android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Budget 2026 Live Updates : બજેટનું ફોકસ દેશના અનેક શહેરોને વિકાસનું કેન્દ્ર બનાવવા પર છે: પંજાબના જાલંધરમાં  PM મોદીનું નિવેદન
calendar_today February 1, 2026

Budget 2026 Live Updates : બજેટનું ફોકસ દેશના અનેક શહેરોને વિકાસનું કેન્દ્ર બનાવવા પર છે: પંજાબના જાલંધરમાં PM મોદીનું નિવેદન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
PM Modi On Budget: નારી શક્તિને સશક્ત કરનારું બજેટ, બોલ્યા પીએમ મોદી
calendar_today February 1, 2026

PM Modi On Budget: નારી શક્તિને સશક્ત કરનારું બજેટ, બોલ્યા પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પંજાબના જલંધરની મુલાકાત લીધી હતી. જનતાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને સશક્ત બનાવે છે.આદમપુર એરપોર્ટનું ઉદ્ઘાટનપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આદમપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું અને તેનું નામ મહાન સંત શ્રી ગુરુ રવિદાસજીના નામ પરથી રાખ્યું. આ પ્રસંગે ડેરા સચખંડ બલ્લાન સહિત વિવિધ સ્થળોએથી આવેલા શ્રદ્ધાળુઓ અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રધાનમંત્રીએ એરપોર્ટના નવા નામની ઔપચારિક જાહેરાત કરતાની સાથે જ સમગ્ર સંકુલ "રવિદાસ શક્તિ" ના નાદથી ગુંજી ઉઠ્યું. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી હલવારા એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.રવિદાસજીની 649મી જન્મજયંતિપંજાબના જલંધરમાં પીએમ મોદીએ સંત રવિદાસજીની 649મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો . આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે  સરકારે પાણી, રેલ, ગરીબોના ઘર, સિંચાઇ સહિત તમામ ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. આ કાર્યો માટે બજેટમાં 17 લાખ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેનાથી ગામ, ગરીબ અને ખેડૂતો તથા યુવાનોને ફાયદો થશે.ઘણી દવાઓ સસ્તી કરી- પીએમ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ટર નિર્માણ પર ખર્ચ કરવામાં આવે છે તે રોજગારના નવા અવસર બનાવે છે. ગામના રસ્તા સારા હશે તો મંડી સુધી ઉપજ પહોંચાડવી સરળ થશે. ગત વર્ષોમાં અમારી સરકારે ગરીબો અને મધ્યમ વર્ગને સસ્તા અને સારી સારવાર આપવા માટે ધ્યાન આપ્યું છે. ઘણી દવાઓ સસ્તી કરી છે. ગરીબો અને વડીલોને મફત સારવારની સુવિધા આપી છે. આ સંવેદનશીલતાની સાથે વધુ મહત્વ પૂર્ણ નિર્ણયો લેવાયા છે અનેક કેન્સરની દવાઓને સસ્તી કરવામાં આવી છે. વિદેશમાંથી દવાઓ જે મંગાવવી પડે છે તેવી અનેક દવાઓને વધારે સસ્તી કરવામાં આવી છે. આ બજેટમાં ખાસ ફોકસ જાંલધર, લુધિયાના જેવા અનેક શહેરોને વિકાસનું કેન્દ્ર બનાવવા પર છે.MSME માટે બજેટમાં હજારો કરોડનું ફંડ- પીએમ મોદી પંજાબ દેશના એ રાજ્યોમાં છે જ્યાં ખેડૂતોની સાથે સાથે એમએસએમઇની સમૃદ્ધ પરંપરા છે. એમએસએમઇ માટે આ બજેટમાં હજારો કરોડનું ફંડ આપવામાં આવ્યું છે. ગત વર્ષોમાં ભારતની નિકાસ વધારે હતી. આ બજેટમાં નિકાસ કારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. વસ્ત્ર નિકાસકારોમાંથી ભારત દુનિયામાં એક બની રહ્યું છે. કપડા ક્ષેત્રમાં વધુમાં વધુ રોજગાર બને તે માટે પ્રોત્સાહનની જોગવાઇ કરવામાં આવી છે.બજેટમાં ખેલો ઇન્ડિયા મિશનની જાહેરાત થઇ- પીએમ મોદી ઘણા મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવાશે. જેનાથી ઘણા લોકોને ફાયદો થશે. બજેટનો એક ફોકસ એરિયા સ્પોર્ટ્સ પણ છે. આ બજેટમાં ખેલો ઇન્ડિયા મિશનની જાહેરાત થઇ છે. જે અંતર્ગત આધુનિક ઇન્ફ્રા તો બનશે પણ સ્પોર્ટ્સની સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને પણ તૈયાર કરાશે. દેશની અર્થ વ્યવસ્થામાં નવી ઉર્જા ભરવાનું એક ઐતિહાસિક કામ થયુ છે. અને તે છે ભારત અને યુરોપીયન સંઘ વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની છે. જેને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવે છે. યુરોપના 27 દેશો સાથે વેપાર ખૂબ ફાલશે. ત્યાં સામાન વેચવા માટે ટેક્સ ન બરાબર આપવો પડશે. 

Read Full Story arrow_forward
Jharkhand : રાંચીના ખાદગઢા બસ સ્ટેશનમાં પાર્ક કરેલી બસોમાં લાગી ભીષણ આગ, 6 બસ બળીને થઈ ખાખ
calendar_today February 1, 2026

Jharkhand : રાંચીના ખાદગઢા બસ સ્ટેશનમાં પાર્ક કરેલી બસોમાં લાગી ભીષણ આગ, 6 બસ બળીને થઈ ખાખ

ઝારખંડની રાજધાની રાંચીના ખાદગઢા બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી ઘણી બસોમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે 6 બસો આગની ઝપેટમાં આવી ગઈ અને સંપૂર્ણપણે સળગી ગઈ છે. રહેવાસીઓએ લાંબા સમય સુધી આગ ઓલવવા માટે સંઘર્ષ કર્યો અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.પાર્ક કરેલી બસમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો આ ઘટના ખડગઢા ટોપ વિસ્તારમાં બની હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી બસમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો અને થોડીવારમાં જ આગ લાગી ગઈ. નજીકમાં પાર્ક કરેલી અન્ય બસોમાં પણ આગ લાગી. આગમાં એલડી મોટર્સ, કિરણ, સંજય સુપર અને ઝારખંડ ટુરિસ્ટની બે બસો સહિત કુલ 6 બસને નુકસાન થયું છે. આગની જ્વાળાઓ એટલી ઊંચી હતી કે ધુમાડો દૂરથી દેખાતો હતો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો આ ઘટના બાદ લગભગ અડધો ડઝન ફાયરબ્રિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આ ઘટના બાદ બસ માલિકોએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે આ ઘટના ઈરાદાપૂર્વકની હતી. જોકે, જે જાહેર બસોમાં આગ લાગી તેમાંથી કોઈ પણ એસી બસ નહોતી. 5 વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. લોઅર બજાર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે આગનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. ઘટનાની માહિતી એકત્રિત કરવા માટે બસ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજમાં આગ લગાવતા જે કોઈ પણ વ્યક્તિ જોવા મળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો : Balochistan મામલે ભારતે Pakistanના આરોપો ફગાવ્યા, MEA પાકિસ્તાનની આંતરિક નિષ્ફળતા ગણાવી

Read Full Story arrow_forward