WAR ROOM : ગુજરાતમાં પાણી મુદ્દે રાજકારણ ગરમાયું
Read Full Story arrow_forward
Stay informed with the latest happenings, achievements, and announcements from our community.
Read Full Story arrow_forward
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમોએ શરુઆતથી જ વિરોધી ટીમો પર આક્રમક રમત દાખવીને ટૂર્નામેન્ટમાં પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે, અને એકતરફી વિજયો મેળવ્યા છે.મહિલા ટીમે મલેશિયા સામે મેળવ્યો ઐતિહાસિક વિજયભારતીય મહિલા કબડ્ડી ટીમે મલેશિયા સામેની મેચમાં આક્રમક રમતનું પ્રદર્શન કરીને 73-13 ના વિશાળ સ્કોરથી વિજય મેળવ્યો હતો. મેચ દરમિયાન ભારતીય મહિલાઓએ શાનદાર રેઈડ અને ટેકલ કરીને મલેશિયાની ટીમને કુલ 6 વખત ઓલઆઉટ કરી હતી. વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, સાક્ષીએ 13 પોઈન્ટ, રેણુકાએ 9 પોઈન્ટ અને નિધિ શર્માએ 8 પોઈન્ટનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.પુરુષ ટીમે ઇંગ્લેન્ડને હરાવી નોંધાવી જીતબીજી તરફ, ભારતીય પુરુષ કબડ્ડી ટીમે પણ શિસ્તબદ્ધ અને દમદાર રમત બતાવતા ઇંગ્લેન્ડની ટીમને 46-26 ના અંતરથી પરાજય આપ્યો હતો. પુરુષ ટીમ તરફથી રમતા સ્ટાર ખેલાડી નવીન કુમારે શાનદાર પ્રદર્શન કરીને 12 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે નીરજ નરવાલે પણ 11 પોઈન્ટ મેળવીને ટીમના વિજયમાં મોટો ફાળો આપ્યો હતો.આગામી મુકાબલાઓ પર સૌની નજરશાનદાર જીત બાદ હવે ભારતીય ટીમો આગામી મેચો માટે તૈયાર છે. શનિવારે રમાનારી આગામી મેચોમાં ભારતની મહિલા ટીમ સિંગાપોર સામે ટકરાશે, જ્યારે પુરુષ ટીમ યુગાન્ડા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ખેલાડીઓના વર્તમાન ફોર્મને જોતા આગામી મેચોમાં પણ વિજયી રથ જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે.આ પણ વાંચો: Ahmedabad News: શેઠ સીએન વિદ્યાલયમાં બાળક સાથે ક્રૂરતા! શિક્ષકે વિદ્યાર્થીને માર્યા 6 લાફા! Video
Read Full Story arrow_forward
અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિકનાં પરિણામો જાહેર કર્યાં છે. કંપનીની કુલ આવકમાં વાર્ષિક ધોરણે 51%નો વધારો નોંધાયો છે. કંપનીની આવક વધીને રૂ. 4,979 કરોડ થઈ છે, પરંતુ ચોખ્ખો નફો ગત વર્ષના સમાન ગાળાના રૂ. 591 કરોડની સરખામણીએ ઘટીને રૂ. 534 કરોડ નોંધાયો છે.સંચાલન નફામાં 54%નો વધારોકંપનીનો સંચાલન નફો અપવાદરૂપ ખર્ચ પહેલાં રૂ. 1,666 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકના રૂ. 1,083 કરોડ કરતાં 54% વધુ છે. સંચાલન નફાનું માર્જિન 33.5% નોંધાયું છે, જ્યારે કુલ નફાનું માર્જિન 75.4% રહ્યું છે. સંશોધન અને વિકાસ પાછળ કંપનીએ રૂ. 211 કરોડ ખર્ચ્યા છે, જે ગયા વર્ષના સમાન ગાળાના રૂ. 156 કરોડ કરતાં 35% વધુ છે.ભારતમાં આવકમાં 20%ની વૃદ્ધિકંપનીના મુખ્ય ભારતીય વ્યવસાયની આવક 20% વધીને રૂ. 2,181 કરોડ થઈ છે. આ વૃદ્ધિ ભારતીય ફાર્માસ્યુટિકલ બજારના 12%ના વિકાસદર કરતાં વધુ છે. બ્રાઝિલમાં આવક 38% વધીને રૂ. 440 કરોડ થઈ છે, જ્યારે અમેરિકામાં 24%ના વધારા સાથે આવક રૂ. 417 કરોડ નોંધાઈ છે. બીજી તરફ, જર્મનીમાં આવક 7% ઘટીને રૂ. 283 કરોડ થઈ છે. બિઝનેસના એકીકરણની અસરકંપનીના જણાવ્યા મુજબ, 8 જુલાઈ, 2026થી અમલમાં આવેલા વિલીનીકરણ બાદ ભારતીય વ્યવસાયનું એકીકરણ, વૈશ્વિક વ્યવસાયિક નેટવર્કનું પુનર્ગઠન અને ઉત્પાદન તથા ગુણવત્તા વ્યવસ્થાનું સંકલન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાની અસર બીજા ત્રિમાસિક દરમિયાન આવક પર કામચલાઉ રીતે પડી હતી.પ્રથમ છ મહિનાની આવકમાં 52.8%નો વધારોનાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં કંપનીની કુલ આવક રૂ. 9,900 કરોડ નોંધાઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળાના રૂ. 6,480 કરોડ કરતાં 52.8% વધુ છે. આ સમયગાળા દરમિયાન સંચાલન નફો 57.4% વધીને રૂ. 3,330 કરોડ થયો છે. આ પણ વાંચો : Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની
Read Full Story arrow_forward