android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ
calendar_today August 31, 2026

Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ

દીવાન હાઉસીંગ ફાઇનાન્સ લિમિટેડ અને તેના પ્રમોટરો સામે ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસ અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 19 ઓગસ્ટે ED દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન કૌભાંડ સાથે જોડાયેલા મહત્વના દસ્તાવેજો, વ્યવહારો સંબંધિત રેકોર્ડ્સ જપ્ત કરવામાં આવ્યા છે અને બેંક ખાતામાંથી રૂ. 51.75 કરોડની રકમ ફ્રીઝ કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધવામાં આવેલી FIRના આધારે EDએ મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ તપાસ શરૂ કરી હતી. લોન કરાર તૈયાર કરવામાં આવ્યો હતોવિગતો મુજબ, 17 બેંકોના કન્સોર્ટિયમ દ્વારા DHFLને કુલ રૂ. 42,871.42 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. જોકે, લોનની આ રકમમાં મોટા પાયે ગેરરીતિ આચરીને બેંકોને આશરે રૂ. 34,615 કરોડનું ભારી નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે DHFLના પ્રમોટરો કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સહિત અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. EDની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન બ્રિટન (UK) સ્થિત 'Hurtmore House' નામની એક કિંમતી સંપત્તિ સામે આવી હતી. આ સંપત્તિ કપિલ વાધવાનની પત્ની વનિતા વાધવાનના નામે નોંધાયેલી હતી. તપાસ સંસ્થાના જણાવ્યા અનુસાર, આ સંપત્તિ સામે કથિત રીતે ખોટી જવાબદારીઓ ઊભી કરીને લોન કરાર તૈયાર કરવામાં આવ્યો હતો. વિદેશી સંપત્તિનું વેચાણ કરવામાં આવ્યુંવર્ષ 2026માં આ વિદેશી સંપત્તિનું વેચાણ કરવામાં આવ્યું હતું અને તેનાથી મળેલી વેચાણની રકમને 'Al Jalore Trading FZE' નામની કંપનીના ભારતમાં આવેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. EDએ Al Jalore Trading FZEના બેંક ખાતામાંથી 5.41 મિલિયન અમેરિકી ડોલર શોધી કાઢ્યા હતા. મની લોન્ડરિંગની આ રકમને PMLA કાયદા હેઠળ તાત્કાલિક ધોરણે ફ્રીઝ કરી દેવામાં આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન મળેલા મહત્વના પુરાવા અને નાણાકીય દસ્તાવેજોના આધારે, DHFL કૌભાંડમાં જોડાયેલી અન્ય વિદેશી સંપત્તિઓ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો અંગે ED દ્વારા આગળની તપાસ વધુ ઝડપથી ચલાવવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા

Read Full Story arrow_forward
Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી
calendar_today August 31, 2026

Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી

ગુજરાત રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ચકાસવા માટે હાથ ધરવામાં આવતી SQAAF (સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક) અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી શાળાઓ દ્વારા ઓનલાઇન પોર્ટલ પર કરવાની હોય છે. આ માટે પંચાયત અને શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ૩૧ ઓગસ્ટ સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.શિક્ષક સંઘો અને શાળા સંચાલકોની માંગ સામે સરકાર નમીજોકે, શ્રાવણી તહેવારો, રજાઓ અને અન્ય શૈક્ષણિક કામગીરીના બોજને કારણે નિર્ધારિત સમયમાં તમામ શાળાઓની સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થવી મુશ્કેલ હતી. આ બાબતે રાજ્યના વિવિધ શિક્ષક સંઘો તેમજ શાળા સંચાલક મંડળો દ્વારા શિક્ષણ વિભાગ અને GCERT સમક્ષ તારીખ લંબાવવા માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી.સ્વ-મૂલ્યાંકનની તારીખમાં કરાયો વધારોશિક્ષક સંઘો અને શાળા સંચાલકોની વાજબી માગણી અને રજૂઆતોને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે સકારાત્મક વલણ અપનાવ્યું છે. GCERT (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ હવે આગામી 8 સપ્ટેમ્બર સુધી SQAAF સ્વ-મૂલ્યાંકનની એન્ટ્રી અને કામગીરી પૂર્ણ કરી શકશે. આ તારીખ લંબાવાતાં રાજ્યની હજારો શાળાઓના શિક્ષકો અને આચાર્યોને મોટી રાહત મળી છે અને પોર્ટલ પર ટેકનિકલ કે સમયના દબાણ વગર કામગીરી પૂર્ણ કરી શકાશે.આ પણ વાંચો: banaskantha:સિહોરી હાઇવે પર ઉબરી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત; 1 નું મોત, 1 ગંભીર

Read Full Story arrow_forward
Surat: વરાછામાં ડેટિંગ એપ લૂંટકાંડનો પર્દાફાશ, 3 રીઢા ગુનેગારો મુદ્દામાલ સાથે ઝડપાયા
calendar_today August 31, 2026

Surat: વરાછામાં ડેટિંગ એપ લૂંટકાંડનો પર્દાફાશ, 3 રીઢા ગુનેગારો મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરતના ગીચ અને વેપારી વિસ્તાર ગણાતા વરાછાના ઘનશ્યામનગર ખાતે તાજેતરમાં એક યુવક સાથે ઓનલાઇન લૂંટનો સનસનાટીભર્યો બનાવ બનવા પામ્યો હતો. પીડિત યુવકને Grindr નામની ડેટિંગ એપ્લિકેશન મારફતે સંપર્ક કરી મુલાકાત માટે બોલાવવામાં આવ્યો હતો. યુવક સ્થળ પર પહોંચતાં જ આરોપીઓએ તેને ઘેરી લીધો હતો અને ચપ્પુ બતાવી ઢોર માર માર્યો હતો.સુરતમાં Grindr ડેટિંગ એપ લૂંટકાંડનો પર્દાફાશઆરોપીઓએ યુવક પાસે રહેલો મોબાઇલ ફોન તેમજ ખિસ્સામાંથી 5,500 ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને જો કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.ઘટના અંગે પીડિત યુવકે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે ત્વરિત તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટને અંજામ આપનાર ત્રણેય આરોપીઓ અચીત ઉર્ફે લેમ્બો, જયેશ ઉર્ફે મામુદડુ અને રાજ ઉર્ફે કાળીયોને ઝડપી લીધા હતા.વરાછા પોલીસે 3 શાતિર આરોપીઓને પકડી પાડ્યાપોલીસે આરોપીઓ પાસેથી લૂંટવામાં આવેલો મોબાઇલ ફોન અને રોકડા 5,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગહન પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ Grindr તેમજ અન્ય ઓનલાઇન એપ્લિકેશન્સ પર ખોટા પ્રોફાઇલ બનાવી લોકોને મળવા બોલાવતા હતા અને અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર મારી લૂંટી લેતા હતા. પોલીસ રેકોર્ડની તપાસ કરતા સામે આવ્યું છે કે ઝડપાયેલા ત્રણેય ઈસમો સામે અગાઉ પણ ચોરી, લૂંટ અને મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.આ પણ વાંચો: Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી

Read Full Story arrow_forward