android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : નવા રોડની વચ્ચે જ ઝાડ, મનપાના બુદ્ધિનું પ્રદર્શન અને અણઘડ વહીવટ સામે સવાલો
calendar_today October 23, 2026

Ahmedabad : નવા રોડની વચ્ચે જ ઝાડ, મનપાના બુદ્ધિનું પ્રદર્શન અને અણઘડ વહીવટ સામે સવાલો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક વખત અણઘડ વહીવટ અને બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. મનપા તંત્ર દ્વારા નવો રોડ ડેવલપ કરવામાં આવ્યો હોવા છતાં માર્ગની વચ્ચે રહેલું ઝાડ હટાવવામાં આવ્યું નથી. રસ્તાની વચ્ચોવચ અને ડિવાઇડર કટ પાસે જ આ ઝાડ ઊભું હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનો ગંભીર ભય તેમજ ટ્રાફિકની સમસ્યા સર્જાશે.માર્ગની વચ્ચેનું ઝાડ હટાવવામાં આવ્યું નથીઅમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવો રોડ ડેવલપ કરવામાં આવ્યો છે, પરંતુ વિચિત્ર વહીવટના કારણે માર્ગની વચ્ચેનું ઝાડ હટાવવામાં આવ્યું નથી. રસ્તાની બરાબર વચ્ચે ઝાડ યથાવત રખાયું હોવાથી ત્યાંથી પસાર થતાં વાહનચાલકો માટે અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે. ડિવાઇડર કટ પાસે જ આ ઝાડ ઊભું છેસૌથી વધુ મુશ્કેલી એ વાતની છે કે ડિવાઇડર કટ પાસે જ આ ઝાડ ઊભું છે, જેના કારણે વાહનોને યુ-ટર્ન લેવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. યુ-ટર્ન વખતે વાહનો અટવાઈ જતાં માર્ગ પર વારંવાર ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે. મનપાના આ પ્રકારના બુદ્ધિના પ્રદર્શનથી સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.રોડ વિભાગ અને ગાર્ડન વિભાગ વચ્ચે સ્પષ્ટપણે સંકલનનો અભાવ આ છબરડા અંગે રોડ વિભાગ અને ગાર્ડન વિભાગ વચ્ચે સ્પષ્ટપણે સંકલનનો અભાવ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે રિક્રિએશન કમિટીના ચેરમેનનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર બાબત હવે તેમના ધ્યાને આવી ગઈ છે. અકસ્માત ન સર્જાય તે માટે આ અંગે ઝાડ પાસે જરૂરી સિમ્બોલ પણ લગાવી દેવામાં આવ્યા છે. ચેરમેને સ્વીકાર્યું હતું કે આમાં રોડ અને ગાર્ડન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ કહી શકાય. સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવા માટે ત્વરિત કામગીરીજોકે તેમણે ખાતરી આપી હતી કે હવે બંને વિભાગ સાથે મળીને સંકલન કરશે અને સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવા માટે ત્વરિત કામગીરી કરવામાં આવશે. ઝાડને હટાવવા બાબતે આગામી સમયમાં યોગ્ય નિર્ણય લઈને માર્ગને વાહન વ્યવહાર માટે સલામત બનાવવામાં આવશે, જેથી વાહનચાલકોને મુશ્કેલી વિના સરળતાથી યુ-ટર્ન લેવાની સુવિધા મળી રહે.  આ પણ વાંચો  :   CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કઇ શરતો હેઠળ મળ્યા જામીન ? કોર્ટને શું આપી બાંહેધરી ?                                

Read Full Story arrow_forward
Delhi: ચૂંટણી પંચની ઓફિસ પાસે એકઠા થયા પ્રદર્શનકારી, કેન્દ્રીય દળોની 273 કંપનીઓની તૈનાતી 31 ઓક્ટોબર સુધી લંબાવાઈ
calendar_today October 23, 2026

Delhi: ચૂંટણી પંચની ઓફિસ પાસે એકઠા થયા પ્રદર્શનકારી, કેન્દ્રીય દળોની 273 કંપનીઓની તૈનાતી 31 ઓક્ટોબર સુધી લંબાવાઈ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એસઆઈઆરના મુદ્દે ચૂંટણી પંચની કચેરી નજીક મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા છે. બીજી તરફ સઆઈઆરના મુદ્દે અને સીજેપીના વિરોધ પ્રદર્શનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એટલે કે સીએપીએફની 273 કંપનીઓની તૈનાતી બીજી વખત વધારીને 31 ઓક્ટોબર સુધી કરવાનો આદેશ જારી કરાયો છે. ચૂંટણી પંચ સામે દેખાવો થયા છે.મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા દિલ્હીમાં એસઆઈઆરના મુદ્દે ચૂંટણી પંચની કચેરી નજીક મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માગ કરી હતી. પ્રદર્શનકારીઓએ જંતરમંતર પર લાદવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાની પણ માગણી ઉઠાવી છે.સુરક્ષા વધારીને કડક ઘેરાબંધી કરવામાં આવીબીજી તરફ ચૂંટણી પંચના મુખ્યાલયની સુરક્ષા વધારીને કડક ઘેરાબંધી કરવામાં આવી છે અને સ્થળ પર વિશાળ સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરી દેવામાં આવ્યું છે. આજે સમગ્ર દેશભરમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ત્યારે રાજધાનીમાં સ્થિતિ નિયંત્રણમાં રાખવા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. અગાઉ કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ટુકડીઓ દિલ્હી લાવવામાં આવી હતી.પોલીસે ગૃહ મંત્રાલયને સીએપીએફની તૈનાતી લંબાવવા વિનંતી કરીદિલ્હીમાં સતત વધતા વિરોધ પ્રદર્શનોના પગલે દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને પત્ર મોકલીને સીએપીએફની તૈનાતી લંબાવવા વિનંતી કરી હતી. શરૂઆતમાં દિલ્હી પોલીસે 20 ઓક્ટોબર સુધી આ કેન્દ્રીય દળોની હાજરી ચાલુ રાખવાની માગ કરી હતી. 273 કંપનીઓની સેવાઓ ચાલુ રાખવાની મંજૂરીગૃહ મંત્રાલયે આ અપીલ સ્વીકારીને 22 ઓક્ટોબરે દિલ્હી પોલીસ અને સંબંધિત કેન્દ્રીય સુરક્ષા દળોને પરસ્પર સંકલન જાળવી રાખવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. પોલીસની રજૂઆત પર ગૃહ મંત્રાલય દ્વારા અગાઉ સીએપીએફની કુલ 301 કંપનીઓની તૈનાતીને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં દિલ્હી પોલીસ દ્વારા 6 ઓક્ટોબરે 221 કંપનીઓ અને 8 ઓક્ટોબરે 80 કંપનીઓની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ 10 ઓક્ટોબરે સીજેપીના વિશાળ પ્રદર્શનને લઈને મોટા પાયે આ દળો તહેનાત કરાયા હતા અને હવે સમયમર્યાદા બાદ પણ 273 કંપનીઓની સેવાઓ ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે.દિલ્હી પોલીસને મળેલી બાતમીદિલ્હી પોલીસને મળેલી બાતમી અને આશંકા મુજબ વિરોધ કરી રહેલા સંગઠનો ફરીથી જંતરમંતર, ચૂંટણી પંચ, સંસદ ભવન તેમજ ઈન્ડિયા ગેટ જેવા અત્યંત સંવેદનશીલ જાહેર સ્થળો પર ધસી જઈને ઉગ્ર દેખાવો કરી શકે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓની કચેરીઓ અને તેમના સત્તાવાર નિવાસસ્થાનો બહાર પણ જોરદાર પ્રદર્શન યોજવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છેદિલ્હી પોલીસ હાઈ એલર્ટ પરઆ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પાટનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા માટે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે. સીજેપી અને અન્ય સંગઠનોના આ સંભવિત આંદોલનોને પહોંચી વળવા માટે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસની વધારાના સમય સુધી 273 કંપનીઓ રોકી રાખવાની માગણીને આખરી મંજૂરી આપી દીધી છે. આ પણ વાંચો :   CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કઇ શરતો હેઠળ મળ્યા જામીન ? કોર્ટને શું આપી બાંહેધરી ?

Read Full Story arrow_forward
Delhi: બનશે વૈશ્વિક મંચ, 3 નવેમ્બરથી શરૂ થશે ઇન્ડો-પૅસિફિક ડાયલોગનું આયોજન
calendar_today October 23, 2026

Delhi: બનશે વૈશ્વિક મંચ, 3 નવેમ્બરથી શરૂ થશે ઇન્ડો-પૅસિફિક ડાયલોગનું આયોજન

ભારતીય નૌસેના દ્વારા આગામી ૩ થી ૫ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હીમાં ઇન્ડો-પેસિફિક રીજનલ ડાયલોગ (IPRD-2026)નું આયોજન કરવામાં આવશે. આ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ૧૮ દેશોના વિશેષજ્ઞો ભાગ લેવાના છે. આ વર્ષે આ સંમેલનની મુખ્ય થીમ 'ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિજ્ઞાન, તકનીક અને શૈક્ષણિક સહયોગ' રાખવામાં આવી છે. કાર્યક્રમના પહેલા દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહ સંમેલનને સંબોધિત કરશે. ભારતીય નૌસેના 'નેશનલ મેરીટાઇમ ફાઉન્ડેશન' સાથે મળીને આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહી છે. સંમેલનમાં દરિયાઈ સુરક્ષા, વૈજ્ઞાનિક સંશોધન, નવી ટેકનોલોજી, સમુદ્રનું ઉત્તમ વ્યવસ્થાપન અને આબોહવા પરિવર્તન જેવા મહત્વના પડકારો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત દરિયાઈ વેપાર અને સપ્લાય ચેઈનની સુરક્ષા, દરિયાઈ સંસાધનોના સંરક્ષણ અને મહત્વપૂર્ણ દરિયાઈ માળખાકીય સુવિધાઓને સુરક્ષિત રાખવા માટે સહયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.મુખ્ય ચર્ચાના વિષયો આ ત્રણ દિવસીય સંમેલન દરમિયાન કુલ પાંચ પ્રમુખ સત્રો યોજાશે, જેમાં નીચે મુજબના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે:• શૈક્ષણિક નેટવર્કિંગ અને રિસર્ચ: શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગ વધારવો અને નિષ્ણાતો તૈયાર કરવા.• દરિયાઈ સુરક્ષા અને નિરીક્ષણ: દરિયાઈ નિરીક્ષણ અને સુરક્ષા મજબૂત કરવી.• દરિયાઈ વિજ્ઞાન અને તકનીક: દરિયાઈ વિજ્ઞાનનો વિકાસ અને નવી દરિયાઈ ટેકનોલોજીનો ઉપયોગ.• આબોહવા પરિવર્તન અને પ્રશાસન: ક્લાઈમેટ ચેન્જ સામે લડવું અને મહાસાગર પ્રશાસન સુધારવું.વિશેષ સત્રો અને કાર્યક્રમો • પહેલા દિવસનું વિશેષ સત્ર: "Perspectives from the Flag Bridge" (પર્સપેક્ટિવ્સ ફ્રોમ ધ ફ્લેગ બ્રિજ) નામના સત્રમાં ભારત અને શ્રીલંકાના પૂર્વ નૌકાદળ પ્રમુખો ભાગ લેશે.• રાજદ્વારીઓની ચર્ચા: રાજદ્વારીઓ (Diplomats) સાથે "સહયોગ કા સંવાદ" નામે ખાસ વાતચીત યોજાશે. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય આ સંમેલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની IPOI (ઇન્ડો-પૅસિફિક ઓશન્સ ઇનિશિએટિવ) અને ભારતની દરિયાઈ રણનીતિ મહાસાગરના વિઝનને આગળ વધારવા માટે અત્યંત મહત્વનું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રના દેશો વચ્ચે સહયોગ વધારીને એવા નક્કર પ્રસ્તાવો તૈયાર કરવાનો છે, જેને દ્વિપક્ષીય (Bilateral) અને બહુપક્ષીય (Multilateral) સ્તરે સફળતાપૂર્વક લાગુ કરી શકાય.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward