android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Crime News: શું નશાખોરીના રવાડે ચડી રહ્યું છે ગુજરાત? ઓક્ટોબર મહિનામાં જ કરોડોનું ડ્રગ્સ ઝડપાતા યુવાનોના ભવિષ્ય સામે ગંભીર જોખમ
calendar_today October 23, 2026

Crime News: શું નશાખોરીના રવાડે ચડી રહ્યું છે ગુજરાત? ઓક્ટોબર મહિનામાં જ કરોડોનું ડ્રગ્સ ઝડપાતા યુવાનોના ભવિષ્ય સામે ગંભીર જોખમ

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગણાતું આપણું ગુજરાત શું હવે ધીમે-ધીમે નશાખોરીના ખતરનાક રવાડે ચઢી ગયું છે? આ એક એવો સવાલ છે જે આજે દરેક જાગૃત નાગરિકના મનમાં ઉઠી રહ્યો છે. રાજ્યમાં યુવાધન જે પ્રકારે ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે, તેણે વાલીઓ અને તંત્રની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં જ રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ આવ્યો છે, જે એક ભયાનક ચિત્ર રજૂ કરે છે.ઓક્ટોબર મહિનામાં ડ્રગ્સના માતબર જથ્થાનો પર્દાફાશછેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ શહેરો અને હાઇવે પરથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓમાં મોટો વધારો થયો છે. ઓક્ટોબર માસમાં જ સામે આવેલા આંકડાઓ ડરામણા છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ: પોલીસે 25 કરોડ રૂપિયાથી વધુની જંગી કિંમતનું હેરોઈન અને એમડી (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.બાપુનગર પોલીસ: બાપુનગર વિસ્તારમાંથી 125 ગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.દાળમીલ રોડ અને શાહપુર: આ વિસ્તારોની પોલીસે પણ એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો.બોપલ પોલીસ: હાઈપ્રોફાઈલ ગણાતા બોપલ વિસ્તારમાંથી મોંઘો ગણાતો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો કબ્જે કરાયો હતો.અન્ય જિલ્લાઓ: અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, વાપી, ખેડા-ધોળકા હાઈવે તેમજ અરવલ્લીમાંથી પણ અવારનવાર ડ્રગ્સ ઝડપાયું છે.તંત્રની બેદરકારી કે ડ્રગ્સ કાર્ટેલની હોશિયારી?રાજ્યમાંથી આ પ્રકારે સતત ડ્રગ્સ પકડાવા છતાં તેના વેપાર પર સંપૂર્ણ અંકુશ કેમ નથી આવી રહ્યો? તે એક મોટો પ્રશ્ન છે. શું આ તંત્રની નિષ્ક્રિયતા કે બેદરકારી છે, કે પછી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલની કોઈ કુટિલ ચાલ છે, જેના કારણે સરળતાથી સપ્લાય થાય છે? ઉત્તર ભારતના કેટલાક રાજ્યોની સ્થિતિ નશાના કારણે પહેલેથી જ ખરાબ થઈ ચૂકી છે, અને હવે આ જ કાર્ટેલની નજર ગુજરાત પર હોય તેમ લાગે છે.રાજકોટિયન્સનો મણ અને 'ઉડતા ગુજરાત'ની ચિંતારાજકોટમાં પણ ડ્રગ્સ પકડાવવાના મામલે સ્થાનિક લોકો અને યુવાનોએ પોતાની આકરી પ્રતિક્રિયાઓ આપી છે. રાજકોટના નાગરિકોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ડ્રગ્સના વેચાણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો અને કિશોરો વધુ પ્રમાણમાં આ દૂષણના શિકાર બની રહ્યા છે.એકવાર નશાખોરી તરફ વળેલો યુવાન ફરી પાછો મુખ્ય પ્રવાહમાં આવી શકતો નથી, જેના કારણે તેનું આખું ભવિષ્ય અંધકારમય બની જાય છે. પંજાબની સ્થિતિને દર્શાવતી ફિલ્મની જેમ હવે લોકો ગુજરાત માટે પણ 'ઉડતા ગુજરાત' શબ્દપ્રયોગ કરવા મજબૂર બન્યા છે.સરકારે લેવું પડશે કડક પગલાગુજરાતમાં દિન-પ્રતિદિન વધી રહેલા ડ્રગ્સના આ મલીન કારોબારને ડામવા માટે સરકારે હવે એક્શન મોડમાં આવવું પડશે. યુવાધનને બચાવવા માટે ડ્રગ્સના સપ્લાયરો અને પેડલરો સામે કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવ્યા વિના અત્યંત કડક કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે અને આ નેટવર્કને જડમૂળથી ઉખેડી નાંખવામાં આવે તેવી લોક માગ ઉઠી રહી છે.આ પણ વાંચો: Banaskantha News: ડીસા માર્કેટ યાર્ડમાં 500 કરોડનું GST કૌભાંડ થયું?, વેપારીએ વીડિયો વાયરલ કરી પર્દાફાશ કર્યો

Read Full Story arrow_forward
ટાઈગર શ્રોફ કેસમાં સનસનીખેજ ખુલાસો, બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય,તિબ્બતમાં ભૂકંપને કારણે 16ના મોત
calendar_today October 23, 2026

ટાઈગર શ્રોફ કેસમાં સનસનીખેજ ખુલાસો, બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય,તિબ્બતમાં ભૂકંપને કારણે 16ના મોત

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Crime News: શું નશાખોરીના રવાડે ચડી રહ્યું છે ગુજરાત? ઓક્ટોબર મહિનામાં જ કરોડોનું ડ્રગ્સ ઝડપાતા યુવાનોના ભવિષ્ય સામે ગંભીર જોખમ2. Ishan Kishan બહાર થતાં વૈભવની લાગી લોટરી! બીજા T20માં મળશે તક?3. Europe: 100 અબજ ડોલરનું વચન ક્યાં ગયું? પીયૂષ ગોયલે યુરોપને પૂછ્યો સીધો સવાલ4. Tiger Shroff કેસમાં સનસનીખેજ ખુલાસો! રેપિડો રાઇડર બનીને 1 વર્ષથી રેકી કરી રહ્યો હતો શૂટર5. Face Off With China: અરુણાચલ બોર્ડર પર ચીન સાથે Face OFF યથાવત ! ITBP DGએ કહ્યું અમે જડબાતોડ જવાબ આપવા તૈયાર6. Stock Market Opening: શેરબજારની દમદાર શરૂઆત, 295.94 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો સેન્સેક્સ7. Petrol Diesel Price Today: સાઉદી અરબ પર હુમલાથી કાચા તેલના ભાવમાં ભડકો.. હવે વધી જશે પેટ્રોલ ડીઝલના ભાવ?8. Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય, દિલ્હી-UP સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ9. Earthquake: ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, તિબ્બતમાં ભૂકંપને કારણે 16ના મોત10.  CNG Gas Rate: અદાણી ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ કેટલો થયો

Read Full Story arrow_forward
Bogus Doctors in Rajkot : ડિગ્રી શૂન્ય અને કમાણી લાખોમાં! 17 ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા, પોલીસની કડક તપાસ શરૂ
calendar_today October 23, 2026

Bogus Doctors in Rajkot : ડિગ્રી શૂન્ય અને કમાણી લાખોમાં! 17 ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા, પોલીસની કડક તપાસ શરૂ

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી ડૉક્ટરો સામે પોલીસે અને આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. સઘન દરોડા અને ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી કડક કાર્યવાહી દરમિયાન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 17 જેટલા નકલી ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી સમગ્ર રાજકોટ જિલ્લાના બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે.મોટાભાગના નકલી ડૉક્ટરો માત્ર 10 કે 12 પાસપોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલા 17 નકલી ડૉક્ટરોમાંથી મોટાભાગના શખ્સો માત્ર 10 કે 12 ધોરણ સુધીનો જ અભ્યાસ ધરાવે છે. કોઈપણ પ્રકારની અધિકૃત વૈદ્યકીય તાલીમ કે લાયકાત ન હોવા છતાં, આ બોગસ તબીબો વર્ષોથી એલોપેથિક દવાઓ, એન્ટિબાયોટિક્સ અને ઇંજેક્શનો આપીને નિર્દોષ ગ્રામજનોના જીવ સાથે જોખમ ઊભું કરી રહ્યા હતા. ક્લિનિકોમાંથી મોટા પ્રમાણમાં એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.નકલી ડૉક્ટરોનો આંકડો હજુ વધવાની શક્યતારાજકોટ જિલ્લા પોલીસ દ્વારા આ મામલે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, હજુ પણ કેટલાક વિસ્તારોમાં આવા બોગસ તબીબો સક્રિય હોવાની આશંકા છે, જેના કારણે આગામી દિવસોમાં આ નકલી ડૉક્ટરોનો આંકડો વધુ વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ કાળા કારોબારમાં સંકળાયેલા અન્ય લોકો તેમજ તેમને ગેરકાયદેસર રીતે દવાઓ સપ્લાય કરનાર નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ વધુ તેજ બનાવી છે.આ પણ વાંચો : Bogus Doctors in Rajkot: જસદણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો! એક સાથે ત્રણની ધરપકડ

Read Full Story arrow_forward