android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Unjha: 'અલ નીનો'ના ડરે જીરુંના ભાવમાં તેજી, એક જ ઝાટકે ₹1,200નો ઉછાળો
calendar_today October 23, 2026

Unjha: 'અલ નીનો'ના ડરે જીરુંના ભાવમાં તેજી, એક જ ઝાટકે ₹1,200નો ઉછાળો

ગુજરાતના જીરું પકવતા ખેડૂતો માટે લાંબા સમય બાદ માર્કેટમાંથી અત્યંત ઉત્સાહજનક અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ ઊંઝા માર્કેટિંગ યાર્ડ સહિતના બજારોમાં જીરુંના ભાવમાં પ્રતિ 20 કિલો (એક મણ) દીઠ ₹1,000થી ₹1,200નો તોતિંગ વધારો નોંધાયો છે. ગત સિઝનમાં મબલખ ઉત્પાદનના ભાર હેઠળ તળિયે બેસી ગયેલા ભાવો હવે આગામી સિઝનમાં વાતાવરણના પ્રતિકૂળ સંકેતો અને 'અલ નીનો'ની સંભવિત અસરને પગલે તેજી તરફ વળ્યા છે. પડતર કિંમત કરતાં પણ ઊંચા ભાવ મળવાની શરૂઆત થતાં છેલ્લા ત્રણ વર્ષથી આર્થિક નુકસાન વેઠી રહેલા ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગત વર્ષે ₹5,000 થી ગગડીને ભાવ ₹3,500 સુધી પહોંચ્યા હતાગત વર્ષે અનુકૂળ હવામાન અને સારો વરસાદ રહેતાં સમગ્ર ગુજરાતમાં જીરુંનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું હતું. બજારમાં મોટા જથ્થાની આવક થતાં ઊંઝા યાર્ડમાં જીરુંના ભાવ પ્રતિ 20 કિલોએ ₹5,000  થી ગગડીને સીધા 3,500 ના તળિયે પહોંચી ગયા હતા.ઉત્પાદન વધુ હોવા છતાં વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ , ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાઓ અને સ્થાનિક વાતાવરણમાં ફેરફારના કારણે નિકાસ તથા બજારની માંગ સતત નબળી રહી હતી, જેથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હતો.'અલ નીનો' અને ઊંચા તાપમાનથી વાવેતર-ઉત્પાદન ઘટવાની ભીતિઅલ નીનોની અસર: આગામી સિઝનમાં 'અલ નીનો' સક્રિય થવાની સંભાવનાને પગલે શિયાળુ પાક માટે પાણીની અછત ઊભી થવાનો ભય સેવાઈ રહ્યો છે.જર્મિનેશન પર અસર: વાવેતર સમયે ઊંચું તાપમાન રહેવાના કારણે જીરુંના ઉગાવા (Germination) પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે, જેનાથી એકંદર વાવેતર વિસ્તાર અને ઉત્પાદન ઘટી શકે છે.તહેવારોની માંગ: આગામી તહેવારોની સિઝનને કારણે સ્થાનિક બજારોમાં જીરુંની માંગમાં અચાનક નોંધપાત્ર વધારો થયો છે.આ તમામ પરિબળોના સંયુક્ત પ્રભાવથી સ્ટોકિસ્ટો અને વેપારીઓમાં ખરીદી નીકળતાં બજારમાં પ્રતિ મણ સીધો ₹૧,૦૦૦ થી ₹૧,૨૦૦ નો મોટો ઉછાળો નોંધાયો છે.આ પણ વાંચો: Patan: હારીજમાં 11 વર્ષની માસૂમ બાળકીને ગરબા ચોકમાંથી ઢસડી જઈ આચર્યું દુષ્કર્મ; પિતાએ માઈક પર એનાઉન્સમેન્ટ કરતાં આરોપી ભાગ્યો!

Read Full Story arrow_forward
Dahod: ત્રિપલ અકસ્માતમાં જિંદગી સામેનો જંગ હારી ગયો 14 વર્ષનો માસૂમ; મૃત્યુઆંક વધીને 4 પહોંચતા હાહાકાર
calendar_today October 23, 2026

Dahod: ત્રિપલ અકસ્માતમાં જિંદગી સામેનો જંગ હારી ગયો 14 વર્ષનો માસૂમ; મૃત્યુઆંક વધીને 4 પહોંચતા હાહાકાર

દાહોદ પંથકમાં સર્જાયેલા અત્યંત ભયાનક અને ગમખ્વાર ત્રિપલ અકસ્માતના કેસમાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ક્રૂઝર, ઈકો ગાડી અને બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા ૧૪ વર્ષીય કિશોરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. આ સાથે જ આ ગોઝારા અકસ્માતમાં કુલ મૃત્યુઆંક વધીને હવે 4 પર પહોંચ્યો છે. એક પછી એક ચાર જિંદગીઓ કાળમુખા અકસ્માતનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.14 વર્ષીય યોગેશ ભૂરિયા જિંદગી સામેનો જંગ હારી ગયોદુર્ઘટના સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસારદાહોદ માર્ગ પર ક્રૂઝર, ઈકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્થળ પર અને અગાઉ કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત સમયે બાઈક પર સવાર 14 વર્ષીય યોગેશ અરવિંદભાઈ ભૂરિયા (જે મિલન નામના યુવક સાથે સવાર હતો) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ હોવાના કારણે યોગેશને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો.તબીબોની ભારે જહેમત છતાં 14 વર્ષીય યોગેશ સારવાર દરમિયાન જિંદગીનો જંગ હારી જતાં પરિવારે વહાલસોયો દીકરો ગુમાવ્યો છે.મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયોકિશોરના મોત બાદ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.પોલીસે બાળકના મૃતદેહનો કબજો મેળવી જરૂરી પંચનામાની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.અગાઉ 3 લોકોના મોત બાદ હવે વધુ એક નિર્દોષનો ભોગ લેવાતાં અકસ્માતનો કુલ ભોગ બનનારાઓની સંખ્યા 4 થઈ છે. દાહોદ પોલીસે ત્રણેય ક્ષતિગ્રસ્ત વાહનો અને ઘટનાસ્થળના પંચનામાના આધારે અકસ્માત સર્જનારા જવાબદાર ચાલકો સામે વધુ કાનૂની સંકજો કસવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Unjha: 'અલ નીનો'ના ડરે જીરુંના ભાવમાં તેજી, એક જ ઝાટકે ₹1,200નો ઉછાળો

Read Full Story arrow_forward
Gandhinagar મનપાના નવા મેયર કોણ બનશે? 44માંથી 38 બેઠકો જીત્યા બાદ ભાજપમાં રાજકીય દોડધામ તેજ
calendar_today October 23, 2026

Gandhinagar મનપાના નવા મેયર કોણ બનશે? 44માંથી 38 બેઠકો જીત્યા બાદ ભાજપમાં રાજકીય દોડધામ તેજ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ 44 માંથી 38 બેઠકો પર શાનદાર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આ પ્રચંડ વિજય બાદ હવે ગાંધીનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર કોણ બનશે તેને લઈને રાજકીય ગલીઓમાં ચર્ચાઓ અને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. આ વખતે મેયર પદ બક્ષીપંચ સમુદાય માટે અનામત ફાળવવામાં આવ્યું હોવાથી, ભાજપ દ્વારા કયા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે.મેયર પદની રેસમાં અંકિત બારોટ, કનુ દેસાઈ, મહેશ ચૌધરી અને ધર્મેન્દ્ર નાયી મોખરેમેયર પદ માટે ભાજપના વિવિધ જૂથો અને સક્રિય નેતાઓના નામ જોરશોરથી ચર્ચામાં છે. પ્રાપ્ત વિગતો મુજબ, યુવા અને સક્રિય નેતા અંકિત બારોટ તેમજ પીઢ સંગઠન કાર્યકર કનુ દેસાઈ આ રેસમાં પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. આ ઉપરાંત, મહેશ ચૌધરી કે જેઓ ઓબીસી હોવા છતાં જનરલ બેઠક પરથી શાનદાર વિજય મેળવીને આવ્યા છે, તેમનું નામ પણ મોખરે છે. સાથે જ વોર્ડ નંબર ૧૦ માંથી ભાજપ પેનલમાંથી વિજેતા બનેલા ધર્મેન્દ્ર નાયીનું નામ પણ મેયર પદની રેસમાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ દાવેદારોની લાઈન લાગીમાત્ર મેયર પદ જ નહીં, પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાના અત્યંત મહત્વપૂર્ણ એવા 'સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન' પદ માટે પણ લોબિંગ અને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ પદ માટે વોર્ડ નંબર ૧૧ ના કોર્પોરેટર જશવંત પટેલ, વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર મહેન્દ્ર પટેલ તેમજ વોર્ડ નંબર ૯ ના જ અન્ય કોર્પોરેટર ગૌરાંગ પટેલના નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. આગામી સમયમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા કયા નામો પર અંતિમ મહોર મારવામાં આવે છે તેના પર સમગ્ર રાજ્યના રાજકારણીઓની નજર છે.આ પણ વાંચો : Mahisagar News : પાણી નહીં મળે તેવા પત્રથી સળગ્યો હતો વિરોધ, સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર દોડતું થયું

Read Full Story arrow_forward