android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ગોંડલ હાઈવે પાસેથી 45.43 લાખનો દારૂ ઝડપાયો
calendar_today February 1, 2026

Rajkot News: ગોંડલ હાઈવે પાસેથી 45.43 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળના વિરપુર પોલીસ સ્ટેશને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવતા એક મોટી સફળતા મેળવી છે. વિરપુર-ગોંડલ હાઈવે પર આવેલા ઈન્દ્રપ્રસ્થ ગેઈટની અંદર ખુલ્લા મેદાનમાં જ્યારે વિદેશી દારૂનું કટિંગ (એક વાહનમાંથી બીજા વાહનમાં હેરાફેરી) થઈ રહ્યું હતું, ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી વિરપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઈન્દ્રપ્રસ્થ ગેઈટ પાસેના મેદાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઓચિંતી રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે આરોપી રિયાજ આમદભાઇ હેરંજાને રંગેહાથ પકડી લીધો હતો. 45.43 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસ દ્વારા આ સ્થળેથી વિદેશી દારૂની બોટલો, હેરાફેરીમાં વપરાયેલા વાહનો અને અન્ય સાધનો મળી કુલ 45,43,060/- નો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ પણ વાંચો - Rajkot News: નકલી દવા કૌભાંડમાં મોટી કાર્યવાહી, ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

Read Full Story arrow_forward
Surat: ફોન પર વાત કરતી મહિલા પર ટ્રેક્ટર ફરી વળ્યું, મોતને હાથતાળી આપી મહિલા ચમત્કારિક રીતે બહાર આવી
calendar_today February 1, 2026

Surat: ફોન પર વાત કરતી મહિલા પર ટ્રેક્ટર ફરી વળ્યું, મોતને હાથતાળી આપી મહિલા ચમત્કારિક રીતે બહાર આવી

શહેરના અલથાણ-ભટાર વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ફોન પર વાત કરવામાં મશગૂલ એક મહિલા પર રિવર્સમાં આવી રહેલું ટ્રેક્ટર ફરી વળ્યું હતું. આ ભયાનક અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે કે મહિલા ટ્રેક્ટરના તોતિંગ ટાયરો અને ટ્રોલી વચ્ચે ફસાઈ ગઈ હોવા છતાં અત્યંત હિંમત બતાવીને મોતને મ્હાત આપી બહાર નીકળી હતી.બેદરકારી અને અકસ્માતની વિગતઘટનાની વિગત મુજબ, અલથાણ-ભટાર રોડ પર એક સાઈટની બહાર મહિલા ઉભી રહીને ફોન પર વાત કરી રહી હતી. આ દરમિયાન એક ટ્રેક્ટર ચાલકે પાછળ જોયા વગર જ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ટ્રેક્ટર રિવર્સમાં લીધું હતું. મહિલાનું ધ્યાન ફોનમાં હોવાથી તેને પાછળથી આવતા કાળનો અંદાજ રહ્યો નહોતો અને તે સીધી ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગઈ હતી. ટ્રેક્ટરના તોતિંગ ટાયરો મહિલા પર ફરી વળ્યા હતા અને તે ટ્રોલીના નીચેના ભાગમાં ફસાઈ ગઈ હતી.લોકોએ વહારે આવી મહિલાને બચાવીમહિલાની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો અને શ્રમિકો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ મહિલાને ટ્રેક્ટર નીચેથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોના જણાવ્યા અનુસાર, આટલા મોટા અકસ્માત બાદ પણ મહિલાનો જીવ બચી જવો એ એક ચમત્કાર સમાન છે.ચાલક ફરાર અને કોન્ટ્રાક્ટરના ગલ્લા-તલ્લાઅકસ્માત સર્જ્યા બાદ માનવતા બતાવવાને બદલે ટ્રેક્ટર ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ અંગે જ્યારે કન્સ્ટ્રક્શન સાઈટના કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે મદદ કરવાને બદલે જવાબદારીમાંથી છટકવાના પ્રયાસો (ગલ્લા-તલ્લા) કર્યા હતા. કોન્ટ્રાક્ટરના આ ઉદ્ધત વર્તનને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.સીસીટીવી ફૂટેજ આવ્યા સામેસમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે વાહન ચાલકોની બેદરકારી અને રસ્તા પર ઉભા રહી ફોનનો ઉપયોગ કરતા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. પોલીસે આ મામલે સીસીટીવીના આધારે ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Dwarka: ખંભાળિયામાં વ્યાજચક્રમાં ફસાયેલા આધેડે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward
Bhavnagar News: સાવધાન! બેંક એકાઉન્ટ ભાડે આપવું પડ્યું ભારે, ઓડિશા CIDએ ગારીયાધારના બે યુવાનોને ઉઠાવ્યા
calendar_today February 1, 2026

Bhavnagar News: સાવધાન! બેંક એકાઉન્ટ ભાડે આપવું પડ્યું ભારે, ઓડિશા CIDએ ગારીયાધારના બે યુવાનોને ઉઠાવ્યા

ભાવનગરના ગારીયાધારમાં સાયબર ક્રાઈમના તાર છેક ઓડિશા સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. ઓડિશા રાજ્યની CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંને શખ્સોએ સાયબર માફિયાઓને પોતાના બેંક ખાતા ભાડે આપી ફ્રોડના નાણાં મેળવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.શું હતો સમગ્ર મામલો? મૂળ ઓડિશાના એક વેપારી સાથે લાખો રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું. આ અંગે ઓડિશા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વેપારીના ખાતામાંથી ચોરાયેલા નાણાં ગુજરાતના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે. આ કડીના આધારે ઓડિશા CIDની ટીમ ગારીયાધાર પહોંચી હતી. આરોપીઓની ધરપકડ અને 'ભાડાના ખાતા'નું કૌભાંડ પોલીસે ગારીયાધારથી મિલન ભૂપતભાઈ ગોયાણી અને વૈભવ જીતેન્દ્રભાઈ કોશીયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓએ અમદાવાદના એક શખ્સને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા. આ 'ભાડાના ખાતા'માં ફ્રોડના કુલ નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાયબર ગુનેગારો પોલીસથી બચવા માટે સામાન્ય લોકોના ખાતાનો ઉપયોગ કરીને નાણાં સગેવગે કરતા હોય છે. તપાસનો વ્યાપ વધવાની શક્યતા ઓડિશા ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ માત્ર શરૂઆત છે. હજુ પણ તપાસ ચાલુ છે કે, આ સાયબર ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોના ખાતા ભાડે લેવામાં આવ્યા છે, અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું છે. અમદાવાદના જે શખ્સે આ ખાતા ભાડે રખાવ્યા હતા તેની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. આગામી સમયમાં આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. આ પણ વાંચો - Bhavnagar News: ડામર જેવા પદાર્થથી દાઝ્યો મજૂર, હાલત ગંભીર

Read Full Story arrow_forward