android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે 21 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત, પરિવારમાં માતમ
calendar_today February 1, 2026

Vadodara: અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે 21 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત, પરિવારમાં માતમ

વડોદરાના અક્ષર ચોક સર્કલ પાસે મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ડમ્પરની અડફેટે બાઈક સવાર 21 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં હાલોલની ખાનગી કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવકે પોતાનો જીવ ગુમાવતા ગાંધી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ઓવરટેક કરવા જતાં સર્જાયો કાળમુખો અકસ્માતમળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પાદરામાં રહેતો શ્રીજી ધર્મેશકુમાર ગાંધી (ઉં. ૨૧) પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી એલેમ્બિક કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે નોકરી કરતો હતો. ગત ૩૧ જાન્યુઆરીના રોજ શ્રીજી પોતાની સેકન્ડ શિફ્ટની ફરજ પૂરી કરીને મોડી રાત્રે બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન અક્ષર ચોક સર્કલ પાસે ડમ્પરને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો અને શ્રીજી ડમ્પરની અડફેટે આવી ગયો હતો.હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યોઅકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મોબાઈલ પરથી તેના પરિવારને જાણ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્રીજીને સયાજી (SSG) હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. તેને છાતી, ડાબા પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલ પહોંચેલા તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર સાંભળતા જ હોસ્પિટલ ખાતે પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.પોલીસ કાર્યવાહી અને તપાસઘટનાની જાણ થતાં જ જેપી રોડ પોલીસ મથકનો કાફલો સયાજી હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Morbi: પોલીસનો માનવીય અભિગમ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો

Read Full Story arrow_forward
Union Budget 2026 : ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય કંપનીઓના CEOએ બજેટ અંગે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
calendar_today February 1, 2026

Union Budget 2026 : ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય કંપનીઓના CEOએ બજેટ અંગે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઇઓ સંજય કૌલે કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "આ બજેટ ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટરમાંથી કામ કરતી સંસ્થાઓને લાંબાગાળાની ટેક્સ નિશ્ચિતતા પૂરી પાડે છે, જેનાથી દેશની ઓફશોર ફાઈનાન્સિયલ સ્પર્ધાત્મકતાને નોંધપાત્ર બળ મળશે. ટેક્સ ડિડક્શનની મુદ્દત અગાઉના 15 વર્ષમાં 10 વર્ષથી વધારીને હવે 25 વર્ષમાં 20 વર્ષ કરવામાં આવી છે અને ત્યારબાદ સ્પષ્ટપણે નિર્ધારિત 15 ટકા ટેક્સ રેટ ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ અને રોકાણકારોને વધુ સ્પષ્ટતા અને અંદાજ પૂરો પાડે છે, જેના આધારે તેઓ લાંબાગાળાના પરિપ્રેક્ષ્યમાં સ્થળની પસંદગી અને મૂડી ફાળવણી સંબંધિત નિર્ણયો લેતાં હોય છે.ડિમ્ડ ડિવિડન્ડની જોગવાઇઓને તર્કસંગત બનાવવી વધુ એક સકારાત્મક પગલું નીતિમાં સ્થિરતા ભારતીય અધિકારક્ષેત્રમાં ગિફ્ટ સિટીની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ફાઈનાન્સિયલ હબ તરીકેની ઉપસ્થિતિને મજબૂત કરે છે તેમજ બેંકો, ફંડ મેનેજર્સ, એક્સચેન્જીસ અને અન્ય આઇએફએસસી સહભાગીઓના વિશ્વાસમાં વધારો કરે છે. ટ્રેઝરી સેન્ટર્સ માટે ડિમ્ડ ડિવિડન્ડની જોગવાઇઓને તર્કસંગત બનાવવી વધુ એક સકારાત્મક પગલું છે કારણકે તે મલ્ટીનેશનલ ગ્રૂપ માટે સ્ટ્રક્ચરલ ટેક્સ ફ્રિક્શન દૂર કરે છે તેમજ ગિફ્ટ સિટી મારફતે કાર્યક્ષમ ટ્રેઝરી અને ફંડિંગ કામગીરીને સરળ બનાવે છે. આ તમામ પગલાં કામગીરીના સ્કેલ, નિશ્ચિતતા અને નિયામકીય એકરૂપતાં ઇચ્છતી ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટ્રેઝરી કામગીરી માટે ગિફ્ટ સિટીને વધુ આકર્ષક કેન્દ્ર બનાવે છે." બાયોસિમિલર્સના સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ કોરોના રેમેડીઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ નીરવ મહેતાએ કહ્યું કે “યૂનિયન બજેટ 2026 ભારતના ફાર્માસ્યુટિકલ અને બાયોફાર્મા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પરિવર્તનનો માઈલસ્ટોન સાબિત થાય છે. ₹10,000 કરોડના ‘બાયોફાર્મા શક્તિ’ કાર્યક્રમની શરૂઆત સાથે જૈવિક દવાઓ અને બાયોસિમિલર્સના સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ થયો છે, જે ભારતને વૈશ્વિક સ્તરે નવીનતા અને ઉત્પાદનના હબ તરીકે સ્થાપિત કરશે. ભારતમાં ડાયાબિટીસ, કેન્સર અને ઑટોઇમ્યુન જેવી અ-સંચારી બીમારીઓનો ભાર સતત વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એડવાન્સ થેરાપી પર ભાર, ક્લિનિકલ ટ્રાયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ, નવા NIPER સંસ્થાનો વિકાસ અને મજબૂત CDSCO માળખા દ્વારા ઝડપી નિયમનકારી મંજૂરીઓ સંશોધન અને સ્કેલ-અપ પ્રક્રિયાને ઝડપી બનાવશે તથા દર્દીઓને આધુનિક સારવાર વહેલી તકે ઉપલબ્ધ થશે. આ સાથે, જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ્સ ડ્યુટીમાં રાહત, મેડિકલ ટુરિઝમ હબ્સની સ્થાપના અને એલાઇડ હેલ્થકેર વર્કફોર્સમાં રોકાણ જેવી પહેલો આરોગ્યસેવાને વધુ સસ્તી, સુલભ અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે એક સર્વાંગી અભિગમ દર્શાવે છે.આ સુધારાઓથી ભવિષ્યમાં દવાઓના વિકાસથી લઈને બજારમાં પહોંચવાનો સમય ઘટશે, આયાત પરની નિર્ભરતા ઓછી થશે અને સમગ્ર ભારતમાં—ખાસ કરીને ગંભીર અને દીર્ઘકાલીન રોગોથી પીડાતા દર્દીઓ માટે—આધુનિક અને સસ્તી સારવાર વધુ વ્યાપક રીતે ઉપલબ્ધ બનશે. ફાર્મા ઉદ્યોગ માટે આ જટિલ જનરિક્સ, બાયોલોજિક્સ અને આગામી પેઢીની નવીનતામાં રોકાણ માટે મજબૂત આધાર પૂરો પાડે છે, જ્યારે દર્દીઓ માટે વહેલું નિદાન, અદ્યતન સારવાર સુધી ઝડપી પહોંચ અને વધુ સારા આરોગ્ય પરિણામોની આશા ઉભી કરે છે. અંતે, આ બધું મળીને ભારતને ‘વિશ્વની ફાર્મસી’ સાથે સાથે ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાનો વિશ્વસનીય વૈશ્વિક પુરવઠાકર્તા તરીકે વધુ મજબૂત બનાવશે.” ભારતના પાવર સેક્ટરને વધુ મજબૂત બનાવવા સરકારની સ્પષ્ટ પ્રતિબદ્ધતા કેન્દ્રીય બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં રાજેશ પાવર સર્વિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે, “યુનિયન બજેટ 2026-27 જાહેર રોકાણ અને લાંબાગાળાની એનર્જી સુરક્ષા થકી ભારતના પાવર સેક્ટરને વધુ મજબૂત બનાવવા સરકારની સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. માળખાગત સુવિધાઓના વિકાસ અને શહેરી વિકાસને આપવામાં આવેલું મહત્વ ટ્રાન્સમિશન અને વિતરણ નેટવર્કમાં ચાલી રહેલા આધુનિકીકરણને મજબૂત આધાર આપશે. વીજ માગમાં વધારો અને રિન્યૂએબલ એનર્જીના ઝડપી વિસ્તરણ વચ્ચે, આ પગલાં નેટવર્કની રેસીલિએન્સ વધારવા, આઉટેજ ઘટાડવા અને દેશભરમાં વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવતા રોકાણોને અનુકૂળ માહોલ પૂરો પાડે છે.આ પણ વાંચો : Union Budget 2026 : અંકલેશ્વરના ઉદ્યોગકારોએ બજેટને વધાવ્યું, ઉદ્યોગકારોમાં ખુશીની લહેર

Read Full Story arrow_forward
Junagadh News: કેશોદના ખમીદાણામાં ગુમ થયેલી વૃદ્ધાનો ભેદ ઉકેલાયો, આરોપીએ ખતરનાક ખેલ ખેલી હત્યા કરી
calendar_today February 1, 2026

Junagadh News: કેશોદના ખમીદાણામાં ગુમ થયેલી વૃદ્ધાનો ભેદ ઉકેલાયો, આરોપીએ ખતરનાક ખેલ ખેલી હત્યા કરી

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં છ મહિના પહેલાં રહસ્યમય રીતે ગુમ થયેલાં 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણિબેન રામદેવભાઈ બારૈયા નામની વૃદ્ધાની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે.પોલીસે ગામના જ એક અવાવરૂ કૂવામાંથી માનવ હાડપિંજરના અવશેષો અને કિંમતી દાગીના શોધી કાઢ્યા છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દાગીના અને રોકડ રકમ પણ ગાયબ થઈ ગઈ આશરે 6 મહિના પહેલાં ખમીદાણા ગામનાં સુમરીબેન રામદેભાઈ બારૈયા ગામમાં આયુષ્માન કાર્ડ કઢાવવા ગયા હતા.સવારે 11:30 વાગ્યાની આસપાસ તેઓ રહસ્યમય રીતે ગુમ થયા હતા.તેમના ભત્રીજા નાથાભાઈના જણાવ્યા અનુસાર,જ્યારે તેઓ ગુમ થયા ત્યારે તેમની પાસે 15 તોલા સોનાના દાગીના અને અંદાજે 2 લાખ રૂપિયાની રોકડ રકમ હતી. વૃદ્ધા ગુમ થયા બાદ આ દાગીના અને રોકડ રકમ પણ ગાયબ થઈ ગઈ હતી. કચરાની થેલીમાં ભરેલા માનવ હાડકાં મળી આવ્યા 65 વર્ષીય સમરીબેન ગામના સીસીટીવી કેમેરામાં બહાર જતાં જોવા મળ્યા હતા જે દિશામાં પોલીસે તપાસ કરી હતી. પરંતુ પોલીસને અન્ય કોઈ કડી મળી ન હતી અને આ અંગે પરિવારજનો દ્વારા કોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવામાં આવી હતી. કેશોદ પોલીસે બાતમીદારોની મદદથી સતત તપાસ ચાલુ રાખી હતી.તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી કે ગામમાં જ પૂજા-વિધિ અને કર્મકાંડનું કામ કરતા મહેશ વ્યાસ નામના શખ્સે જ વૃદ્ધાની હત્યા કરી છે. પોલીસે જ્યારે ગામના સીમ વિસ્તારમાં આવેલા અવાવરૂ કૂવામાં તપાસ કરી,ત્યારે ત્યાં કચરાની થેલીમાં ભરેલા માનવ હાડકાં મળી આવ્યા હતા. આરોપીએ વૃદ્ધા પર કુકર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો આરોપીએ વૃદ્ધા પર કુકર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં નિષ્ફળ જતાં તેણે વૃદ્ધાની ઘાતકી હત્યા કરી નાખી અને પુરાવા નાબૂદ કરવા માટે મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો. વૃદ્ધા પાસે રહેલા કિંમતી દાગીના અને રોકડની લૂંટના ઈરાદે પણ આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની શક્યતા છે. પોલીસે હાડપિંજરના અવશેષોને DNA ટેસ્ટ અને FSL માટે મોકલી આપ્યા છે જેથી સત્તાવાર પુષ્ટિ થઈ શકે.હાલમાં પોલીસ આરોપીના ઘરે પંચોની હાજરીમાં તપાસ કરી રહી છે જેથી લૂંટાયેલા દાગીના અને રોકડ રકમ રિકવર કરી શકાય. આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ પણ વાંચોઃ Morbi: પોલીસનો માનવીય અભિગમ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો

Read Full Story arrow_forward