અનુસાર, પદ મેળવવા માટે સંઘની અંદર જ એકથી વધુ દાવેદારો મેદાને આવ્યા હતા. કોઈ એક નામ પર સહમતી સધાઈ ન હોવાને કારણે અને આંતરિક ખેંચતાણ ચાલુ રહેવાને પરિણામે આખી પ્રક્રિયા પર પાણી ફરી વળ્યું હતું. પરિસ્થિતિ એવી સર્જાઈ કે રાજ્ય સંઘની અંદર જૂનાગઢના ફાળે આવતો મહત્ત્વનો હોદ્દો બિલકુલ ખાલી જ રહી ગયો, જે જિલ્લાના શૈક્ષણિક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.પ્રમુખનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલઆ સમગ્ર શરમજનક અને નિરાશાજનક સ્થિતિ બાદ જૂનાગઢ આચાર્ય સંઘના પ્રમુખ દ્વારા સંઘના તમામ હોદ્દેદારોને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં આંતરિક વિખવાદ અને પદ ગુમાવવા પાછળના અસલી કારણોનો પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ શિક્ષણ ક્ષેત્રે અને આચાર્ય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે તથા જૂથવાદ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ પણ વાંચો : Rajkotમાં શાળાઓમાં અનઅધિકૃત પ્રવેશના પરિપત્રથી મોટો વિવાદ, સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટો મુશ્કેલીમાં મુકાયા

Read Full Story arrow_forward