android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: અંકલેશ્વરમાં અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો, શહેર અને GIDCમાં જનજીવન પ્રભાવિત
calendar_today October 24, 2026

Gujarat Latest News Live: અંકલેશ્વરમાં અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો, શહેર અને GIDCમાં જનજીવન પ્રભાવિત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Banaskantha News: 500 કરોડનું GST કૌભાંડ જાહેર કરનાર વેપારીનું લાયસન્સ સસ્પેન્ડ, તંત્રેએ નોટીસ આપી ખુલાસો માંગ્યો
calendar_today October 24, 2026

Banaskantha News: 500 કરોડનું GST કૌભાંડ જાહેર કરનાર વેપારીનું લાયસન્સ સસ્પેન્ડ, તંત્રેએ નોટીસ આપી ખુલાસો માંગ્યો

ડીસા માર્કેટયાર્ડમાં એક વેપારીએ પોતાની પેઢી આગળથી જ એક વીડિયો વાયરલ કર્યો હતો.જેમાં ડીસા માર્કેટયાર્ડમાં સુઆયોજિત રીતે થતા GST કૌભાંડ વિશે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ માર્કેટયાર્ડના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. માર્કેટના સત્તાધીશો આ વેપારીને દબાવવા માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી ખરીદીની કામગીરીને રોકાવી દીધી હતી અને તેને દબાવી ખુલાસાની માંગણી કરી હતી. જોકે વેપારી પણ આ વીડિયો વાયરલ કર્યા બાદ માર્કેટના અધિકારીઓની ધમકીના કારણે ફફડી ઉઠ્યો છે. આ વેપારી પણ મૂંઝવણમાં મુકાયો છેજોકે વેપારીએ જે વીડિયો વાયરલ કર્યો છે તેમાં ક્યાંક સત્યતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે હાલમાં તો આ 500 કરોડથી વધુ GST ચોરીને દબાવવા વેપારીઓ અત્યારે બિલો બનાવવામાં અને આ મામલાને દબાવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાની વિગતો પણ સામે આવી છે. માર્કેટયાર્ડના સત્તાધીશો ના પગ નીચે રેલો ન આવે તે માટે તેઓ દ્વારા આ વેપારીને દબાવી તેનું માફી પત્ર તેમજ તેને ધંધો ન કરવા દેવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે અને હાલ તેને લાયસન્સ રદ કરી કમિટી નક્કી કરશે તેમ કહી ખરીદી બંધ કરાવી દેવામાં આવી છે જેને લઈને હાલ આ વેપારી પણ મૂંઝવણમાં મુકાયો છે.ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આ GST ચોરીનું કૌભાંડ ઘણા સમયથી ચાલુ રહ્યું હોવાનું પણ કેટલાક વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.મગફળી અને રાયડાનું ખરીદ વેચાણ થઈ રહ્યું છેજોકે કેટલાક વેપારીઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાની GST ચોરી કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. GST અધિકારીઓ હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરે છે કે પછી GST અધિકારીઓ પર મિલીભગત હોય તેમ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવા નાટકો ભજવે છે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ડીસા માર્કેટયાર્ડમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનું ટર્નઓવર થઈ રહ્યું છે જેમાં ખાસ કરીને મગફળી અને રાયડાનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે.પરંતુ ઘણા સમયથી આ માર્કેટયાર્ડમાં GST ચોરીની ફરિયાદો થઈ રહી છે.ત્યારે હવે GST અધિકારીઓ શું આ બાબતની તપાસ કરશે ખરા અને સરકારને થતી GST ચોરીના નુકસાન બાબતે ભરપાઈ કરાવશે ખરા તે ચર્ચાનો વિષય બન્યો છે.વેપારી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે :સેક્રેટરીઆ બાબતે માર્કેટયાર્ડના સેક્રેટરી અમરત જોષીએ જણાવ્યું હતું કે, વેપારીએ નિયમ વિરૂદ્ધ વીડિયો વાયરલ કર્યો છે જેથી તેને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે સાથે હાલ તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.સાત દિવસમાં તેણે ખુલાસો રજૂ કરવો પડશે ત્યારબાદ કમિટીએ નક્કી કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પણ વાંચોઃ Mahesana : બ્રાહ્મણવાડા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું

Read Full Story arrow_forward
Ahmedabad News: રાજ્યના વીજ ગ્રાહકોના માથે હવે વધારાનો FPPAS ચાર્જ, સામાન્ય ગ્રાહકોનું બિલ વધશે
calendar_today October 24, 2026

Ahmedabad News: રાજ્યના વીજ ગ્રાહકોના માથે હવે વધારાનો FPPAS ચાર્જ, સામાન્ય ગ્રાહકોનું બિલ વધશે

સરકારી વીજ કંપનીના જોડાણ ધરાવતા સામાન્ય ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર છે, જુલાઈ 2026થી લાગુ કરાયેલા નવા ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જ દર મુજબ હવે વીજળીના બિલમાં યુનિટદીઠ રૂ.2.45નો બેઝ ચાર્જ અને તેના ઉપરાંત 3.99%નો વેરિએબલ સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.અગાઉ એપ્રિલથી જૂન દરમિયાન બેઝ ચાર્જ રૂ.2.30 પ્રતિ યુનિટ હતો અને વેરિએબલ સરચાર્જ શૂન્ય હતો.એટલે ગ્રાહકો પર એકસાથે બે પ્રકારનો વધારાનો બોજ આવ્યો છે.સતત મોંઘવારીથી પીસાઈ રહેલી જનતાને ભાજપ સરકારે વધુ એક ઝટકો આપ્યો છે તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે.કોલસાથી વીજળી બને છે તો બંન્નેનો હિસાબ ક્યાં છે?કોંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે,3.99%નો સરચાર્જ શા માટે? વીજળીના ઉત્પાદન અને ખરીદીના ખર્ચમાં ખરેખર કેટલો વધારો થયો છે? સરકાર અને વીજ કંપનીઓ તેનો સ્પષ્ટ હિસાબ જાહેર કરશે? કોલસાથી વીજળી બને છે તો બંન્નેનો હિસાબ ક્યાં છે?કોલસા ઉપરાંત ગેસ,અન્ય વીજ સ્ત્રોતો અને વીજ ખરીદીના ખર્ચમાં થતા ફેરફારોને ધ્યાનમાં લઈને FPPAS નક્કી થાય છે.ગ્રાહકોને ખર્ચનો પારદર્શક હિસાબ કેમ ન આપવામાં આવે?આ વધારો સપ્ટેમ્બર મહિનાના વીજ બિલથી લાગુ થશે.તેની ગણતરી 1 જુલાઈથી કરવામાં આવનાર હોવાથી જુલાઈ અને ઓગસ્ટ મહિનાના બિલમાં થયેલા તફાવતની રકમ પણ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે.વીજ ગ્રાહકોને આ વધારાની અસર થશેખેતીવાડી વીજ જોડાણોને બાદ કરતાં રહેણાંક મકાનો,દુકાનો,ઓફિસો અને કારખાનાઓ સહિતના વીજ ગ્રાહકોને આ વધારાની અસર થશે.ઊર્જા ચાર્જ અને સરચાર્જ બંનેનો બોજ કેમ? ગ્રાહકો પાસેથી યુનિટદીઠ રૂ.2.45નો FPPAS ચાર્જ વસૂલાતો હોય અને તેના ઉપર 3.99%નો વધારાનો ચાર્જ પણ લાંગતો હોય, તો તેની ગણતરી બિલમાં સ્પષ્ટ દેખાવી જોઈએ.ફિક્સ ચાર્જ પર પણ વધારાની અસર કેમ? લાગુ પડતા નિયમો મુજબ 3.99%ની ગણતરીમાં ઊર્જા ચાર્જ,બેઝ FPPAS અને ફિક્સ/ડિમાન્ડ ચાર્જનો સમાવેશ થાય છે.અન્ય ચાર્જ પર પણ તેની અસર થઈ શકે છેગ્રાહકે વાપરેલી વીજળીના ખર્ચ ઉપરાંત અન્ય ચાર્જ પર પણ તેની અસર થઈ શકે છે. નવા દરો 1 જુલાઈ 2026થી લાગુ થયા હોવાથી અગાઉના મહિનાઓના બાકી તફાવતની અસર પણ પછીના બિલમાં દેખાઈ શકે છે.સૌથી મોટો સવાલ એ છે કે વીજળીના વધતા ખર્ચનો બોજ સામાન્ય મધ્યમવર્ગીય અને ગરીબ પરિવાર પર જ કેમ પડે? સરકાર અને વીજ કંપનીઓએ દર વધારાના કારણો, ગણતરીની પદ્ધતિ અને ગ્રાહકો પર પડતી અસર અંગે જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ. માત્ર બિલ ભરવા માટે નથી,તેને હિસાબ માંગવાનો પણ અધિકાર હોવાનું વિપક્ષે જણાવ્યું છે.આ પણ વાંચોઃ Banaskantha News: 500 કરોડનું GST કૌભાંડ જાહેર કરનાર વેપારીનું લાયસન્સ સસ્પેન્ડ, તંત્રેએ નોટીસ આપી ખુલાસો માંગ્યો

Read Full Story arrow_forward