android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Explainer: શું નબળું ચોમાસું તમારી થાળી મોંઘી કરશે? ખેતી અને મોંઘવારીનું કનેક્શન સમજો
calendar_today August 31, 2026

Explainer: શું નબળું ચોમાસું તમારી થાળી મોંઘી કરશે? ખેતી અને મોંઘવારીનું કનેક્શન સમજો

ચોમાસાની ઋતુ માત્ર ખેતી માટે જ નહીં પણ સમગ્ર દેશની આર્થિક સ્થિરતા અને રસોડાના બજેટ માટે કરોડરજ્જુ સમાન છે, પરંતુ 2026નું ચોમાસુ દેશ માટે એક મોટી આર્થિક અને સામાજિક ચિંતા લઈને આવ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશનના તાજેતરના અહેવાલ અનુસાર, દેશના 166 થી 176 મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટાભાગના ડેમ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 32.38 ટકા થી 57 ટકા જ ભરાયા છે, જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો છે. બે-તૃતીયાંશથી વધુ જળાશયો ખાલી રહેતા આવનારા સમયમાં પીવાના પાણી અને સિંચાઈનું મોટું સંકટ ઊભું થયું છે.17 વર્ષનું સૌથી નબળું ચોમાસુ અને રાજ્યવાર વરસાદની અછત  ચાલુ વર્ષે વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું છે. ઓગસ્ટના અંત સુધીના આંકડા દર્શાવે છે કે, આ વર્ષનું ચોમાસુ છેલ્લા 17 વર્ષનું સૌથી નબળું સાબિત થઈ રહ્યું છે. દેશભરમાં વરસાદની એકંદર અછત 13 ટકા થી 14 ટકા સુધી પહોંચી ગઈ છે. વિવિધ રાજ્યોમાં વરસાદની વાસ્તવિક પરિસ્થિતિમહારાષ્ટ્ર: વરસાદમાં સૌથી વધુ 85 ટકા સુધીનો ઐતિહાસિક ઘટાડોમધ્ય પ્રદેશ: ચોમાસાની મોસમમાં 63 ટકા સુધીનો ભારે ઘટાડોબિહાર: 42 ટકા વરસાદની અછત સાથે ખેતીને મોટો ફટકોઆંધ્ર પ્રદેશ: 40 ટકા ઓછો વરસાદદિલ્હી (એનસીઆર): માત્ર 32.3 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 39 ટકા ઓછો છેપંજાબ: 34 ટકા ની અછત સાથે ભૂગર્ભ જળ પર નિર્ભરતા વધીરાજસ્થાન: રાજ્યના 17 જિલ્લાઓ સત્તાવાર રીતે દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છેઅપવાદરૂપે માત્ર ઓડિશામાં 27 ટકા વધુ વરસાદ અને પશ્ચિમ બંગાળમાં 3 ટકા ની મામૂલી વધત જોવા મળી છે, પરંતુ બાકીનો દેશ પાણીના ભારે સંકટથી ઘેરાયેલો છેચોમાસુ નબળું પડવાના મુખ્ય હવામાન પરિબળોહવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે ચોમાસાના માર્ગમાં એકસાથે અનેક પ્રતિકૂળ વૈશ્વિક પરિબળો આવી ગયા છે.અલ નીનોનો પ્રભાવ: પ્રશાંત મહાસાગરમાં સમુદ્રી સપાટીનું તાપમાન અસાધારણ રીતે ગરમ થવાને કારણે અલ નીનો સક્રિય થયો છે. આ પરિસ્થિતિ માનસૂની પવનોની શક્તિ છીનવી લે છે અને દક્ષિણ એશિયામાં વરસાદ ઓછો કરે છે.146 વર્ષનો સૌથી સૂકો જૂન: ભારતીય હવામાન વિભાગ અનુસાર, જૂન મહિનો છેલ્લા 146 વર્ષમાં સૌથી સૂકો રહ્યો હતો, જેમાં 45 ટકા ની ભારે અછત નોંધાઈ હતી.  હવામાન વિભાગની અગાઉથી ચેતવણી: IMD એ શરૂઆતમાં જ સામાન્યના 90 ટકા થી 92 ટકા વરસાદની જ આગાહી કરી હતી.નકારાત્મક IOD: હિંદ મહાસાગરમાંથી મળતો સપોર્ટ નબળો રહેતા ઓગસ્ટમાં ચોમાસુ ફરીથી થંભી ગયું અને અછત વધીને 14 ટકા સુધી પહોંચી ગઈ.ખેતી અને ખરીફ પાકો પર સર્જાયેલું ભયાનક સંકટભારતની લગભગ 50 ટકા ખેતી સીધી રીતે વરસાદી પાણી પર નભે છે. વરસાદ ખેંચાવાને કારણે વાવેતર અને પાકના ઉત્પાદન પર વ્યાપક નકારાત્મક અસરો પડી રહી છે.વાવેતરમાં ઘટાડો: ખરીફ પાકનું કુલ વાવેતર ક્ષેત્ર ગત વર્ષ કરતાં 2 ટકા ઘટ્યું છે, જ્યારે મકાઈના વાવેતરમાં 4 ટકા થી વધુનો ઘટાડો થયો છે.પાક મિશ્રણમાં ફેરફાર: ડાંગર, શેરડી અને મોટા અનાજનો વિસ્તાર ઘટ્યો છે, જ્યારે ખેડૂતોએ મજબૂરીવશ ઓછું પાણી માગતા કઠોળ અને તેલીબિયાં તરફ વળવું પડ્યું છે.સિંચાઈ ખર્ચમાં વધારો: વરસાદના અભાવે ખેડૂતોએ ડીઝલ અને વીજળીના વપરાશ દ્વારા ટ્યુબવેલ અને પંપો ચલાવવા પડી રહ્યા છે, જેનાથી કૃષિ ઉત્પાદન ખર્ચ વધી ગયો છે.ઉત્પાદન ઘટવાની ભીતિ: નિષ્ણાતોના અંદાજ મુજબ, આ વર્ષે દેશના કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં 3 ટકા થી 8 ટકા નો તીવ્ર ઘટાડો આવી શકે છે.શહેરી વિસ્તારો અને નદી બેસિન પર જળ-તણાવપાણીની અછત હવે માત્ર ગ્રામીણ વિસ્તારો કે ખેતરો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ દેશના મોટા શહેરો અને પીવાના પાણીની વ્યવસ્થા પર પણ ઘેરા પડછાયા પડી રહ્યા છે.દિલ્હીમાં પીવાના પાણીની અછત: દિલ્હીની દૈનિક જરૂરિયાત 1,250 મિલિયન ગેલન છે, જેની સામે હાલ માત્ર 70 ટકા જેટલો જ પૂરવઠો પ્રાપ્ત થઈ રહ્યો છે.નદી બેસિનમાં જળ-સંકટ: દેશના 15 પ્રમુખ નદી બેસિનમાંથી 11 બેસિન જળ-તણાવનો સામનો કરી રહ્યા છે. ક્રિષ્ણા, કાવેરી, મહી અને તાપી જેવી જીવાદોરી સમાન નદીઓના બેસિનમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી નીચે ગયું છે.પ્રતિ વ્યક્તિ પાણીની પ્રાપ્યતા: 1950માં ભારતમાં પ્રતિ વ્યક્તિ પાણીની પ્રાપ્યતા 5,000 ઘન મીટર હતી, જે ઘટીને હાલ 1,500 ઘન મીટર થઈ ગઈ છે (1700 ઘન મીટરથી ઓછું સ્તર એટલે જળ-તણાવ).નીતિ આયોગની ભયાનક ચેતવણી: નીતિ આયોગના રિપોર્ટ મુજબ, જો જળ વ્યવસ્થાપન નહીં સુધરે તો 2050 સુધીમાં ભારતની પાણીની માંગ ઉપલબ્ધ પુરવઠા કરતા બમણી થઈ જશે.સામાન્ય માણસ પર આર્થિક ફટકો: મોંઘવારી અને CPI ફુગાવોચોમાસાની નિષ્ફળતાની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર મોંઘવારી સ્વરૂપે જોવા મળશેઅસરનું ક્ષેત્રસંભવિત પરિણામ અને વાસ્તવિકતાશાકભાજી અને અનાજના ભાવચોખા, ઘઉં, દાળ અને શાકભાજીનું ઉત્પાદન ઘટતા બજારમાં કિંમતો વધશે.ખાદ્ય ફુગાવો - UBI અનુસાર, જો અલ નીનોનો પ્રભાવ લંબાશે તો ખાદ્ય ફુગાવો 5.5 ટકા કે તેથી વધુ સપાટીએ પહોંચી શકે છે.ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ખાદ્ય પદાર્થો મોંઘા થવાથી એકંદર સીપીઆઈ ઇન્ફ્લેશન 5 ટકા ની ઉપર જવાની પૂરતી શક્યતા છે.ભારતીય અર્થતંત્ર, ગ્રામીણ માગ અને EMI પર વ્યાપક અસરનબળું ચોમાસુ સમગ્ર દેશના મેક્રો-ઈકોનોમિક્સને અસર કરે છે.ગ્રામીણ ખરીદશક્તિમાં ઘટાડો: પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આવક ઘટશે. પરિણામે ટ્રેક્ટર, ટૂ-વ્હીલર, એફએમસીજી (FMCG) અને કપડાં જેવા ગ્રામીણ બજારોમાં માગ ઘટશે.RBI ની કડક વ્યાજનીતિ: ફુગાવો બેંકના ટાર્ગેટ કરતા વધશે તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વ્યાજદરમાં ઘટાડો કરી શકશે નહીં. પરિણામે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના EMI મોંઘા રહેશે.સરકારી તિજોરી પર બોજ: સરકારને ગ્રામીણ રાહત પેકેજ, મનરેગા (MGNREGA) માં વધુ બજેટ અને ખાદ્ય સબસિડી પાછળ કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડશે.શું સપ્ટેમ્બર મહિનો સંકટમાંથી ઉગારી શકશે?હજુ ચોમાસાની સત્તાવાર વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ નથી અને સપ્ટેમ્બર મહિનો આખી સિઝનનું ભવિષ્ય નક્કી કરશે.જો સપ્ટેમ્બર મહિનામાં પાછોતરો સારો વરસાદ થાય, તો મોડેથી વાવેલા કઠોળ, તેલીબિયાં અને જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે, જેનાથી આવનારી રવિ સિઝન (ઘઉં, ચણા) ને ટેકો મળશે. પરંતુ જો સપ્ટેમ્બરમાં પણ વરસાદ ખેંચાશે, તો આ ચોમાસુ સત્તાવાર રીતે 'ડિફિશિયન્ટ' (સામાન્યથી 10 ટકાથી વધુ ઓછો વરસાદ) ઘોષિત થશે, જે આવનારા વર્ષ માટે દેશ સામે બહુમોટું મોંઘવારી અને જળ સંકટ ઊભું કરશે.આ પણ વાંચો - Sandesh Digital Explainer: ઘડિયાળ નહીં બદલાય, પણ બદલાશે સમયની સિસ્ટમ! જાણો 'વન નેશન, વન ટાઈમ'નું સત્ય

Read Full Story arrow_forward
1 September Top News: 1 સપ્ટેમ્બરથી થશે મોટા ફેરફાર, દેશ-દુનિયામાં શું રહેશે ખાસ?
calendar_today August 31, 2026

1 September Top News: 1 સપ્ટેમ્બરથી થશે મોટા ફેરફાર, દેશ-દુનિયામાં શું રહેશે ખાસ?

1 સપ્ટેમ્બરનો દિવસ વૈશ્વિક મુત્સદ્દીગીરી, ટેકનોલોજી અને ભારતની રાષ્ટ્રીય નીતિઓની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ એપલમાં જોન ટર્નસ સીઈઓ તરીકે નવો યુગ શરૂ કરી રહ્યા છે. દેશમાં સામાન્ય નાગરિકો માટે એરપોર્ટ પર બોર્ડિંગ પાસ સ્ટેમ્પિંગ નાબૂદ થવા સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસ સરળ બનશે, જ્યારે કાર, PNG ગેસ અને ETF ના નવા નિયમો અમલમાં આવશે. આ ઉપરાંત, 1 સપ્ટેમ્બરના રોજ દિવસે જ દેશમાં LIC ની સ્થાપના અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત જેવી અસંખ્ય ઐતિહાસિક ઘટનાઓ પણ નોંધાયેલી છે.PM મોદી SCO પરિષદમાં લેશે ભાગવડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગીઝ રિપબ્લિકના બિશકેક ખાતે યોજાનાર 26મી SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ સમિટમાં ભાગ લેશે. તેઓ સંમેલનને સંબોધિત કરવાની સાથે સેન્ટ્રલ એશિયાના વિશ્વોત્સવ 6ઠ્ઠા વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.પેપર લીક FIR પર સુપ્રીમ કોર્ટમાં સેટલમેન્ટ સુનાવણીપેપર લીક વિરોધી પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ પર નોંધાયેલી એફઆઈઆર રદ કરવા અંગેની અરજી પર કેન્દ્ર સરકારની દલીલો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં 1 સપ્ટેમ્બરના રોજ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે.નવા નિયમો: LPG, દૂધ અને ITR પ્રક્રિયાદેશભરમાં 1 સપ્ટેમ્બરથી દૈનિક વપરાશ અને નાણાકીય સેવાઓને લગતા 5 મોટા નિયમો બદલાઈ રહ્યા છે. જે હેઠળ LPG e-KYC પૂર્ણ કરવા અને ITR પ્રોસેસિંગની મર્યાદા અસરગ્રસ્ત થશે. મુંબઈ અને આસપાસના વિસ્તારમાં તબેલા દૂધનો જથ્થાબંધ ભાવ રૂ. 93થી વધીને રૂ. 102 પ્રતિ લિટર 1 સપ્ટેમ્બરથી થવાનો છે.પશ્ચિમ બંગાળમાં સરકારી કામકાજમાં બંગાળી ભાષા ફરજિયાતપશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના તમામ સરકારી ક્ષેત્રો તેમજ સત્તાવાર વહિવટમાં 1 સપ્ટેમ્બરથી માતૃભાષા બંગાળીનો ઉપયોગ અનિવાર્ય કરવાનો મોટો નિર્ણય લીધો છે.SCO સમિટ 2026 અને દ્વિપક્ષીય વાટાઘાટો1 સપ્ટેમ્બરના રોજ શાંઘાઈ સહયોગ સંગઠનની 25મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર 26મા શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી ભારતની 'સુરક્ષા, કનેક્ટિવિટી અને તકો'ની પ્રાથમિકતાઓને વિશ્વ સમક્ષ રજૂ કરશે.આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે બોર્ડિંગ પાસ સ્ટેમ્પિંગ નાબૂદભારતથી મુસાફરી કરતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને હવે ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પિંગ કરાવવાની જરૂર રહેશે નહીં. 1 સપ્ટેમ્બરના રોજ મુસાફરો હવે ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ સીધા સ્કેન કરાવી શકશે.ઘરેલુ PNG ગેસ લાઇન પ્રોત્સાહન યોજના શરૂકેન્દ્ર સરકારે ઘરેલુ PNG કનેક્શન પ્રોત્સાહન યોજના 1 સપ્ટેમ્બરથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી નવા વિસ્તારોમાં પાઇપલાઇન નેટવર્ક વિસ્તરશે અને પડતર કનેક્શનો ચાલુ કરી શકાશે.કારની કિંમતમાં વધારો: વાહનો ખરીદવા થશે મોંઘાટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ એ તેની કાર અને SUV ની કિંમતોમાં રૂ. 25000 સુધીનો વધારો અમલમાં મૂક્યો છે. જ્યારે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ પણ આ વર્ષે ત્રીજી વખત ભાવ વધાર્યા છે.SEBI ના ETF વેલ્યુએશન માટેના નવા નિયમોમાર્કેટ રેગ્યુલેટર SEBI એ ETF ટ્રેડિંગ માટે પાછલા ટ્રેડિંગ દિવસની છેલ્લી 30 મિનિટના સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ પ્રાઇસને આધાર ગણીને વેલ્યુએશન નક્કી કરવાનો નવો ફોર્મ્યુલા અમલી બનાવ્યો છે.જ્યોતિષીય શુભ યોગ: નવપંચમ અને લાભ દ્રષ્ટિ યોગ1 સપ્ટેમ્બરે ગુરુ-શનિના નવપંચમ યોગ અને બુધ-મંગળ વચ્ચે 60 ડિગ્રીના અંતરે બનતા લાભ દ્રષ્ટિ યોગના કારણે વિવિધ રાશીના જાતકોને આર્થિક તથા વ્યવસાયિક લાભ થવાની શક્યતા છે.જોન ટર્નસ બન્યા Apple ના નવા CEOટેક જાયન્ટ Apple ના નવા CEO તરીકે જોન ટર્નસે 1 સપ્ટેમ્બરથી હોદ્દો સંભાળી લીધો છે અને ટિમ કૂકના સ્થાને કંપનીના ભવિષ્યના રોડમેપનું નેતૃત્વ કરશે.બારડોલી RTO દ્વારા ગોલ્ડન-સિલ્વર નંબરનું ઈ-ઓક્શનબારડોલી RTO કચેરી હેઠળ વાહનો માટે પસંદગીના અને ફેન્સી (ગોલ્ડન/સિલ્વર) નંબર મેળવવા માટે 1 સપ્ટેમ્બર સાંજે 4:00 વાગ્યાથી ઈ-ઓક્શન માટે ઓનલાઈન અરજીઓની શરૂઆત થઈ રહી છે.રાષ્ટ્રીય પોષણ સપ્તાહ અને ગુજરાત પ્રવાસન દિવસદેશભરમાં પોષણ અને સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન 'રાષ્ટ્રીય પોષણ સપ્તાહ' ઉજવવામાં આવશે, તેમજ ગુજરાતના સંસ્કૃતિ અને વારસાના પ્રચાર માટે આ દિવસનું વિશિષ્ટ મહત્વ છે.1 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઘટનાઓ1875 – એડગર રાઇસ બરોઝ: વિશ્વપ્રસિદ્ધ કાલ્પનિક પાત્ર 'ટારઝન'ના સર્જક અને જાણીતા અમેરિકન લેખકનો જન્મ.1878 – પ્રથમ મહિલા ટેલિફોન ઓપરેટર: એમ્મા નટ બોસ્ટનમાં વિશ્વના પ્રથમ મહિલા ટેલિફોન ઓપરેટર બન્યા.1896 – ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ: ISKCON ના સ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદનો કોલકાતામાં જન્મ.1909 – ફાધર કામિલ બુલ્કે: પ્રખ્યાત બેલ્જિયન જેસ્યુટ પાદરી અને હિન્દીના પ્રકાંડ વિદ્વાન ફાધર કામિલ બુલ્કેનો જન્મ1939 – બીજા વિશ્વયુદ્ધની શરૂઆત: જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું, જેનાથી સત્તાવાર રીતે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.1942 – આઝાદ હિંદ ફોજ: જાપાનના ટોક્યોમાં રાસબિહારી બોઝ દ્વારા આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં આવી.1956 – LICની સ્થાપના: 1 સપ્ટેમ્બર 1956ના રોજ Life Insurance Corporation of India અસ્તિત્વમાં આવી. રાષ્ટ્રીયકરણ પ્રક્રિયામાં કુલ 245 ભારતીય-વિદેશી વીમા કંપનીઓ અને provident societies સામેલ હતા.1956 – ત્રિપુરા: ત્રિપુરા ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો.1961 – બિન-જોડાણવાદી આંદોલન: બેલગ્રેડમાં પ્રથમ બિન-જોડાણવાદી દેશોની શિખર પરિષદ યોજાઈ.1964 – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન: ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી અને ઇન્ડિયન ઓઇલ કંપનીના વિલીનીકરણ દ્વારા IOC ની સ્થાપના થઈ.1 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત હસ્તીઓના જન્મદિવસ1875 – એડગર રાઇસ બરોઝ: વિશ્વપ્રસિદ્ધ 'ટારઝન' પાત્રના લેખક.1896 – શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ: આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ISKCON) ના સ્થાપક આચાર્ય.1898 – તારાશંકર બંદોપાધ્યાય: જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત બંગાળી સાહિત્યકાર.1909 – ફાધર કામિલ બુલ્કે: બેલ્જિયમમાં જન્મેલા હિન્દી અને સંસ્કૃતના મહાન વિદ્વાન.  1923 – રોકી માર્સિયાનો: અમેરિકાના અજેય હેવીવેઇટ બોક્સર.1933 – સી. અર્જુન: હિન્દી સિનેમાના જાણીતા ગુજરાતી સંગીત નિર્દેશક.1936 – કે. એન. પણિક્કર: આધુનિક ભારતના જાણીતા ઇતિહાસકાર અને પ્રોફેસર.  1946 – બેરી ગિબ: 'બી ગીઝ' ગ્રૂપના વિશ્વપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર.1973 – રામ કપૂર: ભારતીય ટીવી અને સિનેમાના જાણીતા અભિનેતા.1975 – દીપક દોબ્રિયાલ: બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતા ('પપ્પી જી' પાત્ર ફેમ).1990 – રૂપિન્દર પાલ સિંહ: ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ ભારતીય હોકી ખેલાડી.1996 – ઝેન્ડાયા: એમી એવોર્ડ વિજેતા હોલીવુડ અભિનેત્રી અને ગાયિકા.1 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત હસ્તીઓની પૂણ્યતિથિ1581 – ગુરુ રામદાસજી: શિખ ધર્મના ચોથા ગુરુ અને અમૃતસર શહેરના સ્થાપક.1557 – જેક્સ કાર્ટિયર: કેનેડા શોધનાર પ્રખ્યાત ફ્રેન્ચ સંશોધક.1715 – કિંગ લુઇસ 14મો: ફ્રાન્સના 'ધ સન કિંગ' જેમણે 72 વર્ષ શાસન કર્યું.1893 – કાશીનાથ ત્ર્યંબક તેલંગ: મુંબઈ હાઈકોર્ટના પ્રથમ ભારતીય ચીફ જસ્ટિસ અને સમાજ સુધારક.1977 – એથલ વોટર્સ: અમેરિકાના સુપ્રસિદ્ધ બ્લૂઝ ગાયિકા અને ઓસ્કાર નોમિનેટેડ એક્ટ્રેસ.1999 – ડૉ. એસ. શ્રીનિવાસન: ISRO ના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર અને વિજ્ઞાની.2000 – કે. એન. સિંઘ: ભારતીય સિનેમાના રોબદાર વિલન અભિનેતા.2002 – નસીમ બાનો: હિન્દી સિનેમાના 1930-40ના દાયકાના 'બ્યુટી ક્વીન' અભિનેત્રી.આ પણ વાંચો - Sandesh Digital Explainer: ઘડિયાળ નહીં બદલાય, પણ બદલાશે સમયની સિસ્ટમ! જાણો 'વન નેશન, વન ટાઈમ'નું સત્ય

Read Full Story arrow_forward
banaskantha:સિહોરી હાઇવે પર ઉબરી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત; 1 નું મોત, 1 ગંભીર
calendar_today August 31, 2026

banaskantha:સિહોરી હાઇવે પર ઉબરી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત; 1 નું મોત, 1 ગંભીર

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં પાટણ-શિહોરી  હાઇવે પર અકસ્માતોની શ્રેણી ચાલુ જ રહી છે. આજે ઉબરી ગામના પાટિયા નજીક પૂરઝડપે આવી રહેલી કાર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકના કૂડચે-કૂડચા ઊડી ગયા હતા અને તેના પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કરઆ દુર્ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ અને સુવિધાયુક્ત સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે જાણ થતાં જ શિહોરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને કબ્જે કરી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ સાથે અકસ્માત સર્જી ફરાર કે રોકાયેલી કાર ચાલક સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Mehsana: DDO પ્રદીપસિંહ રાઠોડની કારનો અકસ્માત; પગમાં ઈજા થતાં વિસનગર હોસ્પિટલમાં દાખલ

Read Full Story arrow_forward