android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana : ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે, રાત્રે 8 થી 10 વાગ્યા સુધીની જ મંજૂરી
calendar_today October 23, 2026

Mahesana : ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે, રાત્રે 8 થી 10 વાગ્યા સુધીની જ મંજૂરી

દિવાળીના તહેવારો દરમિયાન ફ્ટાકડાથી થતા હવા અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્ટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ અંગે વિવિધ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. જાહેરનામા અનુસાર, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ઓછું પ્રદૂષણ કરતા માન્ય ગ્રીન ફ્ટાકડાના ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી છે. વધુ અવાજ અને ધુમાડો કરતા અને સિરીઝ ફ્ટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેરિયમનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ફ્ટાકડાઓ પર પણ પ્રતિબંધ રહેશે. ફ્ટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ કરી શકશે અને ઓનલાઇન માધ્યમથી ફ્ટાકડાના વેચાણ પર પ્રતિબંધ રહેશે.મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ મયંક પટેલે આ જાહેરનામા મુજબ દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન રાત્રે 8.00 થી 10.00 વાગ્યા સુધી જ ફ્ટાકડા ફોડી શકાશે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન રાત્રે 11.55 થી મધરાતના 12.30 વાગ્યા સુધી જ ફ્ટાકડા ફોડવાની મંજૂરી રહેશે. માત્ર અધિકૃત સંસ્થા દ્વારા મંજૂર કરાયેલા અને નિર્ધારિત ધ્વનિ-સ્તરનું પાલન કરતા ફ્ટાકડાનો જ ઉપયોગ કરી શકાશે. હોસ્પિટલો, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારને શાંત વિસ્તાર તરીકે ગણવામાં આવશે. આ વિસ્તારમાં ફ્ટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. આયાતી ફ્ટાકડાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. પેટ્રોલ પંપ, સીએનજી પંપ તથા અન્ય જોખમી સ્થળોની નજીક ફ્ટાકડાનો સંગ્રહ કરવા સામે પણ પ્રતિબંધાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, ચાઈનીઝ ટુક્કલ, આકાશ દીવા અને રોકેટ જેવા ઉડતા સાધનોના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સામે પણ જાહેરનામામાં નિયંત્રણો દર્શાવવામાં આવ્યાં છે. આ જાહેરનામું તા. 6.11.2026 થી તા.24.11.2026 સુધી તથા ક્રિસમસ, નૂતન વર્ષ દરમિયાન અમલમાં રહેશે. જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર કે મદદગારી કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે કાર્યવાહી કરવા માટે પીએસઆઈ કે તેથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur : 30મી ઓક્ટોબરે PM મોદીબનાસકાંઠા આવશે
calendar_today October 23, 2026

Palanpur : 30મી ઓક્ટોબરે PM મોદીબનાસકાંઠા આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 30 મી ઓક્ટોબર 2026 શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાની ડીસા નજીક આવેલા ભીલડી ખાતે પધારનાર છે. વડાપ્રધાનના આ કાર્યક્રમના સુચારુ આયોજન અને તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાનના આગમન, સુરક્ષા વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળનું સંચાલન અને જનમેદનીની સુવિધા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી સીધા બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચશે અને બનાસકાંઠાની ધરા પરથી દેશભરના કરોડો અન્નદાતાઓ માટે પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાનો 24 મો હપ્તો ડિજિટલી સીધો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવીને મોટી ભેટ આપશે. આ ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન વિશાળ જનમેદનીને સંબોધિત કરશે તેમજ બનાસકાંઠાની જીવાદોરી સમાન શ્વેતક્રાંતિની અગ્રેસર મહિલા દૂધ ઉત્પાદકો, પ્રગતિશીલ ખેડૂતો અને યુવાનો સાથે સીધો સંવાદ સાધીને તેમની સફળતા અને અનુભવો વિશે ચર્ચા કરશે. આ કાર્યક્રમ દરમ્યાન વડાપ્રધાનના હસ્તે બનાસડેરીના મહત્ત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ખાતમુર્હુત સંપન્ન થશે. જેમાં મુખ્યત્વે ભીલડી ખાતે 127 એકર વિસ્તારમાં રૂા.325 કરોડના ખર્ચે નવનિર્મિત ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ કેન્દ્ર ઓપીયુ-આઈવીએફ અને ભ્રુણ પ્રત્યારોપણ જેવી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓથી સજ્જ છે જે વાર્ષિક 25,000 ભ્રુણ ઉત્પાદનના લક્ષ્ય સાથે દેશી પશુઓની ઓલાદ સુધારણા અને ઉત્પાદકતા વધારવામાં સીમાચિહનરૂપ સાબિત થશે. આ ઉપરાંત બનાસડેરીના પાલનપુર સંકુલ ખાતે અત્યાધુનિક ઓટોમેટેડ સ્ટોરેજન એન્ડ રિટ્રીવલ સિસ્ટમ તથા સણાદર સ્થિત બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના ક્ષમતા વિસ્તરણ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે. સાથોસાથ ગ્રીન એનર્જીને વેગ આપવા માટે રાધનપુર અને થરાદ ખાતે પશુઓના છાણ આધારીત બનાસ બાયો-સીએનજી પ્લાન્ટનું ખાતમુર્હુત કરવામાં આવશે. આ પ્રસંગે અધિકારીઓને માર્ગદર્શન આપતાં કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાધીને સંપૂર્ણ સજ્જતા સાથે કામગીરી સુનિશ્ચિત કરે. તેમણે કાર્યક્રમ સ્થળે કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન, પીવાના પાણી, આરોગ્ય અને ઈમરજન્સી સેવાઓ, પાર્કિંગ તેમજ ફાયર સેફ્ટી જેવી મુળભુત સુવિધાઓમાં લેશમાત્ર ક્ષતિ ન રહે તે દિશામાં ખેડૂતો અને નાગરિકોને કાર્યક્રમ સ્થળે પહોંચવામાં કે પરત ફરવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે પ્રોટોકોલ મુજબની સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવે અને સમયપાલનનું ચુસ્તપણે પાલન થાય. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ સહિત જિલ્લાના તમામ સંબંધિત ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
WAR ROOM :  ગુજરાતમાં પાણી મુદ્દે રાજકારણ ગરમાયું
calendar_today October 23, 2026

WAR ROOM : ગુજરાતમાં પાણી મુદ્દે રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward