Veravalમાં સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી સામે GUJCTOC હેઠળ સપાટો, 5 આરોપીઓ સામે ગુનો દાખલ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને સંગઠિત ગુનાખોરી (Organized Crime) આચરતી એક કુખ્યાત ટોળકી સામે જિલ્લા પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં રાજ્યના કઠોર ગણાતા ગુજસીટોક (GUJCTOC) એક્ટ હેઠળ સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત તપાસ અને પુરાવાઓના આધારે આ ગેંગના લીડર સહિત કુલ 5 શખ્સો સામે આ કાર્યવાહીનો ગાળિયો કસાવામાં આવ્યો છે.ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે આ ગેંગપોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સંગઠિત ગુનાહિત ટોળકી દ્વારા લાંબા સમયથી વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવતો હતો. આ આરોપીઓ સામે અગાઉ મારામારી, ધાકધમકી, લૂંટ, ચોરી, NDPS (માદક પદાર્થોની હેરાફેરી), પ્રાણી ક્રૂરતા તેમજ પ્રોહિબિશન (દારૂબંધી) જેવા ગંભીર અને અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ટોળકી સંગઠિત રીતે આર્થિક ફાયદા અને ગુનાહિત સામ્રાજ્ય ફેલાવવા માટે સક્રિય હોવાનું બહાર આવ્યું હતું.4 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતાGUJCTOC એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ તંત્ર દ્વારા સઘન દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં પોલીસે ગેંગના મુખ્ય લીડર સહિત કુલ 4 આરોપીઓને દબોચી લેવામાં સફળતા મેળવી છે, જ્યારે હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે જેને ઝડપી પાડવા માટેના ચક્રો વેરાવળ ડીવાયએસપી (DySP) ની સીધી દેખરેખ હેઠળ ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસની આ લાલ આંખથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward