android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraમાં ડ્રાય સ્ટેટની સચોટ તસવીર: પોલીસે રૂ.2.91 કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવીને જથ્થો કર્યો નાશ!
calendar_today October 23, 2026

Vadodaraમાં ડ્રાય સ્ટેટની સચોટ તસવીર: પોલીસે રૂ.2.91 કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવીને જથ્થો કર્યો નાશ!

ગુજરાતના ડ્રાય સ્ટેટ (દારૂબંધી) ની કડક અમલવારી વચ્ચે વડોદરા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં જપ્ત કરાયેલા મુદ્દામાલ સામે લાલ આંખ કરવામાં આવી છે. વડોદરા પોલીસ દ્વારા અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટના સત્તાવાર આદેશને પગલે વડોદરા પોલીસે વિવિધ ૯૫ કેસમાં પકડી પાડવામાં આવેલો અંદાજે રૂ.2,91,00,000 (બે કરોડ એકાણું લાખ)ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થાનો નાશ કર્યો છે.ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહીપોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવાની આ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના પોલીસ નાયબ કમિશનર (DCP) અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) સહિતના જવાબદાર ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ વિશાળ જથ્થા પર રોલર ફેરવીને અને સુરક્ષિત રીતે તેને જમીનમાં નષ્ટ કરવામાં આવ્યો હતો. બૂટલેગરો પાસેથી જપ્ત કરાયેલો આ દારૂ ખુલ્લા પ્લોટમાં ઢગલો કરીને નષ્ટ કરવામાં આવતા પોલીસ પ્રશાસનની કામગીરી સ્પષ્ટ જોવા મળી હતી.કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની કાર્યવાહીગુજરાતમાં દારૂબંધીના કાયદાને કડકાઈથી પાલન કરાવવા માટે વડોદરા પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પકડવામાં આવે છે. અદાલતના આદેશો અનુસાર સમયાંતરે આ પ્રકારે મુદામાલનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે, જેથી જપ્ત થયેલા જથ્થાનો ગેરકાયદેસર દુરુપયોગ અટકી શકે. પોલીસની આ કડક કાર્યવાહીથી બૂટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ગરમી વધશે; બંગાળની ખાડીના લો પ્રેશરની પર અસર નહીં
calendar_today October 23, 2026

Ahmedabad: ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ગરમી વધશે; બંગાળની ખાડીના લો પ્રેશરની પર અસર નહીં

ગુજરાતમાં ઋતુચક્ર બદલાતાંની સાથે જ તાપમાનમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ અને પોરબંદરમાં મહત્તમ તાપમાન ઊંચકાતાં ગરમીનો પારો ૩૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે, જેના પગલે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે.રાજકોટ અને પોરબંદરમાં સૌથી વધુ ગરમીહવામાન વિભાગના તાજા આંકડા અનુસારરાજ્યમાં હાલ દિવસ દરમિયાન કાળઝાળ તડકો અને રાત્રિના સમયે સામાન્ય ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પોરબંદર તેમજ રંગીલા રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે, જ્યાં પારો ૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં બપોરના સમયે લૂ જેવા ગરમ પવનોનો અહેસાસ થઈ રહ્યો છે.આગામી 2 થી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં હજુ પણ સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિયબંગાળની ખાડીમાં હાલ એક લો પ્રેશર (હવાનું હળવું દબાણ) સક્રિય થયું છે, જેના કારણે દક્ષિણ અને પૂર્વીય ભારતના રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાયો છે.જોકે, હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ લો પ્રેશર સિસ્ટમની ગુજરાત પર કોઈ સીધી કે આડકતરી અસર થવાની નથી.ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ જ સંભાવના નથી અને સમગ્ર રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે.ઉત્તર-પૂર્વના ગરમ અને સૂકા પવનો સીધા ફૂંકાતા હોવાથી બપોરના ગાળામાં હજુ થોડા દિવસો સુધી આકરા તાપનો સામનો કરવો પડશે.આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત સરકારે લીધો ક્રાંતિકારી નિર્ણય; હોસ્પિટલોની ગુણવત્તા સુધારવા ઉતારી 24 સભ્યોની સુપર કમિટી

Read Full Story arrow_forward
Gandhinagar News: ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા નવા અધ્યક્ષ
calendar_today October 23, 2026

Gandhinagar News: ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા નવા અધ્યક્ષ

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈને ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરવામાં આવી છે.આ સમગ્ર પુનઃરચના ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદ નિયમો,1960 હેઠળ કાયદેસર પ્રક્રિયા અનુસરીને કરવામાં આવી છે.રાજ્યના આદિવાસી સમુદાયના કલ્યાણ અને વિકાસ સાથે જોડાયેલી બાબતો પર વિચારણા કરવા માટે આ પરિષદ અતિ મહત્વની ગણાય છે.આ પરિષદના માળખામાં સર્વોચ્ચ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.જ્યારે ઉપાધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને સહ ઉપાધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પુનમચંદ બરંડા પોતાની મહત્વની જવાબદારી સંભાળશે.14 જેટલા લોકપ્રતિનિધિઓનો સમાવેશ કરાયોઆ પરિષદમાં સભ્ય તરીકે રાજ્યની વિવિધ આદિજાતિ બેઠકો પરથી પ્રતિનિધિત્વ કરતા 14 જેટલા લોકપ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.સભ્યોની યાદીમાં રમેશ કટારા,ડો.જયરામ ગામીત,નિમિષાબેન સુથાર, શૈલેષ એસ.ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, અભેસિંહ તડવી, ડો. દર્શના દેશમુખ, મોહન ઢોડિયા, અનંતકુમાર પટેલ, અરવિંદ પટેલ અને જીતુ ચૌધરીનો સભ્ય તરીકે સમાવેશ થાય છે. આ તમામ સભ્યો આદિવાસી વિસ્તારોના પ્રશ્નો, સ્થાનિક જરૂરિયાતો અને વિકાસ યોજનાઓ સંદર્ભે પરિષદ સમક્ષ પોતાના સૂચનો રજૂ કરશે, જેથી છેવાડાના વિસ્તારો સુધી યોજનાકીય લાભો ઝડપથી પહોંચાડી શકાય.નિર્ણયો લેવામાં સરકારને માર્ગદર્શન અને સલાહ પ્રાપ્ત થશેઆદિજાતિ વિકાસ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે,ગુજરાત વિધાનસભા દ્વારા ચૂંટાયેલા આ સભ્યોની પરિષદના સભ્ય તરીકેની મુદત તેમના વિધાનસભાના સભ્ય તરીકેના કાર્યકાળ સુધીની જ રહેશે.અર્થાત તેઓ જ્યાં સુધી વિધાનસભાના સભ્ય રહેશે ત્યાં સુધી જ પરિષદના સભ્ય તરીકે કાર્યરત રહી શકશે અને તેમનો ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં પરિષદનું સભ્યપદ પણ સમાપ્ત થશે. આ પરિષદની પુનઃરચના થવાથી રાજ્યના આદિવાસી પ્રજાજનોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટેના નીતિવિષયક નિર્ણયો લેવામાં સરકારને પ્રત્યક્ષ માર્ગદર્શન અને સલાહ પ્રાપ્ત થશે. નવી સમિતિ હવે આગામી સમયમાં વિધિવત રીતે કાર્યરત બનશે.આ પણ વાંચોઃ Surat News: ડાયમંડ બુર્સ સફેદ હાથી સમાન સાબિત થયું? 4 વર્ષમાં 4500માંથી માત્ર 350 ઓફિસો જ શરૂ થઈ

Read Full Story arrow_forward