android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepurની ભારજ નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર પ્રાંત અધિકારીના દરોડા, બે ટ્રેક્ટર જપ્ત!
calendar_today October 23, 2026

Chhota Udepurની ભારજ નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર પ્રાંત અધિકારીના દરોડા, બે ટ્રેક્ટર જપ્ત!

છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ સંપત્તિ ગણાતી રેતીના ગેરકાયદે ખનન સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં રેતીની ભારે માંગને કારણે રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને જિલ્લાની વિવિધ નદીઓમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘણી બધી રેતીની લીઝો સત્તાવાર રીતે બંધ હોવા છતાં ખાનગીમાં બેરોકટોક ખનન ચાલતું હોવાની બાતમી પ્રાંત અધિકારી (SDM) ને મળી હતી. આ બાતમીના આધારે પ્રાંત અધિકારીએ શીહોદ ગામ પાસેથી પસાર થતી ભારજ નદીના પટમાં અચાનક દરોડો (રેડ) પાડ્યો હતો.ટ્રેક્ટરમાં રેતી ભરી રહેલા તત્વોમાં મચી ગઈ ભાગદોડપ્રાંત અધિકારીની આગેવાનીમાં પોલીસ અને વહીવટી ટીમ અચાનક ભારજ નદી પર ત્રાટકતા જ ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરોમાં રેતી ભરી રહેલા ખનનકર્તાઓ અને માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. અધિકારીએ સ્થળ પર જ તપાસ હાથ ધરીને ગેરકાયદે રેતી ખનન કરતા બે ટ્રેક્ટરોને રંગેહાથ ઝડપી લીધા હતા. અચાનક થયેલી આ સરપ્રાઈઝ વિઝિટના કારણે રેતી ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.એસડીએમ દ્વારા કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરાઈસ્થળ પરથી ગેરકાયદે રેતી ભરેલા અને પરિવહન માટે વપરાતા બે ટ્રેક્ટર જપ્ત કરીને એસડીએમ દ્વારા પોલીસ અને માઇનિંગ વિભાગની મદદથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં હાહાકાર મચી ગયો છે, અને આગામી દિવસોમાં પણ આ પ્રકારે દરોડાની કાર્યવાહી ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jetpur: લગ્નના માંડ 6 મહિનામાં શંકાનું કાળમુખું ઝેર; દારૂડિયા પતિએ માસૂમ પત્નીને રહેંસી નાખી આત્મહત્યામાં ખપાવવાનો રચ્યો ખેલ!
calendar_today October 23, 2026

Jetpur: લગ્નના માંડ 6 મહિનામાં શંકાનું કાળમુખું ઝેર; દારૂડિયા પતિએ માસૂમ પત્નીને રહેંસી નાખી આત્મહત્યામાં ખપાવવાનો રચ્યો ખેલ!

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ-પીઠડીયા રેલવે ટ્રેક પરથી મળી આવેલી અજાણી યુવતીની લાશ પાછળનો અત્યંત સનસનાટીભર્યો અને કમકમાટી ઉપજાવે તેવો ભેદ વીરપુર પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કોઈ આકસ્મિક બનાવ કે આત્મહત્યા નહીં, પરંતુ ચારિત્ર્યની શંકામાં પતિ દ્વારા કરવામાં આવેલો પૂર્વઆયોજિત હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પત્નીનું ગળું દબાવ્યા બાદ પણ શ્વાસ ચાલુ જણાતાં માથામાં પથ્થરોના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશને ટ્રેક પર ફેંકી દેનાર હત્યારા પતિ દીપક સેંગારને વીરપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.ટ્રેનના લોકો પાયલટની સતર્કતાથી ષડયંત્રનો પર્દાફાશ થયોમોડી રાત્રિના સુમારે કાગવડ-પીઠડીયા વચ્ચેના રેલવે ટ્રેક પરથી ગાંધીનગર-વેરાવળ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તેના લોકો પાયલટ (ડ્રાઈવર) ને ટ્રેક પર કંઈક શંકાસ્પદ વસ્તુ કે માનવશરીર પડ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.ડ્રાઈવરે તાત્કાલિક જેતલસર રેલવે કંટ્રોલ રૂમને એલર્ટ કરતાં પાછળ આવી રહેલી બાંદ્રા-વેરાવળ ટ્રેનના ડ્રાઈવરને ચોક્કસ લોકેશન આપી ગતિ ધીમી રાખવા સૂચના અપાઈ હતી.લોકો પાયલટે સ્થળ પર ટ્રેન રોકી તપાસ કરતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતદેહનો કબજો જેતલસર રેલવે પોલીસ મારફતે હદ વિસ્તાર ધરાવતી વીરપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.ફોરેન્સિક PM રિપોર્ટમાં ગળું દબાવ્યાની પુષ્ટિવીરપુર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સથી તપાસ કરતાં મૃતક મહિલા મૂળ મધ્યપ્રદેશની વતની અને કાગવડની સીમમાં પરિવાર સાથે રહી ખેતમજૂરી કરતી 20 વર્ષીય દક્ષાબેન દીપકભાઈ સેંગાર હોવાનું ખુલ્યું હતું.જેતપુર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ ખાતે કરાવવામાં આવેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL/PM) રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે યુવતીનું મોત ટ્રેનની અડફેટે આવવાથી નહીં, પરંતુ ગળું દબાવીને શ્વાસ રુંધવાથી થયું છે.હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસે મૃતકના પતિ દીપક સેંગારને રાઉન્ડ-અપ કરી આકરી પૂછપરછ શરૂ કરી હતી.'શ્વાસ ચાલતો હતો એટલે માથામાં પથ્થર માર્યા'પોલીસ પૂછપરછમાં આરોપી દીપકે ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું મૃતક દક્ષાના પિતા સમીરભાઈ ભૂરિયાની ફરિયાદ મુજબ, દીકરીના લગ્ન ૬ મહિના પૂર્વે જ દીપક સાથે થયા હતા. દીપક દારૂ પીને દક્ષાના ચારિત્ર્ય પર અવારનવાર શંકા કરી મારઝૂડ કરતો હતો.ગત રાત્રે બોલાચાલી થતાં દીપકે આવેશમાં આવી પત્ની દક્ષાનું ગળું દબાવી દીધું હતું.પત્ની મરી ગઈ હોવાનું માની લાશને આત્મહત્યામાં ખપાવવા તે રેલવે ટ્રેક પર લઈ ગયો હતો. જોકે ટ્રેક પર પહોંચતાં દક્ષાનો શ્વાસ ચાલતો હોવાનું જણાતાં તેણે નિર્દયતાથી માથાના ભાગે પથ્થરો ઝીંકી તેને પતાવી દીધી હતી.ઉતાવળમાં લાશનો માત્ર માથાનો હિસ્સો જ પાટા પર રહ્યો અને બાકીનું શરીર બહાર રહી ગયું હતું, જેના કારણે ટ્રેન નીચે ચગદાઈ જવાનો તેનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.દીપકે આ કરતૂત પોતાના પિતા પ્રતાપભાઈને જણાવી હતી, જેમણે વેવાઈ સમીરભાઈને જાણ કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.આ પણ વાંચો: Dahod: ત્રિપલ અકસ્માતમાં જિંદગી સામેનો જંગ હારી ગયો 14 વર્ષનો માસૂમ; મૃત્યુઆંક વધીને 4 પહોંચતા હાહાકાર

Read Full Story arrow_forward
Gandhinagar News: ચૂંટણીના સંગ્રામ બાદ મેયર પદ માટે કાંટાની ટક્કર, શું ભાજપ સરપ્રાઈઝ આપશે?
calendar_today October 23, 2026

Gandhinagar News: ચૂંટણીના સંગ્રામ બાદ મેયર પદ માટે કાંટાની ટક્કર, શું ભાજપ સરપ્રાઈઝ આપશે?

ગાંધીનગર મહાનગરપાલિકામાં 38 બેઠકો જીતીને ભાજપે સત્તા તો જાળવી રાખી છે પણ જીત બાદ અસલી સંગ્રામ હવે સત્તાના શિખરે બેસનારા ચહેરા માટે શરૂ થયો છે.અનામત રોસ્ટર મુજબ આ વખતે ગાંધીનગરને OBC મેયર મળવાના છે.ત્યારે કમલમના ગલિયારાઓમાં સૌથી મોટો સવાલ એ ઘૂંટાઈ રહ્યો છે કે શું વર્ષો જૂનો વોર્ડ નંબર 5 નો દબદબો જળવાઈ રહેશે કે પછી 2027ની વિધાનસભા ચૂંટણીના જ્ઞાતિગત સમીકરણો સાધવા માટે પક્ષ કોઈ નવો જ ચહેરો સામે લાવશે? વાંચો ગાંધીનગર મનપામાં જ્ઞાતિ પ્રભુત્વ અને રાજકીય શતરંજનો સંપૂર્ણ અહેવાલ આ સ્પેશિયલ રિપોર્ટમાં.નવી જ્ઞાતિગત માંગ વચ્ચે જોરદાર ટક્કરપાટનગર ગાંધીનગરના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો સ્થાપના કાળથી જ વોર્ડ નંબર 5 નો અદભુત દબદબો રહ્યો છે.પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાથી લઈને હંસાબેન મોદી,પ્રવીણ પટેલ અને રીટાબેન પટેલ સુધીના 4-4 મેયર આ જ એક વોર્ડમાંથી આવ્યા છે.2026ની મનપાની ચૂંટણીમાં પણ વોર્ડ નંબર 5 પર ભાજપે કબ્જો જાળવી રાખ્યો છે.પરંતુ આ વખતે મેયર પદ OBC અનામત ફાળવાતા જ પરંપરાગત સત્તાના કેન્દ્ર અને નવી જ્ઞાતિગત માંગ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. વોર્ડ નંબર 10 ના ધર્મેન્દ્ર નાયીનો દાવો મજબૂત મનપાના મતદાર ડેટા પર નજર કરીએ તો,ગાંધીનગરના ગ્રામ્ય પટ્ટા અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ઠાકોર અને ચૌધરી/આંજણા સમાજનું મોટું રાજકીય વર્ચસ્વ છે. વોર્ડ 4 અને 9 માંથી મહેશ ચૌધરી જેવા પ્રભાવશાળી નેતાઓ દાવેદાર છે.જે ઉત્તર ગુજરાતના સમીકરણો સાધી શકે છે. બીજી તરફ,મોટી જ્ઞાતિઓ વચ્ચેના જૂથવાદથી બચવા ભાજપ હંમેશાં નાના અને સંગઠનનિષ્ઠ વર્ગને પ્રાધાન્ય આપે છે.એવામાં વોર્ડ નંબર 10 ના ધર્મેન્દ્ર નાયીનો દાવો મજબૂત બને છે.જ્યારે વોર્ડ-5 ના પરંપરાગત ચહેરા કનૈયાલાલ દેસાઈ ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તા તરીકે રેસમાં મજબૂત છે.સંપૂર્ણ પેનલ જીતનાર વોર્ડ પર જ પસંદગીનો કળશ આ ચૂંટણીમાં ભાજપ માટે કેટલાક ગણિત પણ બદલાયા છે.વોર્ડ નંબર 6 માં કોંગ્રેસે તમામ 4 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કરતા ભાજપનો ગઢ તોડ્યો છે.જેથી આ વોર્ડ મેયર પદની રેસમાંથી આપોઆપ ફેંકાઈ ગયો છે.​ઉપરાંત વોર્ડ નંબર 2 અને 7 માં ભાજપની પેનલ તૂટી હોવાથી હાઇકમાન્ડ જોખમ લેવા માગશે નહીં.ભાજપનું મોવડીમંડળ 4 ની સંપૂર્ણ પેનલ જીતનાર વોર્ડ પર જ પસંદગીનો કળશ ઢોળશે. ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવા માટે માસ્ટરરાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ કહ્યું હતું કે,વોર્ડ પાંચ જેમાંથી કનુભાઈ દેસાઈ અને અત્યાર સુધી લગભગ વોર્ડ પાંચમાંથી મેયર મળ્યા છે.તો એવું બને આ વખતે વોર્ડ પણ ચેન્જ કરે વત્તા જેણે કાંટાની ટક્કર સહન કરી છે.જેણે પાર્ટી માટે ઘણા સમયથી કઈક કામ કર્યું અને કમિટમેન્ટ રહી ચૂક્યા હોય સંઘમાંથી કોઈ આવતો પરિવાર હોય,ભલે ઓબીસી હોય પણ સંઘમાંથી આવતો પરિવાર હોય.આવાની કોઈ નિમણૂક થઈ શકે છે એવું આપણે માનવું રહ્યું.પણ ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવા માટે માસ્ટર છે.એટલે નબળા મેયર અને સબળા સ્ટેન્ડિંગ ચેરમેન એ ભારતીય જનતા પાર્ટી આપશે.મેયરની પસંદગી માત્ર મનપા પૂરતી સીમિત નથીભાજપ માટે મેયરની પસંદગી માત્ર મનપા પૂરતી સીમિત નથી પણ આવનારી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી નું મોટું ગણિત છે.પક્ષ આ વખતે 'એક વોર્ડ - એક હોદ્દો'ની નીતિ અપનાવી શકે છે.જો મેયર પદ OBC કેટેગરીમાંથી ફાળવાય તો ડેપ્યુટી મેયર તરીકે શહેરી વિસ્તારના જનરલ કે મહિલા ચહેરાને તક મળશે. જ્યારે નાણાકીય પાવર ધરાવતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મેયર પદથી વંચિત રહેલા પ્રભાવશાળી નેતાને ગોઠવીને સંતુલન સાધવામાં આવશે.હવે જોવાનું એ રહેશે કે ભાજપ મોવડીમંડળ દર વખતની જેમ અણધાર્યો નિર્ણય લઈને ચોંકાવી દે છે કે પછી જ્ઞાતિ અને વોર્ડના પરંપરાગત ગણિત પર જ ભરોસો મૂકે છે. સત્તાના આ સંગ્રામનું ચિત્ર ટૂંક સમયમાં જ સ્પષ્ટ થશે.જો ઠાકોર સમાજ માંથી મેયર બને તો..આ સમાજમાંથી મેયર બનવાથી પક્ષની સૌથી મોટી વોટબેંકને સીધો અને સચોટ રાજકીય સંદેશ મળે. આગામી સમયમાં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પાટનગર અને ઉત્તર ગુજરાતના પટ્ટામાં પ્રભાવશાળી ઠાકોર સમાજને સત્તાના શીર્ષ સ્થાને બેસાડવાથી પાર્ટીનું રાજકીય પલડું વધુ મજબૂત બની શકે છે. ગાંધીનગર મનપામાં કુલ 11 વોર્ડ પૈકી 8 વોર્ડમાં ​ઠાકોર સમાજ જમીની સ્તરે સારો જનસંપર્ક ધરાવતા હોવાથી વહીવટી અને સંગઠનાત્મક સંકલનમાં સરળતા રહે છે.  જો મેયર પદ ઠાકોર સમાજને ફાળવવામાં આવે, તો અન્ય ઓબીસી સમુદાયો (જેમ કે ચૌધરી, નાયી, રબારી કે પ્રજાપતિ સમાજ) ને સત્તામાં ઓછું પ્રતિનિધિત્વ મળ્યાની ભાવના પેદા થઈ શકે છે, જેનાથી આંતરિક અસંતોષ જાગી શકે. ગાંધીનગર શહેર (સેક્ટરો) અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે વિકાસના મુદ્દાઓ અલગ હોય છે. જો ગ્રામ્ય પ્રભુત્વ ધરાવતો ચહેરો મેયર બને, તો સેક્ટર વિસ્તારના કોર્પોરેટરો સાથે વહીવટી પ્રાથમિકતાઓને લઈને મતભેદો ઊભા થવાની સંભાવના રહે છે. ભાજપ સામાન્ય રીતે 'સૌનો સાથ, સૌનો વિકાસ' ની રાષ્ટ્રીય છબી ધરાવે છે, પરંતુ જો માત્ર સંખ્યાબળના આધારે મોટી જ્ઞાતિને જ પદો અપાય, તો વિપક્ષ દ્વારા તેને જ્ઞાતિવાદી સમીકરણો સાથે જોડીને ટીકા કરવાનો અવસર મળી શકે છે.

Read Full Story arrow_forward