android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
October 19 2026: અમેરિકાના વિદેશ પ્રધાનની ભારત મુલાકાત, ભારત-ન્યુઝીલેન્ડ FTA લાગુ
calendar_today October 18, 2026

October 19 2026: અમેરિકાના વિદેશ પ્રધાનની ભારત મુલાકાત, ભારત-ન્યુઝીલેન્ડ FTA લાગુ

19 ઓક્ટોબરના સમાચાર, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોની ભારત મુલાકાત, ભારત અને ન્યુઝીલેન્ડ FTA લાગુ સહિતના મુખ્ય કાર્યક્રમો યોજાશે.માર્કો રૂબિયોની ભારત મુલાકાતઅમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો 19 થી 22 ઓક્ટોબર, 2026 દરમિયાન પોતાની ભારત મુલાકાત વખતે રાજધાની નવી દિલ્હી જવાની જગ્યાએ સીધા મુંબઈ અને જામનગર જશે. કૂટનીતિક ઇતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું છે કે કોઈ અમેરિકી વિદેશ મંત્રી સત્તાવાર ભારત પ્રવાસે આવી રહ્યા હોય અને તેમનો દિલ્હીમાં કોઈ કાર્યક્રમ નક્કી ન હોય.ભારત-ન્યુઝીલેન્ડ FTA લાગુભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર (FTA) કાલથી અમલમાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ બપોરે 1 વાગ્યે વાણિજ્ય ભવન ખાતે આ કરાર લાગુ થવાના સમારોહનું નેતૃત્વ કરશે.SCO ની બેઠકમાં રાજનાથ સિંહની હાજરીરક્ષા મંત્રી રાજનાથ સિંહ 19-20 ઓક્ટોબરે તજાકિસ્તાનના દુશાંબે ખાતે યોજાનારી શંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વડાઓની પરિષદની ૨૫મી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ બેઠક સભ્ય દેશો વચ્ચે બહુપક્ષીય સહયોગને મજબૂત કરવા પર કેન્દ્રિત રહેશે.સુપ્રીમ કોર્ટમાં દશેરાનું વેકેશન સુપ્રીમ કોર્ટમાં 19 ઓક્ટોબરથી દશેરાનું વેકેશન શરૂ થઈ રહ્યું છે, જેના કારણે આ આખા અઠવાડિયા દરમિયાન કોર્ટમાં નિયમિત સુનાવણી નહીં થાય. દશેરાની આ રજાઓ 19 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2026 સુધી ચાલશે.ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રૂપાલ જશેઆવતીકાલે સવારે 9:30 વાગે રૂપાલ વરદાયિની માતાના મંદિરે દર્શન કરવા જશે નવરાત્રીનું અંતિમ નોરતુંનગરદેવી ભદ્રકાળી મંદિરમાં ભક્તોની છેલ્લા નવરાત્રીના દિવસે ભીડ જામશે ત્યારે સવારે દર્શનાર્થીઓ ઉપર કરી શકાયવડોદરામાં મહાકાય રાવણનું દહન થશેવડોદરાના પોલોમેદાન ખાતે દર વર્ષ ની જેમ ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલાનું આયોજન કરાશે. ઉપરાંત મહાકાય રાવણ નું દહન કરાશે.જી.આઈ. ડી.સી ખાતે હાલ રાવણ,કુમ્ભકર્ણ અને મેઘનાદ ના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. અંબાજીમાં પરંપરાગત પૂજાનું આયોજનશક્તિપીઠ અંબાજી મંદિરમાં આવતીકાલે આઠમા નોરતે પરંપરાગત હવન અને પૂજાનું આયોજન થવાનું છે.દાંતા રાજ પરિવાર સાથે જોડાયેલી આશરે 40 પેઢી જૂની પરંપરા અનુસાર આઠમની પૂજા કરવામાં આવશે.

Read Full Story arrow_forward
Surat News : પોલીસ જ બની બુટલેગર! ટ્રાફિક પોલીસના 4 જવાનો વિદેશી દારૂના જથ્થા સાથે હાઈવે પરથી ઝડપાયા
calendar_today October 18, 2026

Surat News : પોલીસ જ બની બુટલેગર! ટ્રાફિક પોલીસના 4 જવાનો વિદેશી દારૂના જથ્થા સાથે હાઈવે પરથી ઝડપાયા

સુરત પોલીસ બેડા અને સમગ્ર રાજ્યના પોલીસ તંત્રને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓ જ દારૂની હેરાફેરી કરતા નવસારી જિલ્લામાંથી ઝડપાઈ ગયા છે. નવસારી એલસીબી (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે પર સઘન વોચ ગોઠવીને કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહેલા સુરત ટ્રાફિક પોલીસના 4 કર્મચારીઓ સહિત કુલ 5 શખ્સોને રસ્તામાં જ આંતરી લીધા હતા.ફિલ્મી ઢબે પીછો કરી પાંચેય આરોપીઓની ધરપકડનવસારી LCB ની ટીમે જ્યારે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ બચવા માટે પોલીસની ટીમ પર જ હુમલો કરી દીધો હતો. કારમાં સવાર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ કાયદો હાથમાં લઈને નવસારી LCB ના જવાન પર લાઠી વડે હુમલો કરી દીધો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, LCB ની ટીમે સહેજ પણ ડર્યા વગર ફિલ્મી ઢબે કારનો પીછો કરી તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સુરત ટ્રાફિક પોલીસના કર્મચારી રાહુલકુમાર ધ્રાંગી, અંકિત દેવડા, પીન્ટુ ડુંગાઇસા અને દિતા ચૌહાણનો સમાવેશ થાય છે.રાયોટિંગ અને પ્રોહિબિશનનો ગુનો નોંધાયોપોલીસે અટકાયત બાદ કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની કુલ 64 બોટલો મળી આવી હતી. નવસારી LCB એ વિદેશી દારૂ, કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 5,60,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોતાની જ ખાખી વર્ધીને દાગ લગાડનાર સુરત ટ્રાફિક પોલીસના આ ચારેય કર્મચારીઓ અને તેમના સાથીદાર સામે નવસારી પોલીસે ફરજમાં રુકાવટ, રાયોટિંગ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગંભીર કલમો નોંધી આગળની આકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો : Suratમાં નવરાત્રી મહોત્સવમાં ભારે હોબાળો, 'OG નવરાત્રી'માં બેરિકેડ તૂટ્યા તો 'સુવર્ણ નવરાત્રી'માં બાઉન્સરોએ યુવતીઓ પર હાથ ઉઠાવ્યો

Read Full Story arrow_forward
Jammu Kashmir: સેનાના અધિકારીની પત્ની પર જાસૂસીનો આરોપ, ચીનના એજન્ટો સાથે સંપર્ક હોવાની શંકા
calendar_today October 18, 2026

Jammu Kashmir: સેનાના અધિકારીની પત્ની પર જાસૂસીનો આરોપ, ચીનના એજન્ટો સાથે સંપર્ક હોવાની શંકા

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના એક અધિકારીની પત્ની સામે દેશની સુરક્ષા સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી વિદેશી એજન્ટો સાથે શેર કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અહેવાલો મુજબ, વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા લોકોનો સંપર્ક હોવાની શંકા છે, જેમાં ચીન સાથે જોડાયેલા લોકોનો પણ ઉલ્લેખ થયો છે. આ કેસ જમ્મુના ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. મહિલા સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી મહિલા સામેના આરોપો સાબિત થયા નથી. 18 ઓક્ટોબરના અહેવાલો મુજબ, તેની પૂછપરછ ચાલી રહી છે પરંતું તેની ધરપકડ કરવામાં આવી નથી. જમ્મુમાં નોંધાઈ FIRજમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી માહિતીના આધારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મહિલા દેશની સુરક્ષા સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી એકત્ર કરી રહી હતી અને તેને વિદેશી લોકો સુધી પહોંચાડતી હોવાની શંકા છે. આ કેસમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટની કલમ 3 અને 4 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 અને 61(2) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ કલમો જાસૂસી, વિદેશી એજન્ટો સાથે સંપર્ક, દેશની સંપ્રભુતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો તથા ગુનાહિત કાવતરાં સાથે સંબંધિત છેચીન સાથે જોડાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસકેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલા વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં હતી. આમાં ચીન સાથે જોડાયેલા લોકોનો પણ ઉલ્લેખ છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મહિલા કોના સંપર્કમાં હતી અને તેની સાથે કયા પ્રકારની માહિતીની આપ-લે થઈ હતી. PTIના અહેવાલ મુજબ, મહિલા કેટલીક સંશોધન સંબંધિત પ્રવૃત્તિઓ કરી રહી હતી અને તપાસ એ પણ કરી રહી છે કે કોઈ માહિતી વિદેશી ગુપ્તચર એજન્ટો સુધી પહોંચાડવામાં આવી હતી કે નહીં. સંવેદનશીલ દસ્તાવેજો અને ડિજિટલ માહિતી અંગે શંકાતપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, મહિલા પાસે સંવેદનશીલ દસ્તાવેજો, તસવીરો અને ઇલેક્ટ્રોનિક ડેટા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ માહિતી એન્ક્રિપ્ટેડ સંચાર માધ્યમો દ્વારા વિદેશમાં રહેલા લોકો સાથે શેર કરવામાં આવી હોવાની પણ શંકા છે. મહિલા જમ્મુમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. તેની ધરપકડ કરવામાં આવી નથી. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મહિલા વિદેશી સંપર્કોમાં કેવી રીતે આવી અને તેના સંશોધન સંબંધિત કામનો આ કેસ સાથે કોઈ સંબંધ છે કે નહીં. તપાસ પૂર્ણ થયા પછી જ આરોપો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. આ પણ વાંચો: Tiger Shroff Firing: 'સલમાન ખાન સાથે જે પણ કામ કરશે તેની સ્થિતિ આવી જ થશે...', ટાઇગર શ્રોફ પર હુમલા બાદ લોરેન્સ ગેંગની ધમકી

Read Full Story arrow_forward