android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: દિલ્હીમાં SIR મુદ્દે ચૂંટણી પંચની ઓફિસ બહાર પ્રદર્શનકારીઓ એકઠા થયા, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ
calendar_today October 23, 2026

Gujarat Latest News Live: દિલ્હીમાં SIR મુદ્દે ચૂંટણી પંચની ઓફિસ બહાર પ્રદર્શનકારીઓ એકઠા થયા, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Sandesh Digital Explainer: સાબરમતી જેલ બની ગઈ લોરેન્સનો અડીખમ કિલ્લો! માત્ર 535 કિમી દૂર હોવા છતાં મુંબઈ પોલીસના હાથ કેમ બંધાયેલા
calendar_today October 23, 2026

Sandesh Digital Explainer: સાબરમતી જેલ બની ગઈ લોરેન્સનો અડીખમ કિલ્લો! માત્ર 535 કિમી દૂર હોવા છતાં મુંબઈ પોલીસના હાથ કેમ બંધાયેલા

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ, એનસીપી નેતા બાબા સિદ્દીકીની સનસનાટીભરી હત્યા, ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીને ધમકી અને તાજેતરમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ જેવા હાઈ-પ્રોફાઈલ કેસોમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની સિન્ડિકેટનું નામ સતત સપાટી પર આવી રહ્યું છે. ગુજરાત મહારાષ્ટ્રનું પડોશી રાજ્ય છે અને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ મુંબઈથી માત્ર 535 કિલોમીટર દૂર છે, જ્યાં પહોંચવામાં માંડ ૧૦ કલાકનો સમય લાગે છે. આટલા બધા ગંભીર ગુનાઓ મુંબઈમાં બન્યા હોવા છતાં, મહારાષ્ટ્ર પોલીસ કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ લોરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લેવા કે રૂબરૂ પૂછપરછ કરવા માટે મુંબઈ લાવી શકી નથી.આ પાછળનું મુખ્ય કારણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો એક કડક આદેશ છે, જેણે તમામ તપાસ એજન્સીઓના હાથ કાનૂની રીતે બાંધી દીધા છે.લોરેન્સની આસપાસ કાનૂની અભેદ્ય કવચકેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઓગસ્ટ 2023 માં ફોજદારી કાર્યરીતિ સંહિતા (CrPC) ની કલમ 268 (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા - BNSS હેઠળ સમકક્ષ જોગવાઈ) હેઠળ એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું: આ આદેશ હેઠળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કોઈપણ તપાસ, કેસની કાર્યવાહી કે પૂછપરછ માટે સાબરમતી જેલ પરિસરની બહાર લઈ જવા પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવી છે. દેશભરની કોઈપણ અદાલતમાં પેશી હોય કે કોઈ રાજ્યની પોલીસ દ્વારા પૂછપરછ કરવાની હોય, તે તમામ કાર્યવાહી ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સિંગ (VC) મારફતે જ થઈ શકે છે. લોરેન્સના વકીલો કે પરિવારજનો પણ તેને સામાન્ય કેદીઓની જેમ રૂબરૂ મળી શકતા નથી.10 બેરેકની આખી જેલમાં લોરેન્સ એકલોપંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ લોરેન્સને દિલ્હીની તિહાર જેલમાંથી પંજાબની ભટિંડા જેલમાં ખસેડાયો હતો. જ્યાંથી તેણે જેલની અંદર બેસીને વીડિયો કોલ દ્વારા એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલને વિવાદાસ્પદ ઈન્ટરવ્યુ આપી સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા હતા.ત્યારબાદ ગુજરાત એટીએસ (ATS) દ્વારા એક કેસના સંદર્ભમાં તેને કસ્ટડીમાં લેવાયો અને અમદાવાદની ઐતિહાસિક સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો.સાબરમતી જેલના જે ભાગમાં તેને રખાયો છે ત્યાં કુલ 10 બેરેક છે, જેમાંથી 9 બેરેક સુરક્ષાના કારણોસર ખાલી રખાયા છે અને માત્ર એક બેરેકમાં લોરેન્સને અત્યંત ચુસ્ત કમાન્ડો સુરક્ષા હેઠળ એકલો રખાયો છે.છોટા રાજન જેવી વ્યવસ્થા અને રાજકીય માંગણીઓઆ પ્રકારની કડક કાનૂની પાબંદી અગાઉ વર્ષ 2015 માં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને તિહાર જેલમાં સુરક્ષિત રાખવા માટે લાગુ કરવામાં આવી હતી, જેથી ગેંગવોર કે ફરાર થવાના જોખમને ટાળી શકાય.લોરેન્સ બિશ્નોઈ સામે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિત 11 જેટલા રાજ્યોમાં કેસો નોંધાયેલા છે, પરંતુ આ તમામ રાજ્યોની પોલીસ પણ તેને જેલની બહાર લાવી શકી નથી. ટાઈગર શ્રોફ પર હુમલાની જવાબદારી બિશ્નોઈ ગેંગના અનિલ પંડિત દ્વારા લેવાયા બાદ વિપક્ષી પક્ષોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે લોરેન્સ પર લાગેલી આ કાનૂની સુરક્ષા હટાવી મુંબઈ પોલીસને તેની કસ્ટોડિયલ પૂછપરછ કરવાની છૂટ આપવામાં આવે.આ પણ વાંચો: Sandesh Digital Explainer: ‘ડી-કંપની’ કરતાં પણ ઘાતક મોડલ; સલમાનથી શરૂ થયેલી લોરેન્સ ગેંગની દહેશત માયાનગરીમાં કેમ વધી રહી છે?

Read Full Story arrow_forward
Ahmedabadમાં 2003ના અપહરણ કેસમાં 24 વર્ષથી ફરાર આરોપી વલસાડથી ઝડપાયો
calendar_today October 23, 2026

Ahmedabadમાં 2003ના અપહરણ કેસમાં 24 વર્ષથી ફરાર આરોપી વલસાડથી ઝડપાયો

અમદાવાદની ચાંદખેડા પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સફળતા મેળવતા છેલ્લા બે દાયકાથી ફરાર ચાલી રહેલા કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2003માં સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં 16 વર્ષીય સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી કાયદાની પકડથી દૂર રહેતો આરોપી દિનેશ ચીમનલાલ બોચીયા પોલીસના સકંજામાં આવી ગયો છે. મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની એવો આ આરોપી લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને વલસાડ ખાતે રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી.મદદથી વલસાડમાંથી શોધી કાઢ્યું આરોપીનું સરનામુંઆ કેસ વર્ષ 2003નો જૂનો હોવાથી પોલીસ પાસે આરોપી કે ભોગ બનનાર અંગેના કોઈ નક્કર પુરાવા કે સચોટ માહિતી ઉપલબ્ધ નહોતી. જોકે, ચાંદખેડા પોલીસ સ્ટેશનની ટીમે આ કોલ્ડ કેસને ગંભીરતાથી લઈને ટેકનિકલ એનાલિસિસ, સોશિયલ મીડિયા ટ્રેકિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ની મદદથી વલસાડ ખાતે આરોપીનું ચોક્કસ સરનામું અને તેના કામનું સ્થળ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. પોલીસે બાતમીના આધારે વલસાડમાં દરોડો પાડીને આરોપી દિનેશ બોચીયાને દબોચી લીધો હતો.આરોપીને સાબરમતી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈદિનેશ ચીમનલાલ બોચીયાની ધરપકડ કર્યા બાદ તેને ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. વર્ષ 2003માં સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાયો હોવાથી, આ પકડાયેલા આરોપીને વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાબરમતી પોલીસ સ્ટેશનના હવાલે કરવાની સત્તાવાર તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. દાયકાઓ જૂના કેસમાં પોલીસની સતર્કતાથી આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward