android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bogus Doctors in Rajkot: જસદણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો! એક સાથે ત્રણની ધરપકડ
calendar_today October 23, 2026

Bogus Doctors in Rajkot: જસદણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો! એક સાથે ત્રણની ધરપકડ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન મોટી ગેરરીતિ સામે આવી છે. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર ગેરકાયદે એલોપેથિક પ્રેક્ટિસ ચલાવતા 3 શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા છે. આ બોગસ ડોક્ટર લોકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા હતા.ક્યા ગામોમાંથી પકડાયા બોગસ ડોક્ટર?પોલીસની આ સઘન તપાસ દરમિયાન જસદણ તાલુકાના 3 અલગ-અલગ ગામોમાંથી આ ગેરકાયદે પ્રવૃત્તિ પકડાઈ હતી. પકડાયેલા શખ્સોસંતોષકુમાર શંકરરામ બિહારી (રહે. કાળાસર ગામ)ચંદુભાઈ વાલજીભાઈ પલાળીયા (રહે. આંબરડી ગામ)અરવિંદભાઈ પ્રભુદાસ દેસાણી (રહે. લીલાપુર ગામ)ઇન્જેક્શન અને બાટલા ચડાવી આચરતા ખેલઆ ત્રણેય શખ્સો પાસે તબીબી ક્ષેત્રની કોઈ જ અધિકૃત ડિગ્રી ન હોવા છતાં તેઓ વર્ષોથી બીમાર દર્દીઓની ગેરકાયદે સારવાર કરતા હતા. ગામડાના ભોળા લોકોને સાજા કરવાના નામે આ શખ્સો દર્દીઓને હેવી ઇન્જેક્શનો આપતા અને બોટલ ચડાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમની આ લાપરવાહીથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું હતું.દવાઓ અને મેડિકલ સાધનોનો જથ્થો કબજેમાહિતી મળતા જ જસદણ પોલીસે તાત્કાલિક દરોડા પાડીને આ ત્રણેય બોગસ ડોક્ટરોને ઝડપી લીધા હતા. પોલીસની ટીમે સ્થળ પરથી મોટા પ્રમાણમાં ઇન્જેક્શન, બાટલા, એલોપેથિક દવાઓ અને અન્ય મેડિકલ સાધનોનો જથ્થો કબ્જે કર્યો છે. આ તમામ સામગ્રી ગેરકાયદેસર રીતે રાખવામાં આવી હતી.પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહીલોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાના આરોપસર જસદણ પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ અને આ દવાઓ ક્યાંથી લાવતા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Rajkot News: ભ્રષ્ટાચાર પર લાગશે પૂર્ણવિરામ! RMC કમિશનરનો મોટો નિર્ણય

Read Full Story arrow_forward
Banaskantha News: અંબાજી આબુરોડ પર નીકળતા પહેલા ચેતી જજો, હથિયારો સાથે ટોળકી કરે છે હુમલો
calendar_today October 23, 2026

Banaskantha News: અંબાજી આબુરોડ પર નીકળતા પહેલા ચેતી જજો, હથિયારો સાથે ટોળકી કરે છે હુમલો

અંબાજી અને આબુરોડ વચ્ચેના માર્ગ પર લુખ્ખાતત્વોનો ત્રાસ વધી રહ્યો છે.આ માર્ગ પરથી પસાર થતાં મુસાફરોએ હવે નીકળતાં પહેલાં ભારે સાવધાની રાખવી પડે તેવી સ્થિતિ છે.રસ્તા પર બેફામ બનેલા અસામાજિક તત્વો કોઈ પણ ડર વગર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે. હથિયારો સાથે સજ્જ ટોળકી દ્વારા લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.લુખ્ખાતત્વો ખુલ્લેઆમ હથિયારો લઈને ફરતા હોવાથી વાહનચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.છેલ્લા બે દિવસમાં જ હુમલાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે.આ બંને ઘટનાઓએ માર્ગ પરથી અવરજવર કરતા મુસાફરોની ચિંતામાં વધારો કર્યો છે.મુસાફરોએ નીકળતા પહેલાં સંપૂર્ણ સાવધાન રહેવું જરૂરીપ્રથમ ઘટના 21 ઓક્ટોબરના રોજ સામે આવી હતી.તે દિવસે 8 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો.આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક 8 શખ્સોની ધરપકડ પણ કરી લીધી હતી.પોલીસની આ કાર્યવાહી છતાં અસામાજિક તત્વોમાં કોઈ ડર રહ્યો નથી. ધરપકડના ગણતરીના સમયમાં જ 22 ઓક્ટોબરની રાત્રે ફરી બાઇક સવારોએ હુમલો કર્યો હતો.હથિયારો સાથે બાઇક પર આવેલા શખ્સોએ માર્ગ પર આતંક મચાવ્યો હતો.સતત બીજા દિવસે બનેલી આ ઘટનાને પગલે અંબાજીથી આબુરોડ માર્ગ પર સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે અગાઉ આરોપીઓને પકડ્યા હોવા છતાં ફરી હુમલો થતાં લોકોમાં ભય વ્યાપ્યો છે. આ સંજોગોમાં આબુરોડ માર્ગ પર મુસાફરોએ નીકળતા પહેલાં સંપૂર્ણ સાવધાન રહેવું જરૂરી છે.અગાઉ બનેલી ઘટનામાં આરોપી ઝડપાયાતાજેતરમાં અંબાજી હાઈવે પર સ્કૂટી પર સવાર નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર 5 આરોપીઓ તેમજ ખુલ્લેઆમ તલવાર અને છરી જેવા ઘાતક હથિયારો લહેરાવીને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં ભય ફેલાવનારા અન્ય 3 યુવકો સામે પોલીસે કડક કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.સિરોહી એસપી અજેય સિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડીએસપી જીતેન્દ્ર સિંહ રાઠોડ અને પીઆઈ લક્ષ્મણ સિંહ ચંપાવતની ટીમે સેંકડો સીસીટીવી ફૂટેજ અને સાયબર ટેકનિકલ ડેટાની મદદથી ગણતરીના દિવસોમાં જ આ સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલીને ગુનામાં વપરાયેલી 3 મોટરસાયકલ પણ જપ્ત કરી છે સોશિયલ મીડિયા પર દાદાગીરી બતાવનારા તત્વોમાં કડક સંદેશો આપ્યો છે.આ પણ વાંચોઃ Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ કોરિયાના ઉદ્યોગ સાહસિકો સાથે બેઠકો યોજશે

Read Full Story arrow_forward
Ahmedabad News : GU તંત્રનો ધાંધિયાશાહી કારભાર, રૂ. 8 લાખ વેડફ્યા છતાં કેમિસ્ટ્રી લેબ અધૂરી, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું!
calendar_today October 23, 2026

Ahmedabad News : GU તંત્રનો ધાંધિયાશાહી કારભાર, રૂ. 8 લાખ વેડફ્યા છતાં કેમિસ્ટ્રી લેબ અધૂરી, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું!

રાજ્યની સૌથી જૂની અને નામાંકિત ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની લેબોરેટરીને લઈને નવો વિવાદ વકર્યો છે. M.Sc. કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓએ જાન્યુઆરી 2026 માં યોગ્ય લેબ સુવિધા ન હોવા અંગે તંત્રને આકરી ફરિયાદ કરી હતી. આ રજૂઆતના પગલે માર્ચ મહિનામાં કેમિસ્ટ્રી વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં જૂની લેબને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, જૂની લેબ તોડી પાડ્યા બાદ નવી લેબનું કામ યોગ્ય રીતે આગળ ન વધતાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.8 લાખનો ખર્ચ કરવા છતાં કામગીરી અધૂરીવિભાગીય સ્તરેથી મળેલી વિગતો અનુસાર, કેમિસ્ટ્રી વિભાગ દ્વારા પોતાના ફંડમાંથી અંદાજે 8 લાખ રૂપિયા જેટલી રકમનો ખર્ચ આ લેબોરેટરીના કામકાજ પાછળ કરી દેવામાં આવ્યો છે. આમ છતાં, યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગ તરફથી જરૂરી વધારાનું ફંડ ન ફાળવવામાં આવતાં હાલ નવી લેબમાં બારીઓ લગાડવી, ડ્રેનેજ સિસ્ટમ ગોઠવવી અને ઇલેક્ટ્રિસિટી (વીજળી) નું પાયાનું કામ સંપૂર્ણપણે અધૂરું રહી ગયું છે. પ્રાથમિક સુવિધાઓ વિનાની આ અધૂરી લેબના કારણે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કાર્ય કરી શકતા નથી.એસ્ટેટ વિભાગની લાપરવાહી સામે ઉઠ્યા સવાલોએસ્ટેટ વિભાગ તરફથી સમયસર અને પૂરતું ફંડ ન મળવાના કારણે જ નવી કેમિસ્ટ્રી લેબનું કામ અટકી પડ્યું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશો અને એસ્ટેટ વિભાગની આ પ્રકારની ધીમી અને બિનકાળજીભરી નીતિ સામે વિદ્યાર્થીઓ તેમજ ડિપાર્ટમેન્ટમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. જો તાત્કાલિક ધોરણે જરૂરી ફંડ મંજૂર કરીને લેબનું બાકી કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો M.Sc.ના વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડશે, જેને લઈને હવે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન અને આંદોલનની તૈયારી કરી રહ્યા છે.આ પણ વાંચો : Sabarkanthaમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, હિંમતનગર નજીકથી 7.70 લાખનો વિદેશી દારૂ પકડાયો

Read Full Story arrow_forward