android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News: પાલનપુરમાં હડકવાગ્રસ્ત દર્દીની એક દિવસની સારવાર બાદ દર્દીઓ ચોંક્યા, જાણો એવું તો શું થયું?
calendar_today February 1, 2026

Banaskantha News: પાલનપુરમાં હડકવાગ્રસ્ત દર્દીની એક દિવસની સારવાર બાદ દર્દીઓ ચોંક્યા, જાણો એવું તો શું થયું?

બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામે એક યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. શ્વાન કરડ્યા બાદ મનુષ્યમાં કેવા લક્ષણો જોવા મળે છે તેનો ચોંકાવનારો વીડિયો બનાસકાંઠાના પાલનપુર નજીકના એક ગામમાંથી બહાર આવ્યો હતો. પીડિત યુવક મુળ સાબરકાંઠાના એક ગામનો છે અને હાલ નળાસર ગામે ભાગીયા તરીકે કામ કરતો હતો.યુવકમાં અચાનક હડકવાના લક્ષણો જોવા મળ્યા, જેની જાણ થતાં પિતાએ તરત પોલીસને સંપર્ક કર્યો હતો. પાલનપુરમાં હડકવાના લક્ષણ દેખાવાનો મુદ્દો આ યુવક જે રીતે હરકતો કરતો હતો તેના દ્રશ્યો વાયરલ થયા હતાં. તબીબોએ યુવકની તપાસ શરુ કરી હતી. આ યુવકની એક દિવસની સારવાર બાદ તે સ્વસ્થ થયો હતો ત્યારે તબિબો પણ ચોંકી ગયા હતાં. આ યુવકમાં હાઈડ્રોકુબિયા નહીં દેખાતા તબીબો અચરજમાં મુકાયા હતાં. અચાનક આ દર્દીમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતાં. આ સમગ્ર મામલે મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ સુનિલ જોશીએ કહ્યું હતું કે, લાળ સહિતના અન્ય રીપોર્ટ કરવવા પડે તેવી સ્થિતિ હતી. હડકવા વાળુ દર્દી પાણીથી ડરવું જોઈએ. યુવક સ્વસ્થ થયા બાદ પાણીથી ડરતો નથી. તબીબો સાથેની વાતચીતમાં આ યુવકે સ્વીકાર્યું હતું કે, તેને ત્રણ માસ અગાઉ કૂતરૂ કરડ્યું હતું. ત્યાર બાદ તેણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 6 રસી લીધી હતી. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Palitana: મોબાઈલની દુકાનમાંથી 11.28 લાખની મતા સાફ, શટરના તાળા તોડી તસ્કરો 48 મોબાઈલ ચોરી ફરાર
calendar_today February 1, 2026

Palitana: મોબાઈલની દુકાનમાંથી 11.28 લાખની મતા સાફ, શટરના તાળા તોડી તસ્કરો 48 મોબાઈલ ચોરી ફરાર

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલતો એક મોટો હાથ માર્યો છે. શહેરની 'ગુજરાત મોબાઈલ' નામની જાણીતી દુકાનને નિશાન બનાવી અજાણ્યા શખ્સોએ લાખોની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.પાલીતાણામાં મોબાઇલની દુકાનમાં ચોરીમળતી વિગત મુજબ, પાલીતાણા શહેરમાં આવેલી 'ગુજરાત મોબાઈલ' નામની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરીની આ ઘટના બની હતી. અજાણ્યા તસ્કરોએ દુકાનના શટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાં રાખેલા અલગ-અલગ જાણીતી કંપનીના મોંઘા દાટ 48 નંગ મોબાઈલ ફોનની ચોરી કરી હતી.11.28 લાખથી વધુની ચોરીદુકાન માલિકે સવારે જ્યારે દુકાન ખોલી ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચોરાયેલા 48 મોબાઈલ ફોનની કુલ કિંમત ₹૧૧,૨૮,૫૦૦ આંકવામાં આવી છે. તસ્કરો માત્ર કિંમતી ફોન જ નિશાન બનાવીને લઈ ગયા હોવાનું જણાય છે, જેના પરથી અનુમાન લગાવાય રહ્યું છે કે આ કોઈ રીઢા તસ્કર ગેંગનું કામ હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલ (FSL) ની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: નરોડામાં વિધવા મહિલા સાથે છેતરપિંડી, મૃતક પતિના ક્રેડિટ કાર્ડ પર ગઠિયાએ 3.56 લાખની લોન પડાવી

Read Full Story arrow_forward
Ahmedabad News: ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન એસ્કોર્ટ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી
calendar_today February 1, 2026

Ahmedabad News: ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન એસ્કોર્ટ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી

ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચે 120 જેટલા એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ નોંધી છે. યુવતીઓના ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરી પુરુષોને આકર્ષતા અને તેમની સાથે છેતરપિંડી પણ કરતા હોવાનુ સામે આવ્યું છે.જે અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે કે મકવણાએ કહ્યું હતું કે, ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. અલગ અલગ પ્લેટફોર્મ પરથી એસ્કોર્ટ સર્વિસ ચલાવવામાં આવતી હતી. જેમાં યુવતીઓના ફોટા અને મોર્ફ કરેલ ન્યૂડ ફોટાનો ઉપયોગ કરવામાં આવતો હતો.ક્રાઈમ બ્રાંચની સોશિયલ મીડિયા મોનીટરીંગ ટીમ છેલ્લા 3 મહિનામાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા એક્સોર્ટ સર્વિસ અંગે તપાસ હાથ ધરી હતી.જેમા સામે આવ્યું હતું કે યુવતીના ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી યુપીઆઈ આઇડીથી રૂપિયા પડાવવામા આવી રહ્યા છે.જે અંગેની માહિતી મળતા પોલીસે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે. 120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ કરવામાં આવી ક્રાઈમ બ્રાંચે ઈન્સ્ટાગ્રામ,ફેસબુક, ટ્વીટર સહિતમાં 120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ કરવામાં આવી છે.કેટલાક એકાઉન્ટ પર સર્વિસ ના નામે કલાક દીઠ ભાવ આપીને લોકોને ખોટા ફોટાથી આકર્ષીને UPI આઇડીથી પૈસા પડાવવામા આવી રહ્યા છે.મહત્વનું છે કે મહિલાઓના ડિજિટલ શોષણ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં આવા 120 જેટલા એકાઉન્ટ સામે આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઉપરાંત ભોગ બનનાર વ્યક્તિઓ પણ ફરિયાદ ન કરતા હોવાનું સામે આવતા પોલીસે આ અંગે સરકાર તરફે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.. કલાકથી લઈને નાઈટ સુધીના ભાવ લખવામાં આવે છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર યુવતીઓના ફોટા અને નીચે કલાકથી લઈને નાઈટ સુધીના ભાવ લખવામાં આવે છે.જ્યારે કોઈ વ્યક્તિ ઇન્કવાયરી કરે ત્યારે તેને તમામ વિગતો મોકલવામાં આવે છે. યુવતીઓના ફોટા જોઈને ગ્રાહકો આકર્ષાઈ જાય જે બાદ એડવાન્સ પેમેન્ટ ના નામે કેટલીક રકમ યુપીઆઈ આઈડી મોકલીને લેવામાં આવે છે.જ્યારે કોઈ વ્યક્તિ પૈસા આપે તે બાદ તે વ્યક્તિને બ્લોક કરી છેતરપિંડી કરવામા આવે છે. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે સ્ત્રીની ગરીમાને ઠેસ પહોંચાડી, ઈમ્મોરલ ટ્રાફિક સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવી વગેરેની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ પણ વાંચોઃ Gandhinagar: હડકવાથી મહિલાના મોત બાદ આરોગ્ય ટીમની લેકાવાડા સ્થિત શાળામાં તપાસ

Read Full Story arrow_forward